SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ બેસ બેસ દેડકી -- છાભટ્ટ અનિરુદ્ધ લાલજી બોડીવાલા (શાહ) નંદલાલ ચુનીલાલ (૧૮૯૪, ૬-૭-૧૯૬૩) : જન્મ અમદાવાદમાં. ઇન્ટર આર્ટ્સ સુધીને અભ્યાસ. પત્રકારત્વમાં સક્રિય. ગૃહિણીભૂષણ’, ‘દશા શ્રીપાદીબંધુ', “મને રંકન', 'ગ્રામસ્વરાજ'નું સંપાદન. ૧૯૨૩માં “સંદેશ” દૈનિકની સ્થાપના. ૧૯૪૧ માં પક્ષાઘાતનો હમલે, ૧૯૫૮ માં “સંદેશ' અને સાંપીને નિવૃત્ત. આત્મકથાત્મક કૃતિ 'મન મત બન અથવા નંદલાલ બોડીવાલાનો આત્મવૃત્તાંત' (૧૯૫૯) એમના નામે છે. નિ.વા. ધ: ‘ગુજારે જે શિરે તારે જગતને નાથ તે સહજ' જેવી પંકિતઓથી, સંસારને કઈ રીતે સ્વીકાર એને બોધ આપતી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાની જાણીતી ગઝલ. ચંટો. બેસ બેસ દેડકી : બાળકથા વામમાં પ્રવેશેલા કવિના ગંભીર અવાજથી વિશિષ્ટ રીતે આસ્વાદ્ય બનતું ચંદ્રકાંત શેઠનું કાવ્ય. એ.ટો. બોટાદકર ચીમનલાલ લલુભાઈ : નવલકથા “અન્નપૂર્ણા અથવા પવિત્ર પ્યાર (૧૯૨૨) તથા ‘સુવર્ણપુરની સુંદરી' (૧૯૨૨)ના કર્તા. બોટાદકર દામોદર ખુશાલદાસ (૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમા વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરતા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવરો અજમાવેલા. વેપાર અને વૈદુ કર્યા, પણ તેમાં ફાવેલા નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ'નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુન: શિક્ષકનો વ્યવસાય, સ્વીકાર્યો. એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર' નામનું નાટક છે. એ જ રીતે ગોકુળગીતા', ‘રાસવર્ણન અને ‘સુબોધ કાવ્યસંગ્રહ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો 'કલ્લોલિની' (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની' (૧૯૧૮), ‘નિર્ઝરિણી (૧૯૨૧), ‘રાસતરંગિણી' (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની' (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી'ના રાસેએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસેએ ખૂબ ઘેલું લગાડેલું. લોકઢાળીને તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની'નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને સૌંદર્યદર્શી કવિ'નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્ત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નઘતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા - એમ નારીજીવનનની જદી જદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનેને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે. સરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશકિત તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસ અને ગૃહજીવનનાં કોમળ નિર્ભુજ સંવેદનનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે. પ્ર.દ. બેડાવાલા મણિલાલ નાથુભાઈ : પહેલીવાર ગામડેથી મુંબઈ જતા ને ત્યાં નાયકને થતા અનુભવોમાંથી જન્મતું પ્રહસનક્ષાનું હાસ્ય રજૂ કરતી સંવાદતત્ત્વવાળી વાર્તા “ગામડિયો ગમાર' (૧૯૧૪)ના કિર્તા. કૌ.બ્ર. બેરીસાગર રતિલાલ મેહનલાલ (૩૧-૮-૧૯૩૮): હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૧૬ માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં “સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ -થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. લેખનકાર્યને આરંભ ટૂંકીવાર્તાથી કર્યો, પરંતુ સાથે સાથે હાસ્યલેખે લખવા માંડયા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક' (૧૯૭૭) અને “આનંદલોક (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાને હાસ્યાથે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યને વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશપથી સદંતર મુકત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુકત છે. એમણે કેટલાક ગંભીર નિબંધ આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે. ૨.પા. બેલ વહાલમના: મણિલાલ દેસાઈનું નારીસંવેદનાને વાચા આપતું નિજી અભિવ્યકિતવાળું લાક્ષણિક ગીત. ર.ટા. બ્રહ્મચારી ચીમનલાલ: સાંપ્રદાયિક દૃષ્ટિએ લખાયેલી ચરિત્રલક્ષી કૃતિ “શ્રી સ્વામિનારાયણ' (૧૯૪૬) ના કર્તા. નિ.વા. બ્રહ્મચારી નગીનલાલ રાજારામ: પદ્યકૃતિ નગીનવાણીવિલાસ’ (૧૯૧૫)ને કર્તા. નિ.વો. બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી (૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧): વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડાઈની ૪૦૦: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy