SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ મજમુદાર દત્તાત્રેય ચિંતામણ- મજમુદાર વિકમરાય મજમુદાર દત્તાત્રેય ચિંતામણ : પ્રવાસકથા ‘યુરોપને પ્રવાસ' (૧૯૧૫)ના કર્તા. મૃ.મા. મજમુદાર દેવેન્દ્ર ૨. : ચરિત્રકાર, પ્રવાસલેખક, બાળસાહિત્યકાર, એમની પાસેથી બાલોપયોગી કૃતિ “પાર્વતી' (૧૯૩૬) તથા પ્રવાસકથા ‘હિદની સફરે નીકળેલા વહાણવટીઓ' (૧૯૩૫) તેમ જ જીવનચરિત્ર ‘હ્યુ-એન-સંગ' (૧૯૪૧) મળ્યાં છે. મૃ.મા. મજમુદાર નારાયણરાવ કેશવલાલ: ‘નવીન મણિકભૂરનું રમુજીફારસ(૧૮૯૮)ના કર્તા. મૃ.મા. મજમુદાર નીનું નાગેન્દ્ર, ‘નિરંજન’ (૯-૧૧-૧૯૧૫) : કવિ. જન્મ વડોદરામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ૧૯૩૭-૩૯માં હેટિકલ્ચરનો અભ્યાસ. શરૂમાં પત્રકારત્વને વ્યવસાય. ત્યારબાદ પિતાની સાથે ચલચિત્રક્ષેત્રે પહલાં બાંસુરીવાદક, પછી પ્લેબેંક સિંગર અને પછી સંગીતદિગ્દર્શક તરીકે વીસેક ફિલ્મમાં સંગીત સંભાળ્યું. ૧૯૫૩ થી ૧૯૭૫ સુધી આકાશવાણી, મુંબઈ કેન્દ્રોમાં હિન્દી મ્યુઝિક પ્રોડયુસર. એમણે ‘નિરમાળ' (૧૯૬૩) નામે કાવ્યસંગ્રહ આપ્યો છે. ‘ગુલઝારે શાયરી' (૧૯૬૧) પણ એમના નામે છે. ચં.ટો. મજમુદાર પરીક્ષિતલાલ લલુભાઈ (૮-૧-૧૯૦૧, ૧૨-૯-૧૯૬૫): જન્મ પાલિતાણામાં. ૧૯૧૯ માં પાલિતાણાથી મૅટ્રિક. અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક. ગાંધીજીના અનુયાયી. હરિજનસેવક. અનેકવાર જલયાત્રા. નવસારી હરિજન આશ્રમના સ્થાપક. સાબરમતી આશ્રમ, અમદાવાદમાં હૃદયરોગથી અવસાન. ‘માનવતાની સાધના' (૧૯૬૪) એમનું પ્રસંગોલેખનનું પુસ્તક મજમુદાર મનેરમા : બાળકથાઓ ‘હરિશ્ચંદ્ર'(૧૯૩૩) અને ‘નર્મદા' (૧૯૩૫)નાં કર્તા. મૃ.માં. મજમુદાર મંજુલાલ રણછોડલાલ (૧૯-૯-૧૮૯૭, ૧૧-૧૧-૧૯૮૪): વિવેચક, સંપાદક. જન્મ પેટલાદમાં. વતન મહુધા. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૧૩માં મેટ્રિક. ૧૯૧૮માં સંસ્કૃતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૨૧માં એલએલ.બી. ૧૯૨૨માં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૯માં મહાનિબંધ દ્વારા સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૪૩માં ‘ગુજરાતી કળાની સાંસ્કૃતિક ભૂમિકા : ખાસ કરી પોથીચિત્ર' પર પીએચ.ડી. વડોદરા રાજ્યના ભાષાંતર ખાતા સાથે સંલગ્ન. પછી વડોદરા કોલેજમાં અધ્યાપન. ૧૯૫૨ માં નિવૃત્ત. ૧૯૬૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. મધ્યકાલીન સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રે એમની કામગીરી વિશેષ છે. લોકસંદર્ભ, સમાજસંદર્ભ અને સંસ્કૃતિસંદર્ભને સ્પર્શતા એમનો અભ્યાસ જિજ્ઞાસાથી ગુજરાતી શિલ્પ, સ્થાપત્ય અને એના ઇતિહાસ સુધી પહોંચેલ જોવાય છે. અપ્સરાકથાઓ ‘તિલોત્તમા : એક અપ્સરાસૃષ્ટિની વાત' (૧૯૨૬), ‘બેહુલા' (૧૯૩૪) તેમ જ ‘ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપ : મધ્યકાલીન તથા વર્તમાન પદ્યવિભાગ' (૧૯૫૪) “રેવાને તીરે તીરે” (૧૯૫૬), ‘મીરાંબાઈ : એક મનન’(૧૯૬૦), ‘વૈષ્ણવતીર્થ ડાકોર (૧૯૮૪) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે. એમનાં સંપાદનોમાં ‘સુદામાચરિત્ર' (આઠ કવિઓની કૃતિઓનાં સંપાદન, ૧૯૨૨), 'પ્રેમાનંદ કૃત રાણયજ્ઞ અને વરિયાકૃત રાણજંગ' (૧૯૨૪), તાપીદાસનું ‘અભિમન્યુ આખ્યાન' (૧૯૨૬), કવિ શામળકૃત ‘પંચદંડ' (૧૯૨૯), “સાહિત્યકાર પ્રેમાનંદ' (૧૯૩૮), ‘સાહિત્યકાર શામળ ભટ્ટ (૧૯૪૦), ‘માધવાનલ કામકંદલા પ્રબંધ'(૧૯૪૧), ‘અભિમન્યુ આખ્યાનની સંસ્કૃત ચક્રવ્યુહકથા તથા દેહલકૃત અભિવન ઊંઝણું (૧૯૪૭), ‘સાહિત્યકાર અખો' (૧૯૪૯), દી. બ. કુ. મે. ઝવેરી લેખસંગ્રહ' (૧૯૫૧), ભીમકૃત ‘સદયવત્સવીરપ્રબંધ' (૧૯૬૧), 'બ્રહદેવની ભ્રમરગીતા' (અન્ય સાથે, ૧૯૬૩), ‘ગનીમની લડાઈને પવાડો' (અન્ય સાથે, ૧૯૬૫) વગેરે મુખ્ય છે. ‘પૂર્વ અને પશ્ચિમના નૈતિક અધ્યાસો'(૧૯૪૦) એમણે આપેલા અનુવાદ છે. ચ.ટા. મજમુદાર રતનલાલ વ્રજલાલ: નવલકથા 'શકુંતલા' (૧૯૧૨) તેમ જ બેરન મંચનનાં આશ્ચર્યકારક પરાક્રમને વર્ણવતા અનુવાદ ‘સાહસસંગ્રહના કર્તા. મૃ.મા. મજમુદાર લીલાબહેન : રવીન્દ્રનાથ ટાગોર વિશે બાળભોગ્ય વાર્તાકૃતિ કવિકથા' (૧૯૬૧)નાં કર્તા. મુ.મા. મજમુદાર વિક્રમરાય : બાળવાર્તા ‘ભીષ્મ' (૧૯૩૭) ના કર્તા. મુ.મા. મૃ.મા. મજમુદાર પી. સી. : ‘ગાલાઝ એડવાન્ડ ડિકશનરી' (૧૯૬૯). તથા ‘માય પાકટ ડિકશનરી : ઇગ્લીશ ઈન ટુ ગુજરાતી વીથ ઇગ્લીશ અધર વર્ઝ'ના સંપાદક. મૃ.મા. મજમુદાર પ્રીતમલાલ: બાળકાવ્યકૃતિ ફૂલકણી' (૧૯૪૬) અને નિબંધસંગ્રહ ‘પંચગવ્ય' (૧૯૭૮)ના કર્તા. મૃ.મા. મજમુદાર ભગીરથ : બાળવાર્તા ‘પરશુરામ' (૧૯૩૬)નો કર્તા. મૃ.માં. મજમુદાર ભુલાભાઈ કિરપારામ : પ્રાચીન ગદ્યપદ્યકૃતિ 'સુમનસુંદરી' (૧૮૯૨)ના કર્તા. મૃ.મા. મજમુદાર મદનકુમાર: નિબંધસંગ્રહ ‘ત્રિકોણનો ચોથો ખૂણો (અન્ય સાથે, ૧૯૭૩)ના કર્તા. મૃ.માં. ગુજરાતી સાહિત્યકોશ - ૨ ૪૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy