SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક નાટકો-પ્રબલ ગતિ એન્ડ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્ટિટટયુટ, દ્વારકાના નિયામક. ‘સંસ્કૃત સ્તોત્રકાવ્ય : ઉદ્ભવ, વિકાસ અને સ્વરૂપ' (૧૯૭૮) એમનો સંશોધનગ્રંથ છે. .ટો. પ્રજ્ઞા : વારાંગના પ્રજ્ઞાને અખંડ ભિખૂએ ઉગાર્યા પછી પ્રજ્ઞા તરફ આકર્ષાયેલા અખંડને અંતે ભિyણી પ્રજ્ઞા ઉગારી લે છે–એવા વિપર્યાસ અને પરિવર્તનને લક્ષ્ય કરતું દુર્ગેશ શુકલનું એકાંકી. ચં.ટો. પ્રવવામજી : પદ્યકૃતિ ‘શ્રી પંચીકરણ પદ્યપ્રકાશ' (૧૯૬૦) તથા ‘શિવમહિમ્નસ્તોત્ર'ના સમાનાર્થ સવૈયાબદ્ધ ગુજરાતી ભાષાંતરના કર્તા. ઉપરાંત અહીં બીજા ઘણા ઉમેરો કરવામાં આવ્યા છે. ઇતિહાસ ઉપરાંત પુરાણેને પણ આ કોશ અનુસરે છે, તેમ જ ૧૦,૭૯૯ જેટલી વ્યકિતઓની હકીકતને આવરી લે છે. ઇતિહાસ-પુરાણોના પ્રસંગોના ખુલાસા માટે અભ્યાસીઓસારુ આ મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. રાંટો. પૌરાણિક નાટક (૧૯૩૮): કનૈયાલાલ મુનશીનાં, પૌરાણિક વિષયવસ્તુને નિરૂપતાં ચાર નાટકોને સંગ્રહ. આ નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે, પરંતુ તેમાં સ્વકીય ક૯૫નાથી અર્વાચીન યુગ- ભાવનાઓનું નિરૂપણ કર્યું છે. 'પુરંદપરાજયમાં સ્ત્રીની પવિત્રતા સ્ત્રી જ પાળી શકે, બળાત્કારે તે પળાવાતી નથી અને તેના પર જ દાંપત્યશુદ્ધિ અવલંબે છે તેવી ભાવના છે. ‘અવિભકત આત્મામાં તપ કે કોઈ અન્ય સિદ્ધિને નહીં, દાંપત્ય અને સ્ત્રીપુરુષ અને મહત્ત્વ અપાયું છે. ‘તર્પણ' આર્યાવર્તના પુન:સ્થાપનની ભાવનાને, તે પુત્રસમોવડી' લોકસ્વાતંત્ર્યની ભાવનાને નિરૂપે છે.' પાશ્ચાત્ય નાટકળાની સૂઝ ધરાવતાં આ નાટકોમાં સ્વભાવનાના નિરૂપણર્થે લેખકે મૂળમાં ફેરફારો કર્યા છે, છતાં એનું સંવિધાન કથળતું નથી. ભાવપષક વાતાવરણ, કુશળ સંવિધાન, માર્મિક-સચોટ સંવાદો, કાવ્યમય બનીછટા, માનવીય પાત્રચિત્રણ – એ આ નાટકોની વિશેષતા છે. કયારેક પાત્રગત-પ્રસંગગત અસંગતિઓ, ભાષા-અનૌચિત્ય, લાંબી સ્વગતોકિતઓ, શૃંગારચેષ્ટાની અતિરેકતા અહીં દોષરૂપ બને છે અને નાટકોની રંગભૂમિક્ષમતાને કથળાવે છે, છતાં આ કૃતિઓમાં મુનશીની નાટયનિપુણતાનાં સુભગ દર્શન થાય છે. સુઘડ પૌરાણિક નાટકો તરીકે આ કૃતિઓ નોંધપાત્ર છે. - ૨ દા. પ્યારે રામપ્રતાપ પ્રતાપહરી : પદ્યકૃતિ 'જુગલઝરોખા' (૧૮૯૯) અને ‘રામઝરોખાના કર્તા. નિ.વા. પ્યારેલાલ : ગાંધીજીની ૧૯૪૫ ની શાંતિનિકેતનની મુલાકાતનું વર્ણન આપતી અને રવીન્દ્રનાથ ટાગોરના વ્યકિતત્વની ઝાંખી કરાવતી કૃતિ “શાંતિનિકેતનની યાત્રા' (૧૯૬૧)ના કર્તા. નિ.. V: જુઓ, પટેલ પ્રભુદાસ ભીખાભાઈ. પ્રકાશમ્ : જુઓ, દેસાઈ પ્રફુલ્લચંદ્ર પ્રમાદરાય. પ્રજાપતિ અંબાલાલ ધ.: પદ્યકૃતિ “અલૌકિક અવધૂત'ના કર્તા. નિ.. પ્રજાપતિ કાલિદાસ ફુલાભાઈ, ‘પિનાક’: છત્રીસ કાવ્યો અને બાવીસ મુકતકોને સંગ્રહ “અરમાન' (૧૯૬૭) અને 'પ્રીતના પડઘા ના કર્તા. નિ.વો. પ્રજાપતિ મણિભાઈ ઈશ્વરભાઈ (૧૮-૩-૧૯૩૮): સંશોધક. જન્મ મણુંદમાં. એમ.એ., પીએચ.ડી. શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી નિ.વો. પ્રણામી જીવણદાસ કલ્યાણદાસ (૧૮૬૦) : નાટકાર, જન્મ લેધિકા ગામમાં. રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. કેળવણીખાતામાં નોરી. એમની પાસેથી શ્રી ચંદ્રહાસ સત્યવિજય નાટક અને અનૂદિત કૃતિ ‘જ્ઞાનવરોદય’ મળ્યાં છે. નિ.વા. પ્રણામી રામજીભાઈ નાગરદાસ: મહારાષ્ટ્ર કેસરી નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૩)ના કર્તા. નિ.વા. પ્રતાપ ભટ્ટ : જુઓ, જાશી રવિશંક્ર મહાશંર. પ્રતીક (૧૯૫૩) : પ્રિયકાન્ત મણિયારની ૧૯૪૮ થી ૧૯૫૩ સુધીમાં રચાયેલી પાંસઠ જેટલી રચનાઓને સમાવતો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં બાવીસ જેટલાં ગીત છે. રચનાઓના નૈસર્ગિક આવિષ્કારમાં અપૂર્વ તાજગી, પ્રતીકાત્મક લાઘવ અને મુગ્ધકર વ્યંજકતા છે. વિસ્મય અને વિવાદના ભાવનિરૂપણ સાથે વિવિધ છંદોનું પ્રાધાન્ય અને સુઘડ રચનાવિધાન છે. પ્રશ્નાર્થચિહને ને આશ્ચર્યચિહ્નને સાર્થક ઉપયોગ પણ છે. અહીં રાધાકેન્દ્રી ગીતાના ઊર્મિવિ ફોટમાં નવાં ભાવપ્રતીકો છે. “કંચૂકી બંધ છૂટયા ને’ અને ‘ખીલા' જેવી છાંદસ રચનાઓ તેમ જ 'કૃષ્ણરાધા અને ‘શ્રાવણની સાંજને તડકો' જેવી ગીતરચનાઓ અત્યંત લોકપ્રિય નીવડી છે. ચંટો. પ્રથમ શિશુ: ‘પ્રથમ શિશુ સૌ હાને, માતા બધી જ યશોમતી' જેવી અનુભૂતિ પર પહોંચતું ઉશનસ્ નું બળુકું નેટ. ચ.ટી. પ્રધાન પ્રભાકર વિ. : “ભગવત ભજનામૃત' (૧૯૮૬) તથા “સ્ત્રીધર્મગીતા'- ભા. ૧ (૧૯૦૭)ના કર્તા. નિ.વા. પ્રફુલ્લ ભારતીય : જુઓ, શાહ પ્રફુલ્લ મણિલાલ. પ્રબલ ગતિ(૧૯૭૪) : અમેરિકાપ્રવાસથી ખૂલેલા નવા કાવ્યક્ષેત્રનો અને ઊઘડેલી નવી કાવ્યભાષાનો પરિચય આપતી સિત્તેરેક ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy