SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ દીન – દીવાનજી દિલસુખ બળસુખરામ દીન: જુઓ, મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ. દીનકિકર : પદ્યકૃતિ “વૈષણવ બાળપ્રાર્થના' (૧૯૨૬), ‘વૈષણવ બાળપોથી' તથા ‘બાલિકાશિક્ષા ના કર્તા. દીવાન કોકીલા હરિલાલ (૧-૫-૧૯૩૦) : કવિ. જન્મ સુરતમાં. ૧૯૫૩ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. જીવન વીમાં કોર્પોરેશન સાથે સંલગ્ન. એમણે કાવ્યસંગ્રહ ‘નવાદિતા' (અન્ય સાથે, ૧૯૭૨) અને ‘આવકાર' (અન્ય સાથે, ૧૯૭૩) આપ્યા છે. દીનબંધુ: નવલકથા ‘યમરાજને દરબાર અથવા આત્મહત્યા રહસ્ય (૧૯૨૨)ના કર્તા. દીવાન જીવણલાલ હરિપ્રસાદ : ‘અમેરિકાનું સ્વાતંયુ' (૧૯૨૯) ના કર્તા. દીવાન ભદ્રપ્રસાદ નટવરલાલ : પ્રોઢ વાચનપાથી મારું ગામ'ના કિતી. દીવાન મગનલાલ નવનીતરામ : મુદ્રાક્ષસ, મૃચ્છકટિક, શાકુવા, વિક્રમોર્વશીય અને ઉત્તર રામચરિત જેવાં સંસ્કૃત નાટકો પરથી રચાયેલી બાલભાગ્ય કથાઓનો સંગ્રહ ‘પાંચ વાર્તા' (૧૯૫૪)ના કર્તા. દીનબાલા: જુઓ, સુમતિ લલ્લુભાઈ શામળદાર. દીનાનાથ મગનલાલ : રચનારીતિ તો કથાવિધાનની દૃષ્ટિએ શિથિલ નાટક ‘ભગવાન ભવાડો' (૧૮૮૮)ના કર્તા. નિ.. દીપક કાશીપુરિયા : જુઓ, પટેલ દીપકકુમાર મંગળદાસ. દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, ‘દર્શક’ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજયોએ મગધની સામ્રાજયલિસાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભોજજવલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પાપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થનું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઓષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના અનુષંગે મળેલી ગણમિતિ સમક્ષ આનંદને ગાણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદરવધૂ બનવાના વિકલ્પ સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદરા દ્વારા મગધ-આક્રમણ કરાવવું–જેવી ઘટના ઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદ ને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તે મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજયોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શકયાશકથતાની તપાસ માટે હરવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગે, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહારીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરીક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઇન્દુકુમારના મેએ કહેવાયેલી ' કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે. દીવાન મૂળસુખલાલ : કવિ. “ચાલો ગાઈએ’ અને ‘બાળviારી' એમના બાળગીતોના સંગ્રહો છે. એમના “અભિનવ સંગીતમાં શાસ્ત્રીય સંગીત શીખવાની પ્રાથમિક ભૂમિકારૂપે એકવીસ રાગોનો પરિચય છે. ‘ટોકીઝ ગાઈડ (ગણપતલાલ વ્યાસ સાથે)માં બોલપટનાં ગીતોને સ્વરલિપિબદ્ધ કર્યા છે. .િવા. દીવાન રતિલાલ ચુનીલાલ : ૬૫દેશ' (૧૯૨૫) અને ગુજરાતી ભાષાનું સરળ વ્યાકરણ'- ભા. ૧ (૧૯૩૨)ના કર્તા. દીવાન સાકરરામ દલપતરામ (૧૮૨૫-૧૮૯૧) : વાર્તાકાર, અનુવાદક. જન્મ સુરતમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. આરંભમાં કારકુનની નોકરી. એ પછી ઠાસરામાં મામલતદાર, ખેડા-નડિયાદમાં ફોજદાર, ગાયકવાડ સરકારના પ્રાઈવેટ સેક્રેટરી અને રાધનપુરના ન્યાયાધીશ. એમની પાસેથી કથાકૃતિ ‘બાગે બાહર અથવા ચાર દરવેશને કી', “સિંહાસનબત્રીસી', અનૂદિત હાસ્યકથા ઘાશીરામ કોટવાલ' (૧૮૬૫) અને મુંબઈને ભામિયો' પુસ્તકો મળ્યાં છે. નિ.વી. દીવાનજી કીર્તિદાબેન : જાપાની દંતકથા પર આધારિત ‘જાપાન જવાલામુખી' (૧૯૩૪)નાં કર્તા. નિ.વા. દીવાનજી દિલસુખ બળસુખરામ (૧૮૯૯): જીવનચરિત્ર લેખક. જન્મ સુરતમાં. ૧૯૨૧માં બી.એ. થયા પછી સુરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક. પછીથી મુંબઈની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક. સત્યાગ્રહ દરમ્યાન કારાવાસ. પછીથી ખાદી તથા રચનાત્મક પ્રવૃત્તિ. દીવાદાંડી: જુઓ, પોલીસવાળા કેખુશરુ નસરવાનજી, ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૪૧ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy