SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ ઉમેશચંદ્રજી – મહિડા રત્નસિંહ અંગ સંવાદને, આપણી કવિતામાં અહીં પ્રથમવાર સફળ પ્રયોગ થયો છે. સંવાદો પાત્રોચિત હોવાની સાથે, પાત્રોના મને સંઘર્ષોને માર્મિક રીતે રજૂ કરનારા, લાઘવયુકત અને કાવ્યત્વનો સ્પર્શ પામેલા છે. પ્રવાહી વનવેલીમાં બોલચાલની ભાષાનો લય કૃતિને આસ્વાદ્ય બનાવે છે. મંથરા' કૃતિ કાવ્ય-નાના સંયોજનને એક ઉત્તમ નમૂનો છે. નિ.વો. મહારાજ ઉમેશચંદ્રજી: પદ્યકૃતિ ‘ઉમેદચંદ્રજીકૃત કાવ્યસંગ્રહ (૧૮૮૯)ના કર્તા. ૨.ર.દ. મહારાજ કાલિદાસ: ચરિત્રાત્મક પુસ્તકો ‘સોરઠના સંતમહાત્માઓ (૧૯૬૧), “સોરઠની વિભૂતિઓ' (૧૯૬૧) અને ‘સેરઠી સંતો’ (૧૯૬૧)ના કર્તા. નિ.વા. મહારાજ કૃપાલાનંદજી : પ્રચલિત ભજન-ઢાળ પર રચાયેલી પધકૃતિઓને સંગ્રહ 'પ્રેમધારા'-૨ (૧૯૫૬) તથા ભગવદ્ ગીતાનું સમશ્લોકી ભાષાંતર “ગીતાગુંજન’(૧૯૬૨)ના કર્તા. ૨.૨,૮. મહારાજ કેશવદાસજી મથુરાદાસજી : પદ્યકૃતિ ‘સવરી આખ્યાન (૧૮૮૨)ના કર્તા. નિ... મહારાજ ગણપતરામ જીવતરામ: બાળબોધ લિપિમાં છપાયેલી પદ્યકૃતિ “જ્ઞાનબોધ નિર્વાણ કીર્તનાવલી'- ભા. ૧ (૧૮૮૪) ના કર્તા. ગદ્યખંડો તથા દેશપ્રેમ અને પ્રભુપ્રેમને આલેખતાં પોતાનાં તેમ જ સાથી ભકતોનાં ભજનોને સંગ્રહ “પ્રગટ છે ભારતમાં ભગવાન” (૧૯૬૪)ના કર્તા. ૨.ર.દ. મહારાજ શંકર (ઉનાવાવાળા): વેદાંતજ્ઞ, ભજનિક, કવિ. એમણે “શ્રી શંકરવિલાસ'-ભા. ૧-૮ (૧૯૪૪), ૨૯૭ પદ ધરાવતું ‘વેદાંતવિલાસ' (ત્રી. આ. ૧૯૪૪), “ગીતાભાવાર્થગીતમંજરી'- ભા. ૧(૧૯૪૬), “અષ્ટાવક્રગીતા' (૧૯૪૬), શ્રીકૃષ્ણસ્તવન” (ત્રી. આ. ૧૯૪૭) ઉપરાંત “શ્રી કૃષ્ણ જન્મોત્સવ', ‘ઈશ્વરના લાડીલા” અને શંકરાચાર્યકૃત સ્તોત્રોને અનુવાદ 'પરમતત્ત્વવિલાસ’ આપ્યાં છે. ૨.૨,દ. મહારાજ સુંદરદાસ વીરભાનુ: ભજનસંગ્રહ કીર્તનસરિતાના કર્તા. મૃ.મા. મહારાજા ભગવતસિંહજી : જુઓ, જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી. મહારાજા ભાવસિંહજી તખ્તસિંહજી : જુઓ, ગેહિલ ભાવસિંહજી તખ્તસિંહજી. મહારાજા સુરક્ષાબહેન શાંતિલાલ (૨૬-૧-૧૯૩૫) : કવિ. જન્મ અમદાવાદમાં. વતન વિસનગર. ૧૯૫૭માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૮૭માં ‘પાતંજલનાં યોગસૂત્રો' પર સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. ગુજરાત રાજ્યના આરોગ્ય સેવા વિભાગમાં અધિકારી, ‘ઋતંભરા પ્રજ્ઞાપુપ' (૧૯૮૫) એમને યૌગિક અનુભવોને વ્યકત કરતાં અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. જ.ગા. મહારાણી નંદકુંવરબા નારણદેવજી : જુઓ, જાડેજા નંદકુંવરબા ભગવતસિંહજી. મહાલક્ષ્મીબહેન, ‘તરંગિણી': નવલકથા ‘ગેકુળની પનિહારી' (૧૯૬૧)નાં કર્તા. મહારાજ જયકૃષણ: ‘પદસંગ્રહ' (૧૯૦૪)ના કર્તા. નિ.. મહારાજ ત્રિલેકરિખજી: પદ્યકૃતિ સ્તવનાવલી'-ભા.૩ (૧૮૯૩) -ના કર્તા. ૨.ર.દ. મહારાજ નરસિંહદાસ ગોવિદ : પદ્યકૃતિઓને રાંગ્રહ “નારાયણ બોધ'ના કર્તા. મહારાજ નીલકંઠરાય કૃષ્ણારામ: પદ્યકૃતિ ‘નીલકંઠ ભજનાવલી' ભા. ૨ (૧૯૫૪)ના કર્તા. મહાવીરપ્રસાદ શિવદત્તરામ: પદ્યકૃતિ “કોકિલનિકુંજના કર્તા. ર.ર.દ. મહાસુખરામ: પદ્યકૃતિઓને સંગ્રહ “રસિક પદમાળા' (૧૯૩૩)ના કર્તા. ૨.ર.દ. મહિડા ગેમલસિંહ: અશોક બાલપુસ્તક માળામાં પ્રસિદ્ધ ચિત્ર બાલકાવ્યોને સંગ્રહ ‘કુમકુમ પગલી' (૧૯૪૬)ના કર્તા. ૨.ર.દ. મહિડા નાથાલાલ એમ.: નવલકથા ‘હરિદાસી' (૧૯૨૭)ના કર્તા. મહારાજ ભેગારામ હેમારામ: પદ્યકૃતિ ‘ભકિતમ’ - ભા. ૧-૨ (૧૯૩૨) ના કર્તા. ૨.ર.દ. મહારાજ રામચંદ્ર માધવલાલ : ‘શ્રી સત્યવાદી હરિશ્ચન્દ્ર સત્ય- વિજય નાટકનાં ગાયનોના કર્તા. ૨.૨.દ. મહારાજ લાલજી: ભગવદ્ભકિત અને કહિતચિતાને નિરૂપતા મહિડા રત્નસિંહ: પ્રચારાત્મક નાટકો ‘શરાબી' (૧૯૫૩), ‘ગ્રામ સેવક' (૧૯૫૬) વગેરે તથા અનુક્રમે ત્રિઅંકી નાટક અને સમપ્રવેશી નાટક આપતી કૃતિ ‘ઠાકર અને સંગ્રામ' (૧૯૫૬)ના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy