SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પરિત્રાણ – પરીખ કેશવલાલ મોતીલાલ શદા’ અને ‘હરિના હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શાકપ્રશરિતઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડા રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપનું વિનોદમય વડાદરા નગરી' નિજી વિશેષતાઓથી ધ્યાન ખેચે છે. પરીક્ષા : લેહી • જોઈ શકનારી ગુજરાતી પ્રજાને દિદરતાનની રક્ષા કાજે અસહકારની લતમાં જોડાઈ સામી છાતીએ ગાળી ટીલી, માર્યા વગર મરવાના મંત્રની કારી આપતા મોહનદાસ કરમચંદ ગાંધીને નિબંધ. પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી, 'દર્શક'નું ‘મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટકકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્ચન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તા હાય અને છતાં રસ્તા લેવાય નહિ એવા સંકલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવા ધ્વનિ અહીં કેન્દ્રવતી છે. ભીમ-શિખંડીને પ્રસંગ કે શનિ-કૃષ્ણનો કુર ક્ષેત્રને પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે. - ચં.ટો. પરિભ્રમણ - ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭) : ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને સાહિત્યેતર વિષયના લેખાના સંગ્રહ. પત્રકારત્વની નીપજરૂપ આ લેખ લખવા પાછળ લેખકના બે મુખ્ય હેતુઓ હતા: સાહિત્યકારને પ્રજાના જીવન-ઉબર સુધી લઈ જવા અને સાહિત્યને પ્રજા સમક્ષ લઈ જવું; તે કારણ લેખામાં વિપુલ વિષયવૈવિધ્ય છે અને શૈલી વિવેચનાત્મકને બદલે રસળતી છે. સાહિત્ય' શબ્દને મેઘાણીએ ખૂબ વ્યાપક અર્થમાં લીધું છે, એટલે અહીં સાહિત્ય અને સાહિત્યની આસપાસની પરિસ્થિતિ વિશના જાતભાતના લેખે છે. કેટલીક અનૂદિત વાર્તાઓ, કેટલાક ચિંતકોના સાહિત્યવિષયક વિચારો, સાહિત્યકારના જીવન વિશેની કેટલીક વાતો તથા સાહિત્યપ્રકાશન અને પ્રચારની વાત ઉપરાંત સાહિત્ય અને જીવન સાથેનો સંબંધ, સાહિત્યમાં આકૃતિ અને અંતરdવ ઇત્યાદિ વિવિધ વિષયો પરના લેખે અહીં છે. પરીખ અનિરુદ્ધ જશભાઈ, ‘સમ્રાટ' (૩-૧-૧૯૧૬) : કવિ, ચરિત્રલેખક. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. નવપ્રભાત પ્રેસ, અમદાવાદમાં પ્ર ફરીડર. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘રણભરી' (૧૯૬૨) તથા ચરિત્રલક્ષી પુસ્તકા ભકતરાજ હનુમાન' (૧૯૪૪) અને 'મા આનંદમયી' (૧૯૫૦) મળ્યાં છે. નિ.વા. પરીખ ઇન્દુલાલ એમ. ‘રામદાસ' : ધર્મબાધક પદ્યકૃતિઓ ‘કલગીતા' (૧૯૫૩) અને ‘રામકથા' (૧૯૫૭)ના કર્તા. - (ન.વા. પરીખ કાન્તિલાલ અમથાલાલ: ચિંતનાત્મક લખાની રાંગ્રહરૂપ પુસ્તક “ઈશ્વરનું અસ્તિત્વ' (૧૯૫૨)ના કતાં. નિ.વા. પરીખ કાન્તિલાલ હરિલાલ, ‘ત્રિશૂળ', નિરામય', ‘શિવ’ (૭-૫-૧૯૧૩): નિબંધલેખક. જન્મ દાજમાં. બી.એ., એલએલ.બી. ‘લોકભારતી'ના તંત્રી. સત્યમ્ શિવમ્ સવા ટ્રસ્ટના ટ્રસ્ટી. ‘માટીના ચૂલા' (૧૯૪૧), ‘મારો ભારતદેશ' (૧૯૪૫), નવી ઉપ ઊઘડી રહી છે' (૧૯૬૧), 'પગલે પગલ' (૧૯૮૪), ‘જીવનપથને અજવાળી દઈએ' (૧૯૮૫) જેવાં પુસ્તકો ઉપરાંત અમાણ ‘હ હ હ’(૧૯૪૧) અને ‘અમ કુસુમડાં' (૧૯૮૫) જવાં બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે. નિ.વા. પરીખ કુમુદ સુબોધ ૪-૭-૧૯૩૨): કવિ. જન્મ ગાધરામાં. ૧૯૪૯ માં એસ.એસ.સી. ૧૯૫૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૮૨માં મ. સ. યુનિવર્સિટીમાંથી ‘મધ્યકાલીન સાહિત્યમાં દશમસ્કંધ : તુલનાત્મક અધ્યયન’ પર પીએચ.ડી. ૧૯૬૪ થી આજ સુધી શેઠ પી. ટી. આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજ, ગાધરામાં અધ્યાપન. અરવ સૂર' (૧૯૮૭) અમને કાવ્યસંગ્રહ છે. ચ.ટા. પરિયાણી અબ્દુલસત્તાર ઈસા (૫-૩-૧૯૩૫) : નિબંધકાર. જન્મ પાલીતાણામાં. ૧૯૫૭માં સિંધ મુસ્લિમ કોલેજ, કરાંચીથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. રેડિયો પાકિસ્તાનમાં પહેલાં પ્રોગ્રામ આસિસ્ટંટ પછી પ્રોડયુસર, અત્યારે ગુજરાતી સર્વિસના ઈન્ચાર્જ. ગુજરાતી ડ્રામેટિક સોસાયટી, કરાંચીના મંત્રી. ‘સબરસ' (૧૯૭૯) એમને હળવા લેખોનો સંગ્રહ છે. એ.ટો. પરિવ્રાજક : જુઓ, પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ. પરિશીલન (૧૯૪૯): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને, વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. “સાધારણીકરણ” અને “આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતનજેવા લેખે મૂલ્યવાન છે. “વિવેચનની પ્રતિષ્ઠામાં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોરોજક છે. એ.ટી. પરીખ કૃષ્ણકાન્ત મહનલાલ: ‘અગરબત્તી અને બીજાં કાવ્યા (૧૯૬૭)ના કર્તા. નિ.વા. પરીખ કે. બી. : ‘અફસાસમાં આનંદ અથવા બોધદાયક ગાયને અને બ્રહ્મચર્ય' (૧૯૨૩)ના કર્તા. નિ.વા. પરીખ કેશવલાલ મોતીલાલ ૨૧-૧-૧૮૫૩, ૨૬-૧૨-૧૯૦૭) : કવિ, નાટયકાર, નિબંધકાર, અનુવાદક. જન્મ કઠલાલ (કપડવંનત) ૩૨૮: ગુજરાતી સાહિત્યકાશ - ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy