SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ કાતિ હરગોવિંદ--ભટ્ટ ગજાનંદ મણિશંકર ફારસ કૃપાણશી અને પ્રપંચી દિ' (૧૮૯૨) અને ધરડા કાકાને વરઘોડો' (૧૮૮૩); નવલકથાઓ ‘જગે અને જીવરામ' (૧૮૮૨) અને ‘મેહ-જેઠવ' (૧૮૯૧); (ખરતનું ચરિત્ર' (૧૯૦૯) તેમ જ અનૂદિત કૃતિ “ગીત-ગવિદ’ના કર્તા. નિ.વે. ભટ્ટ કાન્તિ હરગોવિદ, ‘પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય', ‘પ્રિયકાંત ભાટિયા (૧૫-૭-૧૯૩૧) : નિબંધકાર, જન્મ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામે. બી.કૉમ. સુધીનો અભ્યાસ. વ્યવસાયે પત્રકાર. ‘અભિષેકના તંત્રી. એમની પાસેથી ‘રસ પીઓ અને કલ્યાક૫ કરો' (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘એકાંતની અટારીએથી' (૧૯૮૨) જેવા નિબંધસંગ્રહો મળ્યા છે. નિ.વો. ભટ્ટ કાન્તિપ્રસાદ સુ.: પદ્યકૃતિ “શ્રી રતિપ્રભુપ્રસાદમાલિકા' (અન્ય સાથે, ૧૯૬૩)ના કર્તા. (૧૯૨૮), ‘ચંદ્રવીણા' (૧૯૨૮), 'સ્નેહળે.તિ' (૧૯૨૮), ઝરી નાગણ' (૧૯૩૦), ‘ભેદી માનવ'(૧૯૪૯), 'જંગલમ્રાટ' (૧૯૫૨) વગેરે સામાજિક, ઐતિહાસિક અને રહસ્યાત્મક નવલકથાઓ મળી છે. ‘પ્રેમીયુગલ' (૧૯૩૦), ‘કીર્તનમાળા'(૧૯૩૧) અને 'રાસપુષ્પ (૧૯૪૧) એમના કાવ્યગ્રંથ છે. ભગવાન મહાવીર' (૧૯૪૩), ‘રામદેવપીરચરિત્ર(૧૯૫૩) અને ‘ભકત નરસિંહ (૧૯૫૪) જેવાં ચરિત્રાત્મક પુસ્તકો તેમ જ કેટલાંક અનુવેદ-પુસ્તકો પણ એમણે આપ્યાં છે. ભટ્ટ કાન્તિલાલ કલ્યાણજી, ‘નિરંજન ભટ્ટ(૧૫-૯-૧૯૪૪) : કવિ. જન્મ રાજપરા (જિ. જામનગર)માં. ૧૯૬૩માં એસ.એસ.સી. થઈ એફ. વાય. બી.એ. સુધીનો અભ્યાસ. ૧૯૬૫ થી જામખંભાળિયામાં પ્રાથમિક શિક્ષક. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘સૂરજના શહેરમાં' (૧૯૮૭) મળ્યો છે. નિ.. ભટ્ટ કિલાભાઈ ઘનશ્યામ (૧૮૬૯, ૧૯૧૪) : સંશોધક, અનુવાદક. જન્મ દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામમાં. મૅટ્રિક. અંગ્રેજી અને રસ્કૃત સાહિત્યને સ્વાધ્યાય. એમણે કવિ બાણકૃત ‘પાર્વતીપરિણય' તથા કવિ કાલિદાસકત ‘વિક્રમોર્વશીય', 'કુમારસંભવ’ અને ‘મેઘદૂત'ના અનુવાદો આપ્યા છે. આ પૈકી “મેઘદૂતને સમશ્લોકી અનુવાદ તેની સાથેના સંશોધનલેખેથી સમૃદ્ધ છે. નિ.વે. ભટ્ટ કૃષ્ણકુમાર : નવલકથા ‘નયન વહે અમીધાર' (૧૯૬૫) ના કર્તા. નિવે. ભટ્ટ કૃષ્ણદત્ત : નવલકથા ‘ચંબલનાં કોતરોમાં (૧૯૬૩)ના કર્તા. નિ.વા. ભટ્ટ કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર : બાળસાહિત્યનાં પુસ્તકો ‘જાદુઈ બાગ'- ભા. ૧(૧૯૧૯) અને “બાલગીતમાળા’ના કર્તા. નિ.વા. ભટ્ટ કણપ્રસાદ લલ્લુભાઈ (૧૨-૯-૧૯૧૧) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, અનુવાદક. જન્મ દાહોદમાં. વતન કપડવંજ. ૧૯૨૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૩૦માં ‘દોહદ ગેઝેટ’ના સંપાદક. એમના નામે પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ' (૧૯૨૭), 'પ્રતાપી મૃત્યુ ભટ્ટ કૃષ્ણલાલ : નવલકથા 'દાનાં દાન' (૧૯૬૬)ના કર્તા. નિ.વા. ભટ્ટ કેશવજી ગેબર : “કાવ્યરત્નાકર'- ભા. ૧(૧૯૮૧)ના કર્તા. નિ.વા. ભટ્ટ કેશવરામ હરિરામ (૧૮૫૧, ૧૮૯૬) : કવિ. જન્મ મારબીમાં. નર્મદયુગના પદ્યકાર. એમના કાવ્યસંગ્રહ 'કેશવકૃતિ અથવા અનુભવને ઉગારે (૧૮૯૯)માં સંસ્કૃત સાહિત્યના પ્રૌઢ સંસકારવાળાં ઈશ્વરસ્તુતિ, વૈરાગ્ય અને આધ્યાત્મિકતા વિશેનાં કાવ્યો ઉપરાંત રસુધારાનાં કેટલાંક અપલક્ષણ પર કટાક્ષ કરતાં દલપતશૈલીનાં અને અર્થચાર્યવાળાં કાવ્યો પણ જોવા મળે છે. પાંચ પાનાંના એમના આ કાવ્યસંગ્રહમાંથી ભાવની ગહનતા અને આતાવાળાં અડતાલીસ ભજને પસંદ કરીને એક નાની કાવ્યપુસ્તિકા કેશવકૃતિ' (બી. આ. ૧૯૦૯) પ્રગટ કરેલી છે. આ ઉપરાંત અનસૂયાભ્યદય', ‘ભગવતી ભાગેદય’, ‘સાવિત્રીચરિત્ર વગેરે પણ એમના કાવ્યગ્રંથો છે. નિ.વા. ભટ્ટ કેશવલાલ છોટાલાલ: કથાતિ ‘તિહાસનબત્રીસીની વારતાઓ'ભા. ૧-૨ (૧૯૨૬)ના કર્તા. નિ.વા. ભટ્ટ ખીમજી વસનજી : પદ્યકૃતિઓ ‘કાઠિયાવાડી જાવાહીર અને ‘પંચામૃત' તથા નવલકથા “પીપાજી'ના કર્તા. નિ.વા. ભટ્ટ ખેલશંકર શંકરલાલ (૧૮૭૧, ૧૧-૨-૧૯૮૦): કવિ. જન્મ મુંબઈમાં. વતન ભાવનગર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાવનગર રાજયમાં સરકારી કારકુન અને પછી વહીવટદાર. અનુરાગ' (૧૯૬૫) એમને કાવ્યસંગ્રહ છે. પિતાએ રચેલ સંસ્કૃત નાટક “ધ્રુવાખ્યુદયમ્'ને એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ૧૮.ગા. ભટ્ટ ગજાનન નનકેશ્વર : ત્રિઅંકી નાટક 'મહારાણા કિશોરસિંહ અને રાણી રૂપસુંદરીનું નવીન નાટક' (૧૯૨૪)ના કર્તા. નિ.વો. ભટ્ટ ગજાનન મણિશંકર ૩૦-૧૨-૧૯૨૩) : કવિ. જન્મ વલસાડ જિલ્લાના પારડીમાં. ૨૮૪૭માં ન્યૂ ભરડા હાઈસ્કૂલ, મુંબઈથી ૪૦૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy