SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમજી ખેમસિહ–ફરવા આવ્યો છું પ્રેમજી ખેમસિહ: પદ્યકૃતિ “શૃંગારદર્શન' (૧૮૭૭)ના કર્તા. નિ.. પ્રેમની ઉષા: પરિણીત જીવનના પ્રેમારંભનાં ઉલ્લાસચિત્રો આપતું બળવંતરાય ક. ઠાકોરનું સૌનેટ. ચં.. રહેલા દોષની ચર્ચા કરી છે; પછી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા' એ શીર્ષક નીચે એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક ખ્યાલોની ચર્ચા કરી છે. આ ચર્ચા કરતી વખતે એરિસ્ટોટલના પોએટિકસ'માં રજૂ થયેલા ‘અનુકરણ', કાવ્યગત સત્ય” જેવા કળાના વ્યાપક સિદ્ધાંતને સ્પષ્ટ કરવા તરફ લેખકનું મુખ્ય લક્ષ છે. તેથી ‘પોએટિકસ'માં એરિસ્ટોટલે જેની વિસ્તારથી ચર્ચા કરી છે તે ટ્રેજેડીના સ્વરૂપની ચર્ચા લેખકે પુસ્તકને અંતે કરી છે. વિષયના તટસ્થ અને વિશદ નિરૂપણને કારણે આ પુસ્તક અભ્યાસીઓને ઉપયોગી સંદર્ભગ્રંથ બન્યું છે. fજગા. પ્રેમપુરીજી સ્વામી : ‘પદસંગ્રહ પ્રભાકરના કર્તા. નિ.. પ્રેમપ્રવાસી : નવલકથા ‘તેજપ્રભા' (૧૯૪૦)ના કર્તા. નિ.વો. પ્રેમભકિત: જુઓ, કવિ ન્હાનાલાલ દલપતરામ. પ્રેમયોગી : જુઓ, ગાંધી શામળદાસ લક્ષ્મીદાસ. પ્રેમવિલાસી : જુઓ, મણિલાલ હરગોવિંદદાસ. પ્રેમાધીન: નાનકડું સંગીતકાવ્ય “બુલબુલ (બી. આ. ૧૮૯૦)ના કર્તા. નિ.. પ્રેમાનંદ સરસ્વતી : પદ્યકૃતિ “ભાઈબહેન અથવા અપૂર્વ સ્નેહ (૧૯૧૧)ના કર્તા. ફકીરગર ગણપતગર: પદ્યકૃતિ ‘સદુપયોગ' (૧૯૧૪) ના કર્તા. ૨૨.દ. ફટકો: કેતન મુનશીની ટૂંકીવાર્તા. પોતાની કાશીને પરણી ગયેલા કેશવનું જન્માષ્ટમીએ ઘાટીઓની ટોળી વચ્ચે લાઠીપટામાં મોત લાવવા ઇચ્છતા અને પછી પ્રેમ ખાતર એ વિચારને માંડી વાળતા ઘોડુને હરીફ સમજી ખુદ કેશવ જ મરણિયો ફટકો મારે છે. ચં.ટી. ફડકે ગંગાધર શાસ્ત્રી : સ્વરચિત મરાઠી વ્યાકરણ પરથી રચેલ પ્રથમ ‘ગુજરાતી વ્યાકરણ” તથા “બાળવ્યાકરણ' (૧૮૫૫)ના કર્તા. નિવે. પ્રેમી : જુઓ, ઓઝા કાશીરામ ભાઈશંકર, પ્રેરિત : જુઓ, ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડદાસ. છે. બ. ક. ઠાકોરની દિન્કી- ભા. ૧, ૨ (૧૯૬૯, ૧૯૭૬): બળવંતરાય ક. ઠાકોરે રોજિંદા જીવનના અંગત અહેવાલ અને અનુભવો ૧૮૮૮ થી ૧૯૫૧ પર્વતની ડાયરીમાં લખીને જાળવેલા છે. એમાંથી ભાગ ૧માં માત્ર ૧૮૮૮ની ને ભાગ ૨માં ૧૮૮૯થી ૧૯૦૦ સુધીની ડાયરીને ધાને સમાવવામાં આવી છે. ભાગ ૧ અંગ્રેજીમાં છે, જ્યારે ભાગ ૨ મોટે ભાગે ગુજરાતીમાં છે. છ દાયકા સુધી વિસ્તરેલી આ નોંધ તત્કાલીન ઘટનાઓને સૂચક દસ્તાવેજ બને છે, સાથે સાથે લેખકના વ્યકિતવિકાસ અને તત્કાલીન સાહિત્યિક પ્રવાહોનો નકશો પણ આપે છે. કેળવણી, સંસ્કૃતિ, સમાજ, ધર્મ જેવા વિષય અંગેનાં લેખકનાં રસચ પણ પ્રગટ થતાં જોવાય છે. ચંટો. પત વલ્લભજી પીતામ્બર : ચતુરંકી તારા સ્વયંવર નાટક' (૧૮૯૧) -ના કર્તા. | નિ.. પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા (૧૯૬૯): જયંત કોઠારીને, ગ્રીક સાહિત્યવિવેચનના બે મૂર્ધન્ય ચિંતકો પ્લેટ અને એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક વિચારોની તપાસ કરતો વિવેચનગ્રંથ. “કવિતાને પ્રભાવ અને પ્રતિકાર’ એ શીર્ષક નીચે લેખકે પહેલાં પ્લેટની કળા અને કવિતાવિષયક સમજ, તેને કળાસર્જનની પ્રવૃત્તિ સામે વિરોધ તથા તેની કળાવિચારણામાં કડિયા પદ્માબહેન જમનાદાસ (૨૩-૪-૧૯૨૮) : વાર્તાકાર, નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મસ્થળ અને વતન અમદાવાદ. ૧૯૪૫ માં ગુજરાતી વિષય સાથે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૫૨માં એમ.એ. પહેલાં અમદાવાદની કોલેજમાં અધ્યાપક અને પછી નડિયાદ અને કપડવંજની કોલેજોમાં આચાર્ય. એમના “દીપ-પ્રદીપ' (૧૯૬૦), 'મા, તું કોની ઢીંગલી?” (૧૯૬૧) અને 'પ્રકાશનાં પગલાં' (૧૯૭૦) વાર્તાસંગ્રહોમાં કુટુંબજીવનની વાર્તાઓ વિશેષ છે. ત્યાગ અને તપસ્યા' (૧૯૬૨), અણપ્રીછી પ્રીત’ અને ‘પ્રેમઘટા' (૧૯૬૯) એમની સામાજિક નવલકથાઓ છે. “વીર બાળકો’, ‘વીર બાળાઓ', “વાંચે, વિચારો અને અનુસરો'(૧૯૬૫) તથા “રઘુવંશ’ એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. ‘આનંદધારા' (૧૯૫૪) શ્રી આનંદમયી માતાજીના જીવનપ્રસંગોને આલેખતું પુસ્તક છે. કેળવણીનું દર્શન' (૧૯૬૧) ઇત્યાદિ એમનાં કેળવણીવિષયક પુસ્તકો છે. ભાભી અને બીજી વાતો” એમને અનુવાદ છે. જ.ગા. ફરવા આવ્યો છું: પૃથ્વીના કર્ણપટે પ્રેમનું ગીત ધરવા ઉત્સુક કવિની મનમાજી યાત્રાને નિરૂપતી નિરંજન ભગતની પ્રસિદ્ધ ગીતરચના. એ.ટો. ૩૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy