SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ શંકર / શંકરલાલ ભટ્ટ હરિશંકર જયશંકર ' ‘શંકસપિયર' (૧૯૭૦) એ એમનું શૈકસપિયરની ચતુર્થ શતાબ્દી નિમિત્તે લખાયેલું, એમના સાહિત્ય-અધ્યયનના નિષ્કર્ષ સમું મહત્ત્વનું પુસ્તક છે. ચંટો. ભટ્ટ સંતેકલાલ માણેકલાલ : ‘અપના હિંદી-ગુજરાતી શબ્દસંગ્રહ (૧૯૫૨)ના સંપાદક તથા પદ્યકૃતિ 'ગઝલમાં ગીતા' (૧૯૬૭)ના મૃ.મા. ભટ્ટ હરગોવિંદ કાનજી, પાળે’ : છંદોબદ્ધ પદ્યકૃતિ 'રામાયણને રસાત્મક સાર (૧૯૧૫)ના કર્તા. ૨.ર.દ. ભટ્ટ હરિકૃષ્ણ બળદેવ: પદ્યકૃતિઓ કાવ્યનિમજજન' અને ‘કાવ્યવિદ (૧૮૯૬) તથા હરિગીતમાં અનૂદિત “મેઘદૂત' (૧૮૯૬) ના કર્તા. કર્તા. ભટ્ટ શંકર શંકરલાલ, ‘ઇન્કિલાબ': ‘ખંડિત દર્પણ' (૧૯૫૫) અને સૌરાષ્ટ્રની કથાઓ' (૧૯૫૭)ના કર્તા. મૃ.મા. ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ (૧૮૩૪,-) : કવિ. રહેવાસી જામનગર. પ્રારંભમાં જામખંભાળિયામાં શિક્ષક, પછી જામનગરની કન્યાશાળામાં હેડમાસ્તર. દર બુધવારે ત્યાં મળતી “સ્ત્રી ધર્મબોધક સભાના સ્થાપક. ૧૮૯૧માં અંધાપે. ૧૯૮૪માં તીર્થયાત્રા. ‘પદ્માખ્યાન' (૧૮૯૦) પૌરાણિક કથા પર આધારિત મધ્યકાલીન આખ્યાન-પરંપરા જાળવતી અને સ્ત્રીધર્મનો બેધ કરતી તોતેર કડવાંની કૃતિ છે. ૧૯૦૮ ની બીજી આવૃત્તિમાં એક કડવું વધુ ઉમેરાયેલું છે. ચં.ટો. ભટ્ટ શામજી લવજી : પદ્યકૃતિ અથ શ્રી સીતાજીના વિવાહ તથા રવયંવર મંડપ' (૧૯૦૨)ના કર્તા. મૃ.મા. ભટ્ટ શાંતિકુમાર જયશંકર, “આત્માનંદ' (૧૯-૩-૧૯૨૧): વાર્તાકાર, ચરિત્રકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૩માં બી.એ., ૧૯૪૬માં એમ.એ., ૧૯૫૬ માં એલએલ.બી. ૧૯૪૬ - થી ૧૯૪૮ સુધી મુંબઈ સરકારમાં પ્રાદેશિક ભાષા સહાયક. ૧૯૪૮ થી “મુંબઈ સમાચાર' સાપ્તાહિકના તંત્રી. ૧૯૭૦માં બ્રિટનને પ્રવાસ. વાર્તાસંગ્રહ “ગરીબીનું ગૌરવ' (૧૯૫૨) અને જીવનચરિત્ર ભકતમને રથપૂરક સ્વામી ભગવાન' (૧૯૮૧) એમના નામે છે. શ્રીમદ્ વલૂભાચાર્ય: દાર્શનિક આચારની પરંપરા' (૧૮૭૫), સ્વાતંત્ર્યનો સેતુ' (૧૯૫૭), ‘હું નિરોગી છું' (૧૯૫૯) અને ‘ગાઈડ ટુ મેડીટેશન’ (૧૯૬૬) એમનાં અનુવાદ-પુસ્તકો છે. મૃ.માં. ભટ્ટ સત્યનારાયણ હરિલાલ: હાસ્યપદ્યકૃતિ પટલાણીને રાત્યાગ્રહ’ (૧૯૨૪)ના કર્તા. મૃ.મા. ભટ્ટ સત્યેન્દ્રરાવ હરિલાલ : નવલકથા 'કુરબાનીની કહાણી'ના કર્તા. મૃ.મા. ભટ્ટ સંતપ્રસાદ રણછોડદાસ (૨૫-૨-૧૯૧૬, ૨૪-૫-૧૯૮૪) : વિવેચક. જન્મ સુરતમાં. સાર્વજનિક હાઈસ્કૂલ, સુરતમાં શાળાકેળવણી લઈ અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં મુંબઈથી અનુસ્નાતક. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી અધ્યાપનનો પ્રારંભ. પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ તથા એલ.ડી. આર્ટ્સ કોલેજ અને જી. એલ. એસ. કોલેજ, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૬ થી બી. ડી. આર્ટ્સ કોલેજ સાથે સંલગ્ન. ૧૯૭૮માં એ જ કેલેજના આચાર્યપદેથી નિવૃત્ત. ત્યારબાદ એ જ કોલેજના કો-ઓર્ડિનેટર. ઉત્તમ વકતા તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ. અમદાવાદમાં અવસાન. ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર, બંડખોર’, ‘મસ્તફકીર', લખોટો', ‘લહિયો' (૧૮૯૬, ૧૦-૧૧-૧૯૫૫) : હાસ્યકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. વતન ચાવંડ (જિ.અમરેલી). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈની શાળાઓમાં. મૅટિક સુધીનો અભ્યાસ. ૧૯૧૪-૧૭ દરમિયાન “અખબારે સોદાગર વર્તમાનપત્રના તંત્રીવિભાગમાં. ૧૯૨૧ થી “પ્રજામિત્ર પારસી'ના ઉપતંત્રી. ૧૯૨૭ થી હિન્દુસ્તાન લિમિટેડનાં વર્તમાનપત્રો સાથે સંલગ્ન. મસ્તફકીરની મસ્તી' (૧૯૨૬), ‘મસ્તફકીરના હાસ્યભંડાર (૧૯૨૭), 'મસ્તફકીરને હાસ્યવિલાસ' (૧૯૩૨), ‘મસ્તફકીરનું મુકતહાસ્ય'(૧૯૩૨), “મસ્તફકીરનાં હાસ્યછાંટણાં' (૧૯૩૮), ‘મસ્ત ફકીરનાં હાસ્યરત્ન' (૧૯૪૪), ‘મારી પડોશણ' (૧૯૫૨), ‘મંછલાલા' (૧૯૫૩) વગેરે એમના ગ્રંથમાં હળવા નિબંધ, વાર્તા કે પ્રસંગ તરીકે ઓળખાવી શકાય એવી રચનાઓ છે. અતિશયોકિતને આશ્રય લઈ પ્રસંગમાંથી તેઓ બહુધા સ્થળ હાસ્ય નિષ્પન્ન કરે છે, તે પણ એમના વિપુલ લખાણમાંથી ‘કેળાંવાળી’, ‘ગુંદરીયાં', ‘ભજકલદાર’, ‘પાટીયાં અને તેના વાંચનારાઓ” જેવી હળવી નિબંધરચનાઓ નોંધપાત્ર છે. “મણિયો' (૧૯૩૪), ‘ઉંદરમામા’ (૧૯૪૧) અને ‘શાણે શિયાળ'(૧૯૪૩) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે. પતંગિયું' (૧૯૩૩) દેશદેશને પ્રવાસ કરી જુદી જુદી સ્ત્રીઓના મનને આકર્ષતા લહેરી સ્વભાવના કથાનાયકને ઉપસાવતી નવલકથા છે. જિ.ગા. ભટ્ટ હરિપ્રસાદ બાલમુકુન્દ : પદ્યકૃતિ 'સુબોધસાગર'ના કર્તા. ૨૨.દ. ભટ્ટ હરિવલ્લભ કૃષ્ણવલ્લભ: સામાજિક નવલકથા ‘પંડિતા રત્નલક્ષ્મી અને સંપીલું કુટુંબ' (૧૮૯૩)ના કર્તા. ૨.ર.દ. ભટ્ટ હરિશંકર જયશંકર: પદ્યકૃતિ “શ્રીનાથપ્રાર્થના'(૧૯૦૯)ના ૨૨.દ. કર્તા. ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૫ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy