SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેલી મનુભાઈ રાજારામ વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી નુભવ સંપર્શ છે. જેલના નિષ્ફર અમલદારોના દમનને નડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે. ૧૮૫૭ ના મુકિતસંગ્રામની પશ્ચાદભૂમાં રાયેલી નવલકથા બાંધન અને મુકિત' (૧૯૩૯) માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો પણ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના. સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુકિતની વાત રધૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યકિત પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરની સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલયાના વિજયની અને એ વિજ્ય માટે અપાતાં બલિદાનની ગૌરવગાથા છે. પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા 'દીપનિર્વાણ' (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજયો- ખાસ કરીને બ્રાહ્મણ, માલવ અને કદના ઐતિહાસિક સંદર્ભની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશકિત સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્ર એક સીમાચિહ્નરૂપ છે. એમની બહુખ્યાત નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી' - ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રના ગાંતરવિશ્વનું ઉદ્ઘાટન, તમને ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટન'ઓન' સંદર્ભે થાય. છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂકભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તે પુરુષાર્થને જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યરત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન – એ બધાંને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાને સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તે પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના વિષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિથાઇન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્ર અને પ્રસંગેના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરણ, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ,યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ ફલક પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજ લેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં ‘મધુરણ સમાપયેત્ ની પરંપરા સ્વીકારી છે. શીંગડાનાં કોતરોમાં આરંભાતી કથાને અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદેતું નથી. કયારેક તે ટૂંકા, માર્મિક અને સચોટ ઉદ્ગારો દ્વારા વ્યકત થનું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થનું ચિંતન પાત્રના હૃદયસંવેદનને સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે. ‘સેક્રેટીસ' (૧૯૭૪) મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથા સંદડવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લેકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સેક્રેટીસને આપણી વચ્ચે હરતીફર કરવા પ્રેર્યા છે. ગીક પ્રજાની બહિર્મુખી જીવનદૃષ્ટિ, પાર્થિવ સૌંદર્યની ઉપાસના અને તે સાથે સત્યની ખોજ માટે મથામણ અનુભવતા સેક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોત્તર પકવ બનેલી સર્ગશકિતને વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાર્થાત ગરિમા જાળવી રાખનારી છે. ‘દર્શક’ માને છે કે હજારોના ચિત્તને જે નિર્મળ, ઉતાવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાને જે અદૃષ્ટ બલિક રાણકો ઊઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે. એમનું ગદ્ય સાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણને તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનહર હોય છે. પ્રકૃતિદૃશ્ય કે પ્રાણયનાં કોમળ-મધુર સંવેદનાના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસોંદર્યના અનુભવ કરાવે છે. એમનું ભાષાસામ અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્ત્વનાં પરિબળે છે. ‘જલિયાંવાલા' (૧૯૩૪) એમની પ્રથમ નાટકૃતિ છે. ૧૯૧૯ -ના એપ્રિલની ૧૩ મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી દૂર કલેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દોમાં વહેંચાયેલા નાટક ‘અઢારસે સત્તાવન' (૧૯૩૫) માં અહિરક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક ‘પરિત્રાણ” (૧૯૬૭) માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. ‘સદો' અને ‘હેલન’ જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આતંકને ભોગ બનેલી અને તેને પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતને નાટ્યસંગ્રહ “અંતિમ અધ્યાય (૧૯૮૩) હિટલર જેવા અમાનુપી સરમુખત્યારના કરણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દૃષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક - ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૩૭ Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy