SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પૂલના થાંભલાઓ- પેરેલિરિસ પૂલના થાંભલાઓ : રાજદરમ્ ની કાવ્યરચના. વમળાની ભીંસ વચ અચલ ઊભા રહેતા થાંભલાઓનું ઉગ્ર વ્રત અહીં તેમના રમણીય આત્માગારરૂપે પ્રગટ થયું છે. ચં.ટો. પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાને મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટયાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. ' સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે. પેટીવાળા આદરજી દાદાભાઈ: પદ્યકૃતિ સત્યબોધ દર્પણ' તથા ‘ઇ ગ્લાંડ અને દક્ષિણ આફ્રિકાને જળપ્રવાસ' (૧૯૦૪)ના કર્તા. ૨૨,૬. પેન્સિલની કબર અને મીણબત્તી : સતનું પેન્કિાલ છોલતા વૃદ્ધ અને અસ્તિબામજીનાં પાત્રો દ્વારા જીવનની અસંગતતાનો કંટાળો દર્શાવતું આદિલ મન્સુરીનું એકાંકી. ચં.ટો. પમાસ્તર ઝીણી કેખૂશરૂ: નવલકથાઓ ‘કી જગત' (૧૯૨૬) અને ‘તારાઝે તકદીર' (૧૯૨૯); નવલિકાસંગ્રહો બાન અને બીજી વાતો' (૧૯૨૯), ‘પ્યાર કે ફરજ' (૧૯૩૫) અને ઇજજત' (૧૯૩૮); નાટકો “ચશમચોર' (૧૯૩૫), 'નિર્દોષ' (૧૯૪૦), ‘તું હું અને ખેદા” વગેરેનાં કર્તા. પમારતર રૂતમ બરજોરજી (૨૭-૧-૧૮૭૭, ૧૯૪૩) : ચરિત્રકાર, મૂળ વતન રાંદેર. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ. ઍલિફન્સ્ટન કોલેજમાંથી ફારસી ઐચ્છિક વિષય સાથે બી.એ. ‘કિ સંજાણ' (૧૯૧૫), ‘દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જિદગીને ટૂંકો અહેવાલ' (૧૯૧૭), ‘અહેવાલે દાદીશેઠ (૧૯૩૧), “શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત' (૧૯૩૬) જેવા ગ્રંથો એમણે આપ્યા છે. ચ.ટા. માસ્તર યાવA અરદેશર ઝફર : નિમiધાં ગ્રહ ‘વિધવિધ વિષયમાળા'ના કર્તા. પૃથુરાજ રાસા (૧૮૯૭) : ૧૮૭૫-૭૬ માં આરંભાયેલું અને અવસાન પહલાં થોડાક સમય પૂર્વે પૂરું થયેલું, પણ મરણો રે પ્રકાશિત થયેલું ભીમરાવ દિવેટિયાનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય. દિલ્હીના છેલ્લા રાજપૂત રાજા પૃથુરાજના શાહબુદ્દીન ઘોરી સામેના યુદ્ધને મુખ્ય કથાઘટક તરીકે અને પૃથુરાજ-સંયુકતાના પ્રણયને ગૌણ કથાઘટક તરીકે સમાવતું આ કાવ્ય અગિયાર રસર્ગોમાં નિરૂપાયું છે. એમાં મુખ્ય રસ વીર અને પોષક રસ શૃંગાર તથા અદ્ભુત છે. પ્રારંભિક ભારતરતુતિ, શૃંગારનું નિરૂપણ, યુદ્ધવર્ણન અને સંયુકતાવિલાપ એના આસ્વાદ્ય અંશા છે. સંસ્કૃત મહાકાવ્યશૈલીને અનુસરતી : કૃતિને રચનાબંધ શિથિલ છે. અલકારસોંદર્ય હોવા છતાં રાંદિગ્ધતા અને કિલતા કૃતિને હાનિ પહોંચાડે છે. આમ છતાં ગુજરાતી કાવ્યસાહિત્યમાં આ કૃતિ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. બા.મ. પૃથ્વી અને સ્વર્ગ: ધૂમકેતુની ટૂંકીવાર્તા. આરણ્યક અને સુકેશીના યુમની સુકેતુ ઈર્ષ્યા કરે છે અને સત્તાને હસ્તગત કરવાના પ્રયત્નમાં સ્વર્ગને નષ્ટ કરે છે–એવા પ્રાચીન કાળના જગતની કલ્પના આપનું કથાવસ્તુ અને એ માટે પ્રયોજાયેલી રંગદર્શી શૈલી વાર્તાને વિશિષ્ટતા આપે છે. પરીન મીરઝાં મિસીસ વજીફદાર, ‘કરીન’, ‘પરવીઝ: ‘જામે જમશીટમાં કટારલેખન. ત્યારબાદ મુંબઈ વર્તમાનમાં અને પછી ‘કયસરમાં સ્ત્રીકટાર ચલાવેલી. એમણે “અમર આશા' (૧૯૩૯) નવલકથા આપી છે. 4.ટી એ.ટો. પેટ : શરીરને ખાતર પટ નથી પણ પટન ખાતર શરીર છે એવા. વક્રદર્શનથી વિકસેલા જાતીન્દ્ર હ. દવને કટાક્ષયુકત હારયનિબંધ. ચં.ટો. પેટ ચોળીને પીડા : સાહિત્યમાં આવતાં નવાં પ્રતીકોને લક્ષ્ય કરતા રમણલાલ પાઠકનો કટાક્ષનિબંધ. ચંટો. પેટીગરા માણેકશા કાવસજી: ‘એક સદીની સંક્ષિપ્ત કીર્તિકથા” (અન્ય સાથે, ૧૯૫૨)ના કર્તા. ૨.૨.દ. પરેલિસિસ (૧૯૬૭) : ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથા. વેદનાની ઊંડી ગર્તામાં ધકેલી દે એવા પ્રસંગો એક પછી એક બન્યા પછી, પાકટ ઉંમરે પહોંચેલા એકાકી પ્રોફેસર અામ શાહ, પેરેલિસિસને હુમલો થતાં, હોસ્પિટલમાં નર્સ આશિકા દીપની સંભાળ નીચે આવી પડે છે. સતત સહચારથી અને સહાનુભૂતિના વાતાવરણમાં વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતી આશિકા સાથે થોડાં સપ્તાહ દરમિયાન રચાયેલા વિશ્વમાં, વર્તમાન ને પીઠઝબકારના સંપાદનકસબથી તાદૃશતા નોંધપાત્ર બની છે. ભૂતકાળના બનાવોની સ્મૃતિઓ અને વર્તમાનના તંતુ એકબીજા સાથે એવાં સ્વાભાવિકતાથી ગૂંથાઈ જાય છે કે આખો કસબ સહજ અને અનાયાસ લાગે છે. આવી સંરચના વડે કૃતિમાં પરલક્ષિતા સિદ્ધ થઈ છે. સાક્ષાત્ રોગની ભૂમિકા જીવન આખાની પક્ષાઘાતવેદનાને વધારે મૂર્ત અને નક્કર બનાવતી હોઈ કૃતિ ચુસ્ત બની છે. ૨.શા. ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૭૭ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy