SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પારેખ રમેશચંદ્ર રમણલાલ - પારેખ લલુભાઈ પ્રાણવલ્લભદાસ બાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રમ'નાં દર્શન થાય, છે. બાળકાવ્યોના સંગ્રહો 'હાઉક' (૧૯૭૯) અને ચી' (૧૯૮૪)નાં કાવ્યો ભાષાની સાદગી, રાળના, શિશુસહજ કલ્પના ને બનીનો વિનિયોગ, સહજ સરી આવતી રમતિયાળ પ્રાસ ને લયની લીલ, હળવાશ-મસ્તી અને ગેયતાને કારણે આકર્ષક બન્યાં છે. ‘હફરક લફરક' (૧૯૮૬)માંની બાળવાર્તાઓમાં પણ તેઓ ભાષાની શકિતને નવેસરથી કામે લગાડે છે, જોડકાણાંના ઉપયોગથી વાર્તાને કાવ્યતા આપે છે અને એ સંદર્ભમાં જ શબ્દોના વા ન લહેકાઓની પસંદગી કરે છે, તેથી એમની વાર્તાખી સર્જકતા રાખે બાળસુલભ મનહરના ધારણ કરે છે. પશુપંખી સાથે ફળે, ઈકલ અને ખિરસું પણ મની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, જેથી બાળકનું વિશાળ સંવેદનવિશ્વ પ્રત્યક્ષ થાય છે. પારેખ રમેશચંદ્ર રમણલાલ, ‘તૃપિત' (૫-૨-૧૯૪૫) : કવિ, નાટકાર, વિવેચક. જન્મ વતન અમદાવાદમાં. ર ન્યૂાસ એમ.સી., પીએચ.ડી. થોડો સમય અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં. ૧૯૭૫ થી મહુધાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. કૃપણલાલ શ્રીધરાણીનાં કાવ્ય અને નાટકો' (૧૯૮૫) નમક એમના શોધનિબંધમાં શ્રીધરાણીનાં નાટકોની થયેલી સર્વગ્રાહી. ચર્ચા વિશેષ ધ્યાનપાત્ર છે.એમનાં કાવ્યો, એકાંકીઓ અને વિવેચન લેખે વિભિન્ન સામયિકોમાં પ્રગટ થયાં છે. કાવ્યસંગ્રહો છે. એમાં ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપને ખેડ્યાં છે; તે થોડાંક સૅનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર ચીમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભલે ને ૨. [ભવ્યકિતમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવી નકોર કાવ્યબાની, ભૂતને અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગિ, એને લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પસરચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપે, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તરમાંશ છે. ઝંખના, અભાવ, વેદના, વિફલતા, એકલતા, વંધ્યતાના ભાવે એમની ગઝલમાં વારંવાર વ્યકત થાય છે, તે ગદ્યકવિતામાં નિરૂપાય છે નગરસંસ્કૃતિની વિરૂપતા. મધ્યકાલીન સેરટી ગેપગામઠી લેબાશવાળાં તથા ન્હાનાલાલનું અનુસંધાન કરતાં સૌંદર્યમંડિત ઊર્મિગીતો દ્વારા તેઓ રાવજીમણિલાલ દાર સિદ્ધ થયેલા આધુનિક ગુજરાતી ગીત સફળતાએ પહોંચાડે છે. એમનાં ગીતામાં વિવિધ વયની નારીના હૈયાના પ્રમ, વિરહ, અજંપેડ, એકલતા, અભીપ્સ, ઝંખના ઇત્યાદિ ભાવનું અભિનવ અ.લેખન થયું છે. લેકગીતમાં આવતી ત્રાજવાં ફાવતી નાયિકા ગે: પવધૂ સેનલ, ગ્રામીણ પરિવેશ, કંકુના થાપા -પળિયા-આભલાનાં તારણ-ઓળીપે-સાથિયા-ચાકળા-ગર્યમાનાં વ્રત જેવો અસબાબ, સ્પર્શક્ષમ તળપદ લહેકા, લોકલયના વિવિધ પ્રયોગો અને ઇન્દ્રિયવ્યત્યય એમનાં ગીતોને નિજી વ્યકિતતા અર્થે છે. સેનલને ઉદ્દેશીને લખાયેલાં ગીત તથા મીરાંકાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ‘ખમ્મા આલાબાપુને સંગ્રહમાં તેઓ કૃતક મધ્યકાલીન સામંતી વૈભવ અને વીરતામાં રાચતા જર્જર લાખાચરને પત્ર કેન્દ્રમાં રાખીને વિવિધ વસ્તુ, પાત્ર, વાત,વરણ, પ્રસંગ ને. અસબાબને આધારે માનવીના મિથ્યાભિમાનની વિડંબન કરે છે. વ્યંગવિનોદથી ભરપૂર ! હારયચિત્રાવલિમાં તેઓ ગીતને ઢાળબાળલય-પ્રસંગકાવ્ય-સૉનેટ-અછાંદસ એમ વિવિધ અભિવ્યકિતરૂપે અજમાવે છે; નવીન તાજગીભર્યા પ્રતીક, વાઇટ:, નટ:ત્મકતા અને તળપદ બેલીના બળકટ પ્ર:ગે કરે છે; તે વ્યાજવીર દ્વારા માનવજીવનની ઘેરી કરુણતાને વ્યંજિત કરે છે. ભવ્ય ભૂતકાળના જર્જર પ્રતિરૂપ સમા આલાબાપુનું કૃતક અસ્મિતાનું ગૌરવ દલપતરામના ‘મિથ્યાભિમાન’ના જીવરામ ભટ્ટની યાદ આપે છે. ‘સ્તનપૂર્વક' (૧૯૮૩) નામના વાર્તાસંગ્રહથી એમણે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમન-પ્રકૃતિ-સંબંધની સંકુલતાઓને તથા માનવીની કશક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેને પ્રાપ્તિ માટેને દાણ સંઘર્ષ અને અંતે મળતી વિફલતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લકથાના મેટિફને પ્રગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતનાપ્રવાહ, દુ:સ્વપ્ન, પ્રતીક, નાટયાત્મક ભંગિ ૨ નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ દ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવાનુભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે. પારેખ રવીન્દ્ર મગનલાલ (૨૧-૧૧-૧૯૪૬) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ કલવાડા (જિ. વલસાડ)માં. શિક્ષણ સુરતમાં. ૧૯૬૯માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી ફિઝિકસ વિષયો સાથે બીએસ.સી. ત્યાંથી જ ૧૯૭૭માં ગુજરાતી મને - વિજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૭૯માં ગુજરાતી હિન્દી વિષયમાં એમ.એ. રહસ્યકથાના સ્વરૂપમાં સ્ત્રી-પુરુષના આંતરસંબંધોનું મને!વૈજ્ઞાનિક અભિગમથી વિશ્લેષણ કરતી નવલકથા ‘ળદુગ' (૧૯૮૪) અને ‘અતિક્રમ’ (૧૯૮૯) એમણે આપી છે. ‘સ્વપ્નવ' (૧૯૮૬) એમને ટૂંકીવાર્તાઓને સંગ્રહ છે. પારેખ રામુ : કાવ્યસંગ્રહ ‘ઘણ' (૧૯૮૧) અને આભારી ફૂલની ફોરમ' તથા નવલકથાઓ ‘ખાલીખમ આકાશ’ અને ‘સળગતી ક્ષણા'ના કર્તા, પારેખ લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ : “વલ્લભાચાર્યજીનું જીવનચરિત્ર' (૧૯૦૭), ‘કૃષ્ણલીલામૃત’ - ભા. ૧, ૨ (૧૯૦૯, ૧૯૧૧), ‘તત્ત્વાર્થદીપ નિબંધ' (૧૯૦૯) જેવા પૃષ્ટિમાર્ગના ગ્રંથો તેમ જ ‘ગુજરાતી શબ્દાર્થભેદ થવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચે તફાવત’ (૧૮૯૧)ના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy