SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ દૂધવાળા કેશવલાલ મગનલાલ-દેબુ કે. બી. કુંજબાલા' (૧૯૧૪), “અલક્ષ્મ જયોતિ', ‘પદ્મનાભ', ‘મધુકર', મંજરી’, ‘રંજનકુમાર’, ‘સુવર્ણ આશા’, ‘નિરંજન’, ‘મુનિકુમાર', વીણા વગેરે સામાજિક નવલકથાઓ એમણે આપી છે. દુધવાળા કેશવલાલ મગનલાલ : ચરિત્રાત્મક કથાનકને વિષય બનાવનું નાટક ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર (૧૯૩૫)ના કર્તા. ક.. દૂધવાળા નાનાલાલ ચુનીલાલ : કન્યાવિક્રયના દૂષણને નિરૂપતી નવલકથા ‘મંગળા યાને કામાતુર થયેલો સુરતને વત્ની' (૧૯૧૩) -ને કર્તા. ૨.ર.દ. દરકાળ જયેન્દ્રરાય ભગવાનલાલ (૧-૯-૧૮૮૧, ૩-૧૨-૧૯૬૦): કવિ, નિબંધકાર. જન્મ ઠાસરા (જિ. ખેડા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલ અને વડોદરામાં. ૧૯૦૬ માં ગુજરાત કોલેજમાંથી સ્નાતક. ૧૯૧૦માં અનુસ્નાતક. ૧૯૧૨માં કલકત્તામાં “ધ રિલૂ’ નામનું અંગ્રેજી સામયિક ચલાવ્યું. ૧૯૨૦થી નિવૃત્તિપર્યંત સુરતની એમ.ટી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતી-અંગ્રેજીના અધ્યાપક. અમદાવાદમાં અવસાન. એમના ગંભીર નિબંધોના સંગ્રહો થોડાંક છૂટ્ટાં ફૂલ' (૧૯૨૭), ધર્મની ભૂમિકા' (૧૯૨૮), ‘સ્વરાજ અને સંસ્કૃતિ' (૧૯૩૦), ધર્મ અને રાષ્ટ્ર' (૧૯૩૬), નંદિની' (૧૯૫૧) અને ‘ગીતાકૌમુદી' (૧૯૫૧) છે; તો હાસ્યરસિક અને નર્મ-મર્મયુકત “પિયણાં' (૧૯૨૯), વિષયની હળવી રજૂઆત છતાં ગંભીર સૂર રજૂ કરતો ‘અમી' (૧૯૩૫) અને વિનેદ તથા કટાક્ષનો સુમેળ સાધતા ઊંધે ઘડે પાણી' (૧૯૫૯) એ એમના હળવા નિબંધોના સંગ્રહો છે. એમને કાવ્યસંગ્રહ ઝરણાં - ટાઢાં ને ઊન્ડાં (૧૯૨૮) કાન્ત- નહાનાલાલની શૈલી તથા ભાવનાઓને અનુસરે છે. સાત લીલાનાટકો અથવા વિભુની વિભૂતિઓનું સુદર્શન' (૧૯૫૧)માંનાં નાટકો પૌરાણિક વસ્તુ લઈને ચાલે છે, પણ નાટક બનતાં નથી. ‘લકોને પ્રભુ ઈસુની સંગત’ (૧૯૪૨) બોધક ચરિત્રપુસ્તિકા છે. ‘હરિયશગીત' (૧૯૧૫) અને સિંહસ્થ યાત્રાવર્ણન' (૧૯૨૫) એ એમણે સંપાદિત કરેલા, પોતાનાં માતુશ્રી જસબાનાં કાવ્યોના સંગ્રહો છે. સંસ્કૃત શ્લોકોમાં અર્થ સાથેનું બાળપયોગી બાળ પાઠયપોથી' (૧૯૩૭) ઉપરાંત ‘ચિત્ત તત્ત્વ નિરૂપણ' (૧૯૧૮) અને “અંજલિ” એમનાં અન્ય સંપાદનો છે. હાર્મની ઑવ ક્રી’ (૧૯૧૨), 'પૉલિટિકસ ઍન્ડ ઍજ્યુકેશન’ (૧૯૨૮), ‘ઇન્ડિયન ઍજ્યુકેશન' (૧૯૨૮) અને “સફીઅર્સ ઑવ સાયન્સ ઍન્ડ ફિલોસૉફી' (૧૯૩૭) એમનાં અંગ્રેજી પુસ્તકો છે. બા.મ. દરકાળ જસબા ભગવાનલાલ (૧૮૬૧, ૧૯૫૩) : એમનાં દોઢ જેટલાં પદોને સમાવત સંચય “હરિયશગીત' (૧૯૧૫) એમના પુત્ર જયેન્દ્રરાય દૂકાળે સંપાદિત કર્યો છે. ચંટો. દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ, સુમિત્ર' ૫-૮-૧૮૭૩, ૧૯-૧૦-૧૯૧૮): નવલકથાકાર, ઈન્ટરથી અભ્યાસ છોડી દીધો. પ્રારંભમાં ખારાઘોડા સૉલ્ટ વકર્સમાં નોકરી. પછી વડનગરના ભેગીલાલ શેઠના અંગત મંત્રી. ‘ગુજરાતી પંચ'ના તંત્રી. ‘સુંદરી- સુબેધ'ના સંપાદક. ‘બંધુસમાજના સભ્યલેખક. દૂરથી ગીતધ્વનિ : નરસિંહરાવ દિવેટિયાને નિબંધ. દૂરથી આવતા ગીતધ્વનિની મોહિનીશકિતની વિવિધ દૃષ્ટાંતો સાથેની ચર્ચા અને દિવ્યપ્રદેશથી આવતા અલૌકિક ગાન સુધી પહોંચે છે. એ.ટી. દૂરના એ સૂર (૧૯૭૦) : દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધને સંગ્રહ. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની. ભતિ આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના “ધર', 'પુલ', પ્રવાહ', 'દો' જેવા નિબંધ ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધમાં સ્થાન પામેલા છે. ચં.ટો. દુરબીન: જઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. દેખૈયા નૂરમહંમદ અલારખભાઈ, ‘નાઝિર દેખૈયા” (૧૩-૨-૧૯૨૧, ૧૬-૩-૧૯૮૮): કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ. વારસાગત વ્યવસાયને કારણે કલેરીઓનેટ-વાદનની તાલીમ. જિલ્લા લોકલ બોર્ડમાં નોકરી. ગઝલના સ્વરૂપની સાહજિક સૂઝ તથા ભાવની અનાયા અને વેધક અભિવ્યકિતથી નેધપાત્ર બનેલા એમના ગઝલસંગ્રહા “નાઝીરની ગઝલો’ અને ‘તુષાર' (૧૯૬૨)માં અનુભવની જીવંત સૃષ્ટિને સાંકેતિક અભિવ્યકિત આપવામાં એમને સફળતા મળી છે. નિ.વા. દેડકાની પાંચશેરી : માંદા વિરાય વૈદ્ય ફરતે એકઠા થયેલા ગુજરાતી સાક્ષરોની લાક્ષણિકતાઓનું ઠઠ્ઠા કરતું ચન્દ્રવદન મહેતાનું પ્રહસન-એકાંકી. ર.ટી. દેથા શંકરદાન જેઠીભાઈ: સર પ્રભાશંકર પટ્ટાણીને આપેલ કાવ્યાંજલિ પ્રભાનાથને કાવ્યકુસુમાંજલિ' (૧૯૩૭) ના કર્તા. ૨.૨.૮. દેથા હરદાન બહેચરભાઈ: પદ્યકૃતિ 'હરદાનપ્રબોધપ્રકાશ' (૧૮૯૬) અને કતી. ૨.ર.દ. દેબુ કે. બી. : નવલકથા 'જુદાઈને જખમ' (૧૯૩૩)ના કર્તા. ૨,૨,દ. ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy