SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવ્યકિત એ આ વાર્તાઓની વિશેષનાઓ છે. 'તરસના કૂવાનું પ્રતિબિંબ’, ‘સાંઢણી’, ‘કોરો સારંગ’ કચ્છના રણપ્રદેશની વિધિ વાર્તાઓ છે. ધી.. અંતિમ અધ્યાય (૧૯૮૩) મનુભાઈ પંચોળી - ‘દર્શકના નાટયગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટવસ્તુ બીજા વિષ્ણુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ —‘સાદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતની પાર જઈ દર્શાવુબ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ કાષ્ઠા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે. મુ.મા. અંત:સ્રોતા : ચુનીલાલ મડિયાની ટૂંકીવાર્તા. આંગળિયાત પુત્ર માટે નિખાર નૈઃ ધરાવતા વૃદ્ધ પિતાના અંત:સ્રોતનું એમાં નિરૂપણ છે. .. અંદરાના માણેકલાલ નાનજી; ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ' (અન્ય સાથે, ૧૯૦૪) પદ્યકૃતિના કર્તા. ૨.ર.દ. અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી’ (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક, તેઓ આવા’ કાવ્યસંગ્રહના કનાં છે. ચંટો. અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ, ‘બદમાશ’(૧૫-૭-૧૯૪૭): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૯૬૯માં બી.કોમ, ભાવનગરમાં બૅન્ક ઓફ બરોડામાં કલાર્ક. એમના ગઝલસંગ્રહ ‘માથાની મળી’(૧૯૭૩)માં તીવ્ર કટાક્ષ દ્વારા સમાજની વિષમ પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં નાવ્યા છે. પા.માં. અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’(૧૪-૧૦-૧૯૩૬): વિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬ માં મિકેનિકલ એન્જિનિયર, સંઘવી ઇન્ડસ્ટ્રીમાં કાકે, એમણે ગઝલસંગ્રહ 'નંદનવન' (૧૯૭૯) અને 'ડાર’(૧૯૩૩) આપ્યા છે. પા.માં. અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક, ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭ માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષક અને પછી અધ્યાપક તરીકે ભાવનગર Jain Education International અંતિમ અધ્યાય – આકલન અમરેલીમાં કામગીરી બજાવી, ૧૯૮૧ થી ગુ. ૬. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયમાં વ્યાખ્યાતા. ‘બાલમૂતિ' માસિકના સંપાદક, ‘માતૃભૂમિના મરજીવા’ (માતીભાઈ પટેલ સાથે, ૧૯૭૮) ચરિત્રગ્રંથ ઉપરાંત ચન્દ્રશેખરે જાશદ', ચમાર ગિમિત્ર' અને ‘અશફાકઉલ્લાખાં’ચરિત્રપુસ્તકો એમણે આપ્યાં છે. એમણે ‘ગાય કી ગો’'(૧૯૭૬) નવલક્થાની ગુજરાતી અનુવાદ પણ આપ્યા છે. પા.માં. અંયાજીના રૂસ્તમજી ભીખાજી: ‘મુંબઈ સમાચાર'માં બે હપતે પ્રગટ થયેલી વાર્તા ‘માતાના પ્રેમની અમરકથા : મહાદેવની મા (૧૯૫૫)ના કર્તા. ૨૨.૬. અંબારામ મંગલજી: ‘(૭) રનોવા’(૯) પદ્યકૃતિના કતાં. 2.2.2. અંબાલાલ ડાયર : જુઓ, ભાવસાર અંબાલાલ હાલચંદ. આંબાશંકર ગૌરીશંકર : 'દેવતાઈ સપનું અથવા ઐતિહાસિક ન્યાયરૂપ સંવાદ’(૧૮૮૭)ના કર્તા. ... અંબાશંકર માતીરામ : 'ગદચન્દ્રવાળા' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા. અંબુજ : જુઓ, મહેતા અંબાલાલ માણેકલાલ, આઇ. એમ. એસ. એસ.: દિલાવર દુશ્મન' નવાના કર્તા. ૨.ર.દ. ... આકલન (૧૯૬૪): રામનારાયણ વિ. પાઠકના પ્રકાશિત-અપ્રકાશિત ત્રીસ વિવેચનલેખોનો સંગ્રહ. આ ગ્રંથમાં છ લેખા સંસ્કૃતસાહિત્યવિચારને લગતા છે, ત્રણ લેખો માચચર્ચાના છે, બે લેખો વાર્તા ઉપર છે, જ્યારે છ વખા છંદચર્ચાને લગતા છે. અન્ય લેખો પ્રકીર્ણ છે. આ ગ્રંથનું ધ્યાનાકર્ષક પાસ લેખકના સંસ્કૃત સાહિત્યવિચાર વિષયક લેખો છે. આ ગ્રંથ વિષે નોંધાયું છે તેમ, રામનારાયણ પાઠકના સમયથી સંકૃતસાહિત્યનું પુનરુત્થાન શરૂ થાય છે. લેખકની કાવ્યવિચારણાનું મહત્ત્વનું લક્ષણ છે સંસ્કૃત-કાવ્યવિચારની સમકાલીન સંદર્ભમાં તપાસ, કાવ્ય કે નાટયમાં સામાજિકને જે રસાનુભૂતિ થાય છે તે કાવ્ય કે નાટકમાં પાત્રાના ભાવો રૂપી સામગ્રીથી કઈ રીતે જુદી પડે છે તે મુદ્દાને લેખક સંસ્કૃત-કાવ્યવિચારથી આગળ જઈ માર્મિક રીતે ટ કરી આપે છે. મમ્મટની રસમીમાંસા' સંસ્કૃત-સાહિત્યવિચારની સર્વગ્રાહી, સૂક્ષ્મ અને મૌલિક અભિગમથી મુક્ત રઆત કરન લેખ છે. સંસ્કૃત તેમ જ પાન્ય કાવ્યવિચારના ઉત્કૃષ્ટ પ્રથાની રચનાનો પરિપાક આ ગ્રંથમાં છે. For Personal & Private Use Only 6.2. ગુજરાતી સાહિત્યકોશ - ૨:૧૭ www.jalnelbrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy