SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ - દેવદાસ- દેસાઈ અમીધર રણજી દેવદાસ: જુઓ, ઘડિયાળી હરકિશનદાસ હરગોવિંદદાસ. દેવદાસ : “સાત સુંદર વાતો' (૧૯૨૬)ના કર્તા. દેવિકા રાજપૂત : જુઓ, શાહ સરોજ શંકરલાલ. દેવીદાનજી કાયાભાઈ : પદ્યકૃતિ ‘દવવિલાસ'- ભા. ૧ (૧૮૯૯)ના *** *તો, દેવેન્દ્રવિજય : પદ્યકૃતિઓ ‘ગીતગા'પાલ' તથા કીર્તનકુંજ'ના કતાં. દેવયાની : કાન્તનું પ્રસિદ્ધ ખંડકાવ્યું. ત્રણ ખંડમાં લખવા ધારેલા આ કાવ્યનો બીજો અધૂરો ખંડ ગૂમ થયેલ છે અને ત્રીજો લખાયેલો જ નહિ. પહેલા ખંડમાં કચના સ્પર્શથી રૂપાંતર પામતી દેવયાનીની રસંક્રમણ-અવસ્થા કલાત્મક સંદિગ્ધતાથી નિરૂપાઈ છે. ચંટો. દેવયાની : કાતના પ્રસિદ્ધ viડકાવ્ય 'દેવયાની'માં કચના સંસ્પર્શથી રૂપાંતર પામતી નાયિકા. કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં ‘પૌરાણિક નાટકોમાંના એક નાટક ‘પુત્રસમોવડી’ની નિર્ભીકતા દાખવતી નાયિકા. ચંટો. દેવરાજ દિનેશ : બાળવાર્તા ‘રાજા ભાવના કતાં. દેવલાલીકર લમણજી સખારામ : નવલકથા કાવ્ય(૧૮૯૬)ના કર્તા. દેશપાંડે પાંડુરંગ ગણેશ (૧૯-૧૨-૧૯૮૮): કોશકાર, ચરિત્રલેખક, અનુવાદક. જન્મ મહારાષ્ટ્રના પૂણે કિલ્લાના નારાયણગાંવમાં. પ્રાથમિક શિક્ષણ ચિડી અને વડેગાંવમાં. માધ્યમિક શિક્ષણ પ્રેપ્રાઈટરી હાઈસ્કૂલ, અમદાવાદ અને બાઈ આવાંબાઈ હાઈસ્કૂલ, વલસાડમાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. ૧૯૩૦થી ૧૯૪૯ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષક અને ગ્રંથપાલ. ૧૯૪૯-૧૧ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં પ્રૂફરીડર, અનુવાદક અને હસ્તપ્રત તપાસનાર. ૧૯૫૧-૫૫ દરમિયાન ગાંધી સ્મારક સંગ્રહાલય, નવી દિલ્હીમાં વ્યવસ્થાપક. ૧૯૫૫-૫૬ માં સ્વાતંત્ર્ય આંદોલન વિશેના ઇતિહાસકાર્ય સાથે સંલગ્ન. ૧૯૫૬ થી ૧૯૬૭ સુધી ‘કલેકટેડ વર્ડ્સ ઑવ મહાત્મા ગાંધી'ના સંપાદક અને અનુવાદક. ‘સાધુચરિત ત્રિવેદી સાહેબ' (૧૯૫૩) અને રાષ્ટ્રીય જાગૃતિના જનક લોકમાન્ય ટિળક' (૧૯૫૬) એમનાં ચરિત્રપુસ્તકો છે. એમના અંગ્રેજી ગુજરાતી કોશ' (૧૯૭૦), 'ગુજરાતી અંગ્રેજી કોશ” (૧૯૭૪), ‘અંગ્રેજી ગુજરાતી વિનીત કોશ' (૧૯૭૭) જેવા કોશ શિક્ષણ અને સાહિત્યમાં ઉપયોગી બન્યા છે. એમણે ‘ગાંધીસાહિત્યસૂચિ' (૧૯૪૮) પણ આપી છે. ‘કાલેલકર અધ્યયનગ્રંથ' (૧૯૬૧) અને ‘ઑકસફર્ડ ચિત્રકાશ’ (૧૯૭૭)માં એમનું સહસંપાદન છે. ‘આધુનિક ભારત' (૧૯૪૬), “સેવાધર્મ' (૧૯૫૫), ‘હિંદુસ્તાનની જ્ઞાતિસંસ્થા' (૧૯૬૦) વગેરે એમના અનુવાદો છે. આ ઉપરાંત મરાઠી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તેમ જ ગુજરાતી અને હિન્દીમાંથી મરાઠીમાં તથા અંગ્રેજીમાં પણ એમણ ઘણા અનુવાદ કર્યા છે. દેવલેકર બાપુ હરશેઠ : ‘ગુવાંકાવલી' (૧૯૪૭)ના કત. દેવવિજયજી : સ્તવને, સજજાય, તૃતિઓ અને દૃષ્ટાંતકથાઓનો સંગ્રહ “દેવવિનોદ' (૧૯૨૪)ના કર્તા. દેવાશ્રયી કૃષ્ણલાલ ગોવિદલાલ: પદ્યકૃતિઓ “કાવ્યમાળા’ (૧૮૮૮) અને “સુબોધચન્દ્રિકા' (૧૮૯૪), નવલકથાઓ ‘ચંદ્રગુપ્ત’ અને ‘ચંદ્રહાસ', ચરિત્રગ્રંથ “વિક્રમાદિત્ય', વૈદકશે ‘નાડીજ્ઞાન’ અને ‘વૈદ્યજીવન’ તેમ જ માહિતી પુસ્તિકા ‘વિમાનના કર્તા. ચં.ટા. દેવાથી સૂર્યરામ સેમેશ્વર (૬-૪-૧૯૨૨) : જીવનચરિત્રલેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લુણાવાડામાં. પછીથી સ્કૂલ ફાઈનલ અને ફર્સ્ટ ગ્રેડ પબ્લિક સર્વિસની પરીક્ષા આપી. વાડાસિનોર, લુણાવાડા, દેવગઢબારિયાની શાળાઓમાં શિક્ષક તથા આચાર્ય. ૧૯૧૬ થી ૧૯૨૨ સુધી ખેડા તથા અમદાવાદમાં મદદનીશ નાયબ-નિરીક્ષક, લુણાવાડામાં અવસાન. એમણે ‘ના. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેનું જીવનચરિત્ર ઉપરાંત સરદેસાઈ ગોવિંદ સખારામકૃત ‘હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ:મુસલમાની રિસાયત' (૧૯૨૮) અને “મિરાતે સિકંદરી’ જેવા અનૂદિત ગ્રંથો આપ્યા છે. એમણે અંગ્રેજી ગ્રંથ ‘ડિવાઇન રિવિલેશનરી પ્રોકલેમેશન’ પણ લખ્યા છે. ૨.ર.દ. દેવાશ્રયી સેમેશ્વર બાપુજી: પદ્યકૃતિઓ ગરબાવલી’, ‘સંગીત શ્રીમદ્ ભાગવત' (૧૯૦૯), ‘મનોરંજક શિવશકિત પ્રાર્થનામાળા', ‘સંગીત શિવમહિમ્નસ્તોત્ર' તથા શંકરવિવાહના કર્તા. ૨.૨,૮, દશાણી અરુણકુમાર ભાજીરામ ('-૮-૧૯૭૦) : કવિ. જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર. એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી. ‘ઓછપ' (૧૯૭૭) અને ‘કાવ્યગુર્જરી' (૧૯૮૧) એમના કાવ્યગ્રંથ છે. ચં.ટા. દેસાઈ અમરસંગ દેસાઈભાઈ : પદ્યકૃતિ ‘માધાના પિતાનું પ્રેતભેજન યાને કરવાની કહાણી' (૧૯૧૩) તેમ જ નાટયકૃતિ ‘પ્રતાપી પ્રમિલા' (૧૯૧૦) ના કર્તા. કૌ.બ્ર. દેસાઈ અમીધર રણછોડજી : ‘લઘુ વ્યાકરણ : ૧, ૨, ૩ (૧૯૧૦, ૧૯૧૧, ૧૯૧૨)ના કર્તા. કૌ.બ્ર. ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૨૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy