SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ રામજીભાઈ વસનજી – ભટ્ટ વિનોદ જશવંતલાલ ભટ્ટ રામજીભાઈ વસનજી : ‘શ્રી નવીન નવલમુકતા નાટકનાં ગીતા'ના કર્તા. મૃ.મા. ભટ્ટ રામશંકર માનજી (૨૭-૭-૧૮૭૯, ~): પ્રવાસલેખક. જન્મ ભંભલી (જિ. ભાવનગર)માં. કોલેજમાં પ્રથમ વર્ષ સુધી અભ્યાસ. ૧૯૦૨ થી રેલવેના ટપાલખાતામાં. ૧૯૧૮ માં નિવૃત્ત. “મોક્ષપત્રિકા' માસિકના તંત્રી. એમણે ‘ચરોતર યાત્રા પ્રસંગ' (૧૯૨૩) પ્રવાસપુસ્તક આપ્યું છે. આ ઉપરાંત અઠક આધ્યાત્મિક પુસ્તકોનો અનુવાદ એમણે જન્મ વડોદરામાં. વતન અમદાવાદ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં. ગુજરાતી, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી 'કાશવાણી, અમદાવાદ-રાજકોટ-વડોદરાનાં કેન્દ્રનિયામક. ગુજરાત રાજયું સમાજકલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષ. અનેક સામાજિક ને સ્ત્રી સંસ્થાઓ સાથે સંલગ્ન. 'કાશવાણીના કલાત્મક દૃષ્ટિના કાર્યક્રમો માટે ૧૯૭૮ને દિલહી ઍવે. એમની લઘુનવલ ‘ઝાકળપિછોડી' (૧૯૫૯)માં સ્ત્રીજીવનની શકિત અને મર્યાદાનું સંવેદનસભર નિરૂપણ છે. જીવનના કણમંગલ પ્રસંગે નિરૂપતે પાંદડે પાંદડે મોતી' (૧૯૬૩), ક્યાંક શેવાળ તે કયાંક પદ્મનાં ચિત્રો રજૂ કરતો ‘સરસિજ (૧૯૬૬), આંતરમનને કલાત્મક રીતે વ્યકત કરતા તથા નૂતન અભિગમનું આખું દર્શન કરાવતો ‘દિવસે તારા રાતેવાદળ' (૧૯૬૮), હળવી વાર્તાઓ આપતો ‘માણારાજ' (૧૯૭૩), ભાષા-કનિક-પ્રસંગયોજન અને સંવેદનને અખત્યાર કરતા ‘ધડી અષાઢ ને ઘડી ફાગણ' (૧૯૮૦) – આ એમના નવલિકાસંગ્રહો છે. પ.માં. ભટ્ટ વહાલજી ગૌરીશંકર : ગાયની મહત્તા વર્ણવતી પદ્યકૃતિ ‘શી ગ ગીતા' (૧૯૧૨) ના કર્તા. મૃ.મા. ભટ્ટ રેવાશંકર અંબારામ : ગુજરાતનાં રજવાડાંઓને ઇતિહાસ રજૂ કરતી ભાટચારણાની આઠ કથાઓને સંપાદિત સ્વરૂપમાં આપનું પુસ્તક “રત્નમાળા'ના કર્તા. - મૃ.મા. ભટ્ટ રેવાશંકર ગણપતરામ: ‘શ્રી વાલ્મીકિચરિત્ર' (૧૯૦૯)ના કર્તા. મૃ.મ. ભટ્ટ રેવાશંકકર વજેરામ : ઉદયપુરના મહારાજાની પ્રશંસા પદ્યકૃતિ'. ના કર્તા. મૃ.મા. ભટ્ટ લક્ષમીકાંત હરિપ્રસાદ (૧૬-૯-૧૯૨૭) : વાર્તાકાર. જન્મ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર-પાટણમાં. વતન જામનગર. ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૩માં બી.એસસી. ૧૯૬૦માં ડી.ઍડ. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૩માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. ૧૯૭૬ માં એમ.ઍડ. શાળામાં શિક્ષક અને આચાર્ય. અત્યારે રાજય શિક્ષણ ભવનમાં પ્રવકતા. ‘ટીપે...ટીપે' (૧૯૭૭) એમને વાર્તાસંગ્રહ છે. માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં પાત્રોના મને વ્યાપારોના આલેખનનું લક્ષ્ય હોવાને લીધે વાર્તાઓ રસાવહ બની છે. ભટ્ટ લલુભાઈ કાશીરામ : પુષ્પસેન-પુષ્પાવતી નાટકનાં ગાયના (અન્ય સાથે, ૧૯૦૨)ના કર્તા. મૃ.માં. ભટ્ટ લલુભાઈ નાનાભાઈ : ૩૦૧ શ્લોકમાં, મંદાક્રાન્તા છંદમાં લખેલું “મેઘદૂત'ની યાદ આપતું કાવ્ય ‘પત્રદૂત' (૧૮૯૬) તથા ‘ભગવતી ભાગવત’ પરથી વસ્તુ લઈને રચેલું નાટક ‘શશિકળા (૧૮૮૯)ના કર્તા. મૃ.માં. ભટ્ટ લાલભાઈ, કલ્યાણી' (૧૯૫૮) : નવલકથાઓ “પિયુ ગયો પરદેશ' (૧૯૫૮) અને ‘સંથીનું સિંદૂર' (૧૯૬૦)ના કર્તા. મૃ.માં. ભટ્ટ વસુબહેન જનાર્દન, ‘આશાબહેન' (૨૩-૩-૧૯૨૪) : વાર્તાકાર, ભટ્ટ વિજયશંકર : ‘લાખા ફુલાણી નાટકનાં ગાયના તથા ટૂંકસારના કર્તા. મુ.મા. ભટ્ટ વિનોદ જશવંતલાલ (૧૪-૧-૧૯૩૮) : હાસ્યનિબંધકાર, સંપાદક. જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં. ૧૯૧૫માં મૅટ્રિક. ૧૯૬૧ માં બી.એ. ૧૯૬૪માં એલએલ.બી. પહેલાં સેલ્સટે કન્સલ્ટન્ટ, છેલ્લાં પાંચ વર્ષથી ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ. ગુજરાતનાં પ્રમુખ દનિકોમાં વ્યંગ-કટારનું લેખન. કુમારચંદ્રક વિજેતા. હાસ્યના વિવિધ પ્રકારો અને એની વિવિધ છટાઓને તાજગીથી પ્રગટ કરતા રહેનાર આ લેખકે સાહિત્યની સામગ્રી અને સાહિત્યકારોને પણ યંગને વિષય બનાવ્યાં છે. એમનાં હાસ્યનિબંધ અને હાસ્યવાર્તાઓ ભાગ્યે જ તીવકટાક્ષનો આશ્રય લે છે. મુખ્યત્વે મધુર બંગ એમનાં લખાણોનું પીઠબળ છે. એમને હાથે સાહિત્યકારોની વ્યંગપૂર્ણ ઊતરેલી ગત ચરિત્રરેખાઓ એમનું મુખ્ય પ્રદાન છે. “પહેલું સુખ તે મૂંગી નાર' (૧૯૬૨), ‘આજની લાત' (૧૯૬૭), વિનોદ ભટ્ટના પ્રેમપત્રો' (૧૯૭૨), ‘ઇદમ્ તૃતીયમ્' (૧૯૬૩), ‘ઇદમ્ ચતુર્થમ્' (૧૯૭૪), “વિનોદની નજરે (૧૯૭૯), ‘અને હવે ઇતિહાસ' (૧૯૮૧), ‘આંખ આડા કાન' (૧૯૮૨), 'ગ્રંથની. ગરબડ’ (૧૯૮૩), ‘નરો વા કુંજરો વા' (૧૯૮૪), ‘અમદાવાદ એટલે અમદાવાદ’ (૧૯૮૫), ‘શેખાદમ ગ્રેટાદમ' (૧૯૮૫) વગેરે એમનાં હાસ્યનિરૂપણનાં પુસ્તકો છે. 'કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન’ (૧૯૮૯), ‘નર્મદ : એક કેરેકટર’ (૧૯૮૯), ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’ (૧૯૮૯) અને 'હાસ્યમૂર્તિ જયોતીન્દ્ર દવે' (૧૯૮૯) એમણે આપેલા વિનંદલક્ષી વ્યકિતચિત્રો છે ‘વિનોદવિમર્શ(૧૯૮૭) ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy