SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ મધૂસુદન પ્રાણશંકર – ભટ્ટ અનિકુમાર મણિશંકર પ્રગટ થયેલી કાન્તની આત્મકથાત્મક બે અધૂરી ટૂંકી નોંધ (‘મણિ- શંકર રત્નજી ભટ્ટ અને નર્મદા એક પ્રેમકથા’)માં એમના હૃદયની સરલતાનું પ્રતિબિંબ પડયું છે અને એમાં સ્કૂર્તિલી ગદ્યશૈલી પણ આકર્ષક છે. ‘કાતમાલા' (૧૯૨૪)માં તથા પ્રસ્થાન વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા કાન્તના અનેક પત્રોમાં એમનું કોમળ લાગણી- ' શીલ હૃદય, એમની કોઈક અંગત જરૂરિયાતથી પ્રેરાયેલી ઉત્કટ ધર્મધ અને એમને તીવ્ર જીવનસંઘર્ષ–એ સર્વને પારદર્શક અભિવ્યકિત મળી છે. કાન્તનું અદ્વિતીય સ્મારક બની શકે એટલી માતબર આ પત્રસામગ્રી છે. કાન્તને અનૂદિત ગ્રંથો પૈકી કેટલાક એમની નવી ધર્મશ્રદ્ધાને પ્રેરકપોષક કૃતિઓના અનુવાદો છે–જેમ કે સ્વીડનબોર્ગના બે અનુવાદો લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખ' (૧૮૯૭) તથા સ્વર્ગ અને નરક' (૧૮૯૯), બાઈબલનાં બે પ્રક્રણના અનુવાદો ‘નવું યારૂશાલેમ અને તેને સ્વર્ગીય સિદ્ધાંત' (૧૯૧૬) તથા ‘સેન્ટ જહાનનું ભાગવત' (૧૯૨૩); તે કેટલાક જગતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો છે—જેમ કે ગોથના ‘વિહેમ મા ઇસ્ટર’ના એક પ્રકરણને અનુવાદ “એક દેવીને આત્મવૃત્તાંત' (૧૮૯૭), ઍરિસ્ટોટલનું નિકોમિકિન નીતિશાસ્ત્ર' (૧૯૧૨), ટાગોરકૃત “ગીતાંજલિ” (મહારાણી નંદકુંવરબાના નામે, ૧૯૧૯) તથા ‘પ્લેટકૃત ફીસ' (૧૯૨૧).આ ઉપરાંત પ્રેસિડેન્ટ લિકનનું ચરિત્ર (૧૮૯૫) અને ‘ઇજિપ્ત' (૧૮૯૫) અન્ય ઉપયોગી ગ્રંથના એમના અનુવાદો છે. એમનું અનુવાદ સાહિત્ય એમની જીવનભાવનાઓ, વિદ્યાપ્રીતિ અને ભાષાસામર્થ્યની પ્રતીતિ કરાવે છે. કાન્તના જીવનવિચારને વણી લેતો એક નાનકડો લેખ ‘દિનચર્યા’ (૧૯૦૦) સ્વતંત્ર પુસ્તિકારૂપે મળ્યો છે. ઉપરાંત એમણે ‘બ્રિટિશ અને હિંદી વિક્રમ' (૧૯૧૪-૧૯૧૯) તથા ધ હાર્ટ ઍવ ઇન્ડિયા’ (૧૯૧૫) સામયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર પ્રકાશિત એમનાં પ્રકીર્ણ અનૂદિત-સ્વતંત્ર ગદ્યલખાણો હજી અગ્રંથસ્થ છે. જે.કો. ભટ્ટ મધુસૂદન પ્રાણશંકર, ‘સેતુ' (૨૨-૧૧-૧૯૩૨) : નિબંધલેખક. જન્મ ભુજમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં બી.એ., ૧૯૭૦માં એમ.એ. અત્યારે સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી. નૂતન ક્ષિતિજ' (૧૯૮૭) એમને આર્થિક આયોજનલક્ષી અને સાહિત્યિક નિબંધને સંગ્રહ છે. ઉપરાંત ‘અભ્યાસભૂમિ કચ્છ (૧૯૮૭) અને ચરિત્રસંગ્રહ “માડુ સવાલાખ' (૧૯૮૭) પણ એમના નામે છે. ચંટો. ભટ્ટ મનુભાઈ ભાઈશંકર (૨૮-૮-૧૯૨૮): બાળસાહિત્યકાર. જન્મ મહેસાણા જિલ્લાના લાંઘણજમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. વેપાર અને નોકરી. બોધકથાઓ' (૧૯૮૪) અને 'બાહુકજીનું બખડજંતર' (૧૯૮૪) એમનાં બાળવાર્તાનાં પુસ્તકો છે. ‘સ્વ. ઇન્દિરા ગાંધી' (૧૯૮૫) એમનું બાળપયોગી ચરિત્રલક્ષી પુસ્તક છે. જ.ગા. ભટ્ટ મહાશંકર લાભાઈ: સંશોધિત કાવ્યકૃતિ “ચંદ્રાકિકા’ (૧૯૦૩); ચરિત્રલક્ષી કૃતિઓ ‘ચંદ્રપ્રભા ચરિત્ર' (૧૯૬૬), ‘દમયંતી'(૧૯૦૬), “જોધબા' (૧૯૮૬), ઇન્દિરા' (૧૯૬૬) અને ‘અહલ્યાબાઈ' (૧૯૮૬); કથાત્મક પુસ્તકો “પતિ કે પિશાચ’ (૧૯૨૫), 'કપટીનું કાવનું, “ગરીબ બિચારી ગંગા', પચીસ હજારની ચોરી–ગંગા ગોવિંદનું ગુમ થવું’,‘પ્રમિલા અથવા લગ્નને દિવસે ગુમ થયેલી કન્યા’, ‘વિવિધ વાર્તામાળા'-ભા. ૧-૨ તથા બાળપયોગી નીતિબોધક પુસ્તકો બાલબોધક મહાભારત' અને ‘બાલબેધક રામાયણ’ વગેરેના કર્તા. નિ વા. ભટ્ટ મહાશંકર સામેશ્વર : બાળવાર્તા “વીર ધનંજય’ના કર્તા. નિ.. ભટ્ટ મહાસુખરામ નરસિંહરામ : ગદ્યકૃતિ 'મેહતાજી અને તલાટીને સંવાદ (૧૮૯૦)ના કર્તા. નિ.વા. ભટ્ટ મીરાં અરુણભાઈ (૨૭ ૯-૧૯૩૨) : જીવનચરિત્રલેખક. જન્મ કડીમાં. બી.એ., એલએલ.બી. ‘ભૂમિપુત્રનાં સહસંપાદક. ‘સંતવાણી ગ્રંથાવલિ' (૧૯૮૩), ‘આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ' (૧૯૮૪) જેવાં ચરિત્રપુસ્તકો ઉપરાંત એમણે “ધન્યભૂમિ ભારત' (૧૯૮૧) જેવું બાળસાહિત્યનું પુસ્તક પણ આપ્યું છે. ઘરઆંગણે ગંગા' (૧૯૬૭), 'શિક્ષણવિચાર' (૧૯૬૭), ‘ખાદી વિચાર’ વગેરે એમનાં સંક્લન છે. ચ.ટા. ભટ્ટ અનિકુમાર મણિશંકર, ‘પંચામૃત' (૩-૨-૧૮૯૮, ૧૯૭૧) : જન્મ વડોદરામાં. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ અને આલ ફ્રેડ હાઈસ્કૂલમાં, તેમ જ પેટલાદની હાઈસ્કૂલમાં. ૧૯૧૭-૧૮માં કોલેજને પ્રથમ વર્ષને અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અને ઇન્ટરમિડિયેટ પૂનાની ડેક્કન કોલેજમાં. ભાવનગરની દીવાન ઑફિસમાં અને પછી ત્યાંના જૂના દફતરના ઉપરી તરીકે. આ પછી સૌરાષ્ટ્ર રાજયના ઉપરી દફતરી અને પુરાતત્ત્વના વડા. ‘ઠંડે પહોરે (૧૯૪૫) એમને નર્મમર્મયુકત હાસ્યલખાણાને સંગ્રહ છે. એમાં બાવીસ ગદ્યલેખો અને દશ પદ્યરચનાઓ મળી કુલ બત્રીસ કૃતિઓ છે. નિબંધ, વાર્તા, પત્ર, રેખાચિત્ર એમ વિવિધ સાહિત્યપ્રકારોને એમાં વિનિયોગ છે. મુખ્યત્વે ભદ્રભદ્ર પરંપરાની પાંડિત્યદંભી સંસ્કૃત ભાષા દ્વારા અહીં બુદ્ધિલક્ષી હાસ્ય નીપજાવવાનો પ્રયત્ન છે. “એક ઐતિહાસિક મૃત્યુ’ અને ‘એક ઉપયોગી વિનાશ જેવા લેખ રસપ્રદ છે. આ સિવાય ભજવવા જેવાં બે નાટકો'(૧૯૬૫) અને ‘ભજવવા જેવાં ત્રણ નાટકો (૧૯૬૫) પણ એમના નામે છે. આ નાટકો મૌલિક નથી, તો ભાષાંતરો પણ નથી. આ ઉપરાંત લાપીના ૧૪૪ પત્રો' (૧૯૨૫), દેવશંક્ર વૈકુંઠજી ભટ્ટનાં ઇતિહાસ-સમાજશાસ્ત્રનાં લખાણોનો સંચય “સિહોરની હકીકત' (૧૯૨૮) તેમ જાન્તનાં કેટલાંક પુસ્તકો એમણે સંપાદિત ક્ય છે. ચંટો. ૪૨૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy