SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત પ્રભાકર રામચન્દ્ર- પંડિત રામુ બુદ્ધિપ્રસાદ તરંગ’ માસિકના સંપાદક. એમના પુસ્તક 'કાળને કઢાપ' (૧૯૬૪)માં રાંવત ૧૯૫૬ માં પડેલ મોટા દુકાળ વેળાની આપત્તિઓનું પદ્યાત્મક વર્ણન છે. શ્રી વિહારીલાલ વિરહ' (૧૮૯૯) અને 'વિકટોરિઆ વિરહવિલાપ (૧૯૦૧) એમનાં કરુણપ્રશસ્તિકાવ્યો છે. એમની પાસેથી ‘ાલંધર અને સતી વૃંદા' (૧૯૨૧)ની કથા આલેખતી પદ્યકૃતિ અને ‘નાનજીઆણી કરીમઅલી રહીમનું જીવનચરિત્ર' પણ મળ્યાં છે. આયુર્વેદિત્ય' એ સંસ્કૃત વૈદકશાસ્ત્રનાં પુસ્તકને આધારે એમણે તૈયાર કરેલ વૈદક વિશન પદ્યાત્મક ગ્રંથ છે. નિ.વા. પંડિત મનસુખલાલ નેમચંદ : ‘જન ગરબાવલી' (૧૯૮૧)ના કર્તા. બધે ભાગ અગ્રંથસ્થ હોવા છતાં એમના પ્રકાશિત છે ગ્રંથે મૂલ્યવાન છે. 'પ્રાકૃત ભાષા' (૧૯૫૪) હિંદીમાં અપાયેલાં ત્રણ વ્યાખ્યાનના સંચય છે. 'ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (૧૯૬૬)માં ભાષાના સ્વરૂપ અને ઇતિહાસને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. અહીં પ્રસ્તુત થયેલું ગુજરાતીના 'મર્મર સ્વરો’ વિશેનું વિશ્લેષણ આ લેખકનું ભાષાવિજ્ઞાનક્ષેત્રે મૌલિક પ્રદાન છે. ભાષાના સંકેતોથી માંડી છેક બોલીનું સ્વરૂપ અને બોલીઓના કમિક વિભાજને સુધીના વિષયોને અહીં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતીમાં ભાષાવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક કીમતી છે. ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો' (૧૯૭૩) માં નવા વિચારો અને નવા પ્રવાહ આવતાં ભાષાસંશોધનનો જે દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે તેને અનુલક્ષીને ઇતિહાસ, સમાજ તેમ જ માનવના ચિત્તાતંત્રની વાવિષયક ક્ષમતા જેવાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા, ભાષાવિષયક પ્રશ્ન અહીં પ્રસ્તુત કર્યા છે. ‘પડાવશ્યકબાલાવબોધવૃત્તિ' (૧૯૭૬) એમને શોધપ્રબંધ છે. ‘વ્યાકરણ : અર્થ અને આકાર' (૧૯૭૮)માં ચસ્કી તેમ જ ફિલમેરનાં મોડેલને અનુલક્ષીને એમણે સંરચનાવાદી અભિગમથી ગુજરાતી વ્યાકરણ અંગેના અભ્યાસ માટે નવી પદ્ધતિઓને અખત્યાર કરી છે. 'પંચરંગી સમાજમાં ભાષા' (૧૯૮૩) મૂળે એમના અંગ્રેજીમાં લખાયેલા ‘લૅન્વેજ ઇન એ કુરલ સોસાયટી'ને ગુજરાતી અનુવાદ છે. ચં.ટો. પંડિત પ્રભાકર રામચન્દ્ર: શબ્દકોશ ‘અપભ્રષ્ટ શબ્દપ્રકાશ (૧૮૮૦)ના કર્તા. ૨૨,૮. પંડિત ફરસરામ કેશવરામ : નવલકથા “અવિદ્યાની ભૂલભૂલવણી : પિતાગૃહનિવાસ’- ગ્રંથ ૧(૧૯૨૧)ના કર્તા. પંડિત મનુભાઈ જગજીવનદાસ (૨૦-૮-૧૯૨૮) : જીવનચરિત્રલેખક, બાળવાર્તાલેખક. જન્મ ઉનાવા (જિ. ગાંધીનગર)માં. ૧૯૧૨ માં સ્નાતક, ૧૯૫૪માં ડી.પી.ઍડ. વાસુથધામ, મઢીમાં આચાર્ય. એમણ મહાપુરુષોનાં જીવન અને પ્રસંગચિત્રાને આલેખતી ‘બાપુ આવા હતા' (૧૯૫૩), 'ટાગોર આવા હતા' (૧૯૬૦), ‘આપણા વિનેબા' (૧૯૬૦), ‘આપણા જુગતરામકાકા’ (૧૯૮૦), ‘સાધક શ્રી છોટુભાઈ' (૧૯૮૩), 'સંત પરમહિતકારી' (૧૯૮૩) વગેરે ચરિત્રકથાઓ ઉપરાંત પાકે ઘડે’, ‘નદી મારી મા', 'છ પૈડાંની દુનિયા', 'દુ:ખનું મૂળ, ‘કાશને રંગ' વગેરે બાળવાર્તાઓ આપી પંડિત મંગલજી ઉદ્ધવજી, ‘ગગનવિહારી', ‘મંગલ', ‘શરમ': જન્મ દાત્રાણામાં. સાહિત્યભૂષણ, શુદ્ધ તવિશારદ. એમણે ‘નારી' (૧૯૪૭), ‘ભકત રોહીદાસ' (૧૯૬૬) અને ‘દૃષ્ટાંત રત્નાકર’ - ભા. ૧-૨ (૧૯૭૫) જેવા ચરિત્રગ્રંથા તથા સ્ત્રીરત્ન કથાસંગ્રહ (૧૯૫૨), લખંડ અને પારસમણિ' (૧૯૭૫) વગેરે અન્ય ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત કેટલાંક ભાષાંતરો પણ એમણે આપ્યાં છે. ર.ટી. પંડિત માલતીબહેન ઈશ્વરપ્રસાદ : ‘રમાબાઈ રાનડેનું ચરિત્ર' (૧૯૩૩)નાં કર્તા. પંડિત બહાદુરશાહ માણેકલાલ (૩૦-૪-૧૯૩૦, ૨૫-૧૧-૧૯૮૧) : નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ સઈજ (જિ. મહેસાણા)માં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૦માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૬૩ થી ૧૯૬૬ દરમિયાન તલોદ અને અમદાવાદમાં વ્યાખ્યાતા. ૧૯૬૬ થી ૧૯૭૩ સુધી આર્ટ્સ ઍન્ડ કૅમર્સ કોલેજ, ખેડામાં આચાર્ય. એ પછી ૧૯૭૩ થી ફરી અમદાવાદમાં વ્યાખ્યાતા. ‘માનવ થાઉં તો ઘણું (૧૯૮૦)માં ચારિત્ર્યઘડતરને લગતા નિબંધ છે.‘૧૯૬૯નું ગ્રંથસ્થ વાડ મયમાં નવલકથાવિભાગની સમીક્ષા એમણે કરેલી છે. ‘પાંદડાં પરદેશી’ તેમ જ 'જીવનવિકાસનું શિક્ષણ' (અન્ય સાથે) એમના અનુવાદગ્રંથે છે. - બ.જા. પંડિત ભાઈશંકર વિદ્યારામ (૧૮૭૯,-) : કવિ, જીવનચરિત્રકાર, જન્મ બેરસદ તાલુકાના કાવીઠા ગામમાં. નવ ધોરણ સુધીને અભ્યાસ. ત્યારબાદ વૈદકશાસ્ત્રનો અભ્યાસ. વ્યવસાયે વૈદ્ય. ‘જ્ઞાન પંડિત મૂલાનંદજી સરસ્વતી : જુઓ, અંજારિયા મૂળરા૧૮. પંડિત મેહનલાલ જે. : પદ્યકૃતિ “મેહનતંત્રમાળા'ના કર્તા. પંડિત રામુ બુદ્ધિપ્રસાદ (૧-૪-૧૯૨૭): જીવનચરિત્રલેખક. જન્મ વિસનગર (જિ. મહેસાણા)માં. ૧૯૪૮ માં બી.કૅમ. પછી અમેરિકા જઈને એમ.એ. થી એમ.બી.એ. સધર્ન કેલિફોર્નિયા, વડોદરા તથા ગુજરાત અનિવર્સિટીમાં અધ્યાપન. ઇન્ડિયન મરચા ચૅમ્બર્સના સેક્રેટરી અને જમનાલાલ બજાજ ઇન્સ્ટિ ૩૪૦: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy