SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આડેશરા શશિન એન. – આધુનિક સાહિત્યસંણાકોશ આત્માકુરી ગોવિદાચારનુ : પ્રવાસપુસ્તક “રમણાશ્રમની મારી યાત્રા' (૧૯૪૫) ના કર્તા. આત્માનંદ (સ્વામી) : ભકિતરસધારા' (૧૯૮૩) પદ્યકૃતિના કનાં. આત્માનંદગિરિ : વેદાંતના ૫૨૩ કઠિન શબ્દોની સમજતી આપતા ‘વેદાંત શબ્દકોશ (૧૯૬૪) ના કર્તા. આત્માનાં ખંડેર : આંતરસંઘર્ષો અને મથામણ દ્વારા મુગ્ધતાથી સમજ સુધીના ચિત્તવ્યાપારને નિરૂપતી ઉમાશંકર જોશીની સૌનેટમાલા. ચંટો. આત્માનંદ નારણજી : જૈન સ્તવનેના સંગ્રહ ‘સુભાષિત સ્તવનાવલિ'ના કર્તા. પા.માં. આત્મારામ ભગવાનદાસ : “સુરતના હુલ્લડનો ગરબો' (અન્ય સાથે, ૧૯૩૪) ના કર્તા. ૨.ર.દ. આત્માર્થી: “કળિયુગની કથની ત્યા સમાજહિતકર દોહરા' ' (૧૯૨૯) તથા જીવનચરિત્ર “રાજચન્દ્ર' (૧૯૦૫) ના કર્તા. આડેશરા શશિન એન. (૨૬-૧-૧૯૪૭): કવિ. જન્મસ્થળ ધ્રોણ. એમ.એ. અંગ્રેજીના વ્યાખ્યાતા. ‘માધુકરી’ એમના કાવ્યસંગ્રહ છે. નિ.વા. આતમરામ : ‘હજી યે ન જાગે મારો આતમરામ” જેવા ઉઘાડથી આત્મનિર્ણયની ક્ષણને નાતરનું ભજનના વાળમાં લખાયેલું રામનારાયણ વિ. પાઠકનું ગીત. ચંટો. આત્મકથાના ટુકડા (૧૯૭૯): ફાધર વાલેસનું આફ્રિકા-યુરોપના પ્રવાસવર્ણન સાથે આત્મકથા રજૂ કરતું પુસ્તક. અહીં રીતસર આત્મકથા લખવાની વૃત્તિ નથી, પરંતુ લખવા લાયક છે એને ટુકડે ટુકડે લખ્યું છે. લેખક માને છે કે આ બધા ટુકડાઓને સાથે જાડનાર તંતુ શ્રદ્ધા છે; અને જીવનમાં સૌની શ્રદ્ધા વધે એવા આ આત્મકથાનો હેતુ છે. માતાપિતા, મોટાભાઈ, નાનાજી વગરનાં ચરિત્ર લેખકે સારી રીતે ઉપસાવ્યાં છે. ચ.ટા. આત્મનિમજજન (૧૯૫૯): મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આ કાવ્યસંગ્રહમાં ભજને, ગીતા, ગઝલ અને વૃત્તબદ્ધ રચનાઓ મળીને કુલ પંચાવન કૃતિઓ છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા છે, જની નિખાલસ વાત એમણે આત્મવૃત્તાન્તમાં કરેલી છે. ગીતા અને ગઝલમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ-અનુભવ ધ્યાન ખેંચે છે. એ દૃષ્ટિએ “ગગને આજ પ્રેમની ઝલક’ અને ‘ગ રસભર’ જેવાં ગીતો તથા ‘અમર આશા’, ‘કિમત’ અને ‘આ જામે ઇચ્છમાં’ જેવી ગઝલો ઉત્તમ છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને અર્થપ્રેરકતા એ વૃત્તબદ્ધ રચનાઓનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૮૯ માં લખેલું ‘ગરીબાઈ કાવ્ય અને પૃથ્વી છંદને પ્રયોગ –એમાં કોઈને ત્રીસીની કવિતાની આગાહી દેખાય. ધી.દા. આત્મવૃત્તાન્ત (૧૯૭૯): ૧૮૮૬ આસપાસ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૨૮ વર્ષની ઉંમરે કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭ (૧-'૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું આ આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકરને હાથે સંપાદિત થઈ ઘણાં વર્ષે પ્રગટ થયું. તેમાં લેખકે, કોઈ પરમ વિશ્વાસુ મિત્ર સમક્ષ હૃદય ખોલતા હોય તેમ, નિખાલસભાવે કરેલું આ રવાનુભવકથન છે, જે મણિલાલના માનસને તેમ એમના કાવ્યાદિ સાહિત્યને સમજવામાં ઉપયોગી છે. ખરું જોતાં આ આત્મવૃત્તાંતમાં લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવી વ્યાધિ, કુસંગ અને અતૃમ પ્રેમવૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. તેમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પાણ ઝિલાયું છે. ધી.ઠા. આદનવાર અબ્દુલગની અબ્દુલરહેમાન: ‘બહાર ગુલશન ગાયનરસ' (૧૮૯૦) ના કર્તા. આદમથી શેખાદમ સુધી: ચેતનાના વિકારોને સાંકળી લતી શેખાદમ આબુવાલાની જાણીતી ગઝલ. ચં.ટો. આદિમતાની એક અનુભૂતિ : નગરસભ્યતાથી દૂર વનમાં આદિમતાને રતિસભર અને ઇન્દ્રિયસભર અનુભવ આપનું યંત પાઠકનું સોનેટ. ચં.ટો. આદિલ મન્સૂરી : જુઓ, મજૂરી ફકીરમહંમદ ગુલાબનબી. આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ (૧-૬-૧૮૭૪, ~): કવિ, નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. મુંબઈમાં એસ.ટી.સી. થયા અને ત્યાં જ પોલિસ ઇન્સ્પેકટર તરીકે નિવૃત્ત થયા. નિબદ્ધાલંકાર રત્ન' (૧૯૦૦), ‘મીજાજી શૃંગાર' (૧૯૬૦), ‘હારેશિયસ' (૧૯૦૭), ‘સ્ત્રીઓના પત્રો' (૧૯૩૦) વગેરે એમનાં પ્રકાશિત પુસ્તકો છે. હત્રિ. આધુનિક સાહિત્યસંક્ષાકોશ (૧૯૮૬) : ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓને પરિચય આપતા ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy