SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પટેલ ભાઈલાલભાઈ દેસાઈભાઈ – પટેલ ભેળાભાઈ શંકરભાઈ (૧૯૩૭), ‘કેમ અને શા માટે ?' (૧૯૩૮), ‘ભારત પર ચીની આક્રમણ' (૧૯૬૨) વગેરે નાની મોટી અઠ્ઠાવીસ પ્રકીર્ણ પુસ્તિકાઓ આપ્યાં છે. પટેલ ભાઈલાલભાઈ દેસાઈભાઈ : પદ્યકૃતિ ‘દેશદર્પણ યાને હૃદયના ઉદ્ગાર' (૧૯૨૧), ‘વળી આ નવું ધતીંગ' (૧૯૨૩) તથા દ્વારકા બેટ દર્પણ' (૧૯૧૦) ના કર્તા. પટેલ ભાઈલાલભાઈ ઘાભાઈ (૭ ૬-૧૮૮૮, ૩-૩-૧૯૩૮) : આત્મકથાલેખક. જન્મ સારસા (જિ. ખેડા)માં. પૂનાની ઇજનેરી કોલેજમાંથી એલ.સી.ઈ. થઈને જાહેર બાંધકામ ખાતામાં ઇજનેર તરીકે મહારાષ્ટ્ર, સિંધ અને પછી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંલગ્ન. ૧૯૪૨માં નિવૃત્ત. સિંધની સક્કરબરજ નહર યોજનાના પતિ અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક. સ. ૫. યુનિવર્સિટીના ઉપકુલપતિ. ગુજરાતના રૌક્ષણિક તથા રાજકીય જગતમાં ‘ભાઈકાકા’ તરીકે સુવિદિત. એમણે સંસ્મરણગ્રંથ ‘સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ' (૧૯૫૪) આપ્યો છે. આ ઉપરાંત તેલ અને લૂણેજ' (૧૯૫૮) નામક પરિચયપુસ્તિકા એમના નામે છે; તે ‘ભાઈકાકાનાં સંસ્મરણો (૧૯૭૦) નામક પુસ્તક ઈશ્વર પેટલીકરે સંપાદિત કરેલું છે. પટેલ ભાઈલાલભાઈ મગનભાઈ : ‘સૂર્ય કમલા નાટકનાં ગાયન' (૧૮૯૭)ના કર્તા. પટેલ ભાગીલાલ રવિચંદ : બેધક કથાકાત ‘જીવના નર ભદ્રા પામશે’ (૧૮૯૧)ના કર્તા. નિ,વા. પટેલ ભોળાભાઈ શંકરભાઈ (૭ ૮-૧૯૩૮) : નિબંધકાર, વિવેચક, અનુવાદક. જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી. ૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજીભાષાવિજ્ઞાન વિષયોમાં પુન: એમ.એ. ૧૯૭૮માં હિંદીમાં “અન્નય : એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી રારદાર વલ્લભભાઈ આટર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯ થી હિદીના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી રીડર. અત્યારે ત્યાં જ હિદી વિભાગના અધ્યક્ષ. ૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય રાાહિત્યના વિઝિટિંગ ફેલો. ‘પરબ'ના તંત્રી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. પ્રવાસનિબંધ ના લલિત નિરૂપાગમાં અમાણ પાતાની આગવી મુદ્રા ઉપસાવી છે. એમાં સ્થળકાળનાં સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે; આથી જ ‘વિદિશા'(૧૯૮૦) નિબંધસંગ્રહની અગિયાર રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં, પણ સૌંદર્યભ્રમાણ વિશેષ ધ્યાનાકર્ષક બને છે. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તે નિમિત્ત બન્યાં છે; સર્જકની રસિકતા જ સંગ્રહની મારા ભાગની રચનાઓનું ચાલકબળ બની છે. સંગ્રહની ‘વિદિશા' અને ‘માંડ’ ઉત્તમ કૃતિઓ છે. સંગ્રહની અંતિમ રચના તેષાં દિલ અન્ય દશેય પ્રવાસ-લલિતનિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતા તંતુ સમાન છે. ‘પૂર્વોત્તર' (૧૯૮૧) માં ઈશાન ભારતનું પ્રવાસઆલેખન છે. એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષમાને, રમણીયતાના તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાઈ છે. રાધે તારા ડુંગરિયા પર' (૧૯૮૭) અને ‘દેવોની ઘાટી' (૧૯૮૯) એમના અન્ય પ્રવાસનિબંધસંગ્રહો છે. એમની ગદ્યશૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. અંગ્રેજી, જર્મન, હિંદી, મરાઠી, બંગાળી, ઓડિયા, અરમિયા વગેરે ભાષાસાહિત્યનો એમનો અભ્યાસ એમના વિવેચનને તુલનામૂલક બનાવે છે; તો એમની રસજ્ઞતા અને સહૃદયતા તેને શુષ્ક થતું અટકાવીને આસ્વાદ્ય બનાવે છે. એમના પ્રથમ પુસ્તક “સુરદાસની કવિતા' (૧૯૭૨) પછી અધુના' (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા' (૧૯૭૩), 'પૂર્વાપર' (૧૯૭૬), 'કાલપુરુષ' (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા' (૧૯૮૭) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘અધુના'ના પંદર લેખ પૈકી મોટા ભાગના લેખ સાહિત્યકૃતિ, કર્તા કે સાહિત્યસ્વરૂપવિષયક છે; પૂર્વાપરના ચોવીસ લેખેમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિમાં ડોકિયું કરાવે છે; કેટલાક ઓડિયાબંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્યસૃષ્ટિને પરિચય કરાવે છે, તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓ વિષે અભ્યાસ નિરૂપે છે. સંગ્રહના પ્રથમ લેખ “ગીત એ અસ્તિત્વમાં જર્મન કવિ રાઈનેર મારિયા રિલ્કની મહત્ત્વપૂર્ણ કૃતિ પટેલ ભાઈલાલભાઈ લલ્લુભાઈ : કથાત્મક કૃતિ ‘શિવર્મા : પૂર્વાધ (૧૮૯૫) તથા સમાજસુધારકોનાં ગીત' (૧૯૩૧)ના કર્તા. પટેલ ભાઈલાલભાઈ હાથીભાઈ : દ્વિઅંકી સામાજિક નાટક આહુતિ' (૧૯૪૩)ના કર્તા. પટેલ ભાણાભાઈ કેશવજી: ‘જગતસંગ્રામ ગરબાવલી' (૧૯૨૧)ના કર્તા. નિ.વો. પટેલ ભાનુ: નવલિકાસંગ્રહ ‘ત' (૧૯૭૪) ના કર્તા. નિ.વા. પટેલ ભૂલદાસ વનમાળીદાસ : “ચંદ્રહારચરિત્ર નાટકનાં ગાયને” (૧૮૮૯)ના કર્તા. નિ.વો. પટેલ ભેગીલાલ રણછોડદાસ: ‘સંવત ૧૯૫૫ ના ભાદરવા સુદ ચોથ અને શનિવારની વરસાદની વધામણી અને મેઘમહોત્રાવ તથા મોહનમાલા'- ભા. ૧ (૧૮૯૯) અને ભદ્રકાળી માતાનાં ગાયન’ (૧૯૦૬)ના કર્તા. નિ.. ૩૧૦ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy