SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ દવે ભોગીલાલ હરિલાલ-દવે મહાશંકર ઇન્દ્રજી - ‘રસન કેરી વાણી' (૧૯૭૮) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. “ઘટને મારગે' (૧૯૪૬) અને ‘ટારઝન : જંગલના રાજા' (૧૯૪૭) એમના અનુવાદો છે. ચં... દવે ભોગીલાલ હરિલાલ, પ્રકાશવર્ધન', “કચ્છીમાડુ (૨૪-૧૦-૧૯૩૩) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક, સંપાદક. જન્મ અંજારમાં. ૧૯૫૨ માં મૅટ્રિક. ‘બે ઘડી મોજ', ' ‘ચેત મછંદર’, ‘સવિતા', 'ચિત્રલેખા' વગેરે સામયિકના ૧૯૫૭ -થી ૧૯૬૫ દરમિયાન સહતંત્રી. ત્યારબાદ કચ્છમાં ‘કરછ કેસરી’ અને સ્વતંત્ર કર'ના તંત્રી. ૧૯૬૮ થી ડી.એસ.પી. ઑફિસમાં સરકારી નોકરી. એમની પાસેથી કાવ્યસંગ્રહ 'રંગત’ (૧૯૫૨) અને નવલકથાઓ “કાતિલ કામિની' (૧૯૬૭), ‘તરસ્યા હોઠ ગુલાબી ગાલ' (૧૯૬૮), છેલ છોગાળી' (૧૯૬૯), ‘યૌવનનાં આંસુ' (૧૯૭૧) અને ‘રંગીન વત' (૧૯૭૪) મળ્યાં છે. ‘કૅલિયો' (૧૯૬૭), ‘પૌવનની ખાસ' (૧૯૬૮), “વરવહુની વાતો' (૧૯૬૯) અને ‘રમણીઓની રંગીન કથાઓ' (૧૯૬૯) એમના નવલિકા-- સંગ્રહો છે. આ ઉપરાંત એમણ અનૂદિત કૃતિ “અજય ટારઝન’ (૧૯૬૭) તેમ જ રાંપદિત કૃતિ 'કર્મના સિદ્ધાંત' (૧૯૮૧). દવે મણિશંકર મકનજી : બાળપયોગી કૃનિ બાળગીને' (૧૯) ના કર્તા. નિ.વા. દવે મણિશંકર રામાનંદ : ‘વિઘુરામ પ્રભુરામ વૈદ્ય -. એમસંક્ષિપ્ત જીવનવૃત્તાંત' (૧૯૨૮)ના કર્તા. નિ.વા. દવે મણિશંકર વિશ્વનાથ : કન્યા ગબાવળી' (બી. આ. ૧૯૧૦) અને ચરિત્રલક્ષી પુસ્તક ‘ાવણ' (૧૯૧૩)ના કતાં. નિ.વા. દવે મણિશંકર હ. : પદ્યકૃતિ 'ગાંધીવિરહ(૧૯૫૨)અને ‘ગાંધીતપણ” (૧૯૫૬)ના કર્તા. દવે મનુ હરગોવિંદદાસ (૧૮-૯-૧૯૧૪) : કવિ. જન્મ દ્રિપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૩૧ માં મૅટ્રિક. ૧૯૩૨ માં બંગાળ સંસ્કૃત એસસીએશનની ‘કાવ્યતીર્થ' પદવી. ‘ગ્રામજીવન' (૧૯૩૨) કાવ્ય મંદાક્રાન્તાની છ પંકિતઓમાં રચાયેલું છે. 'પૃપહાર' (૧૯૩૪) તથા 'કાવ્યકલગી' (૧૯૩૫)માં ઊર્મિગીતા, કટાક્ષકાવ્યો તથા પારંપરિક રચનાઓ છે. 'બાધબાવની' (૧૯૩૭)માં બોધપ્રધાન દલપતરૌલી છે. “મનુની ગઝલો (૧૯૪૦)માં મુખ્યત્વે પ્રસંગલક્ષી રચનાઓ છે. “સરવતી’ (૧૯૪૯)માં ઉબોધન-કાવ્યા છે. નિ.વા. દવે મનેજ : બાળવાર્તાસંગ્રહ ‘કાલાડબાના દેશમાં’ના કર્તા. નિ.વા. દવે મકરંદ વજેશંકર (૧૩-'૧૧-૧૯૨૨): કવિ, ચરિત્રકાર. જન્મ ગાંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આ કોલેજમાં દાખલ થયા પછી '૪૨ની લડત માટે ઈન્ટર આથી અભ્યાા છે . 'કુમાર', 'ઊર્મિનવરચના', 'જયહિંદ' વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીને પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક. સંતપરંપરાના સાહિત્યને ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજાને રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યકિતતા – આ બધે મકરંદ દવેની કવિતાને વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતામાં એમના ઉમેપો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં' (૧૯૫૧), 'જયભરી' (૧૯૫૨), 'ગરજ' (૧૯૫૭), 'સૂરજમુખી' (૧૯૬૧), 'સંજ્ઞા' (૧૯૬૪), 'સંગતિ' (૧૯૬૮) જવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિ. ‘ઝબૂકે વીજળી ઝબૂક' (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તા “શણી વિજાણંદ' (૧૯૧૬) ગીતનાટિકા છે. : ‘માટીને મહેકતે સાદ' (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; બે ભાઈ' (૧૯૫૮) અને 'તાઈકો' (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ' (૧૯૭૩)માં પ્રસંગચિત્ર છે; તા. યોગી હરનાથના સાંનિધ્યમાં' (ત્રી. આ. ૧૯૭૭) વ્યકિતપરિચય છે. એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી' (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે' (૧૯૮૦), ‘ભાગવતી સાધના” (૧૯૮૨), 'ગર્ભદીપ' (૧૯૮૩), 'ચિરંતના' (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. “વિષ્ણુસહસ્ત્રનામ: આંતરપ્રવેશ' (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવનામ વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ' (૧૯૮૨) માં સામાજિક ચિંતન છે. દવે મયાશંકર અંબાશંકર : અઠ્ઠાવીરા બાળગીતાને સંગ્રહ ‘ગીત વાટિકા' (૧૯૫૮) તથા મૂળ હિન્દી પરથી અનૂદિત કન્યાકુમારી માહાસ્ય' (૧૯૫૮)ના કર્તા. દવે મહાશંકર ઇન્દ્રજી, ‘મારતા' (૫-૪-'૧૮૯૫,-) : નવલકથાકાર. વતન રાજકોટ. ત્યાંની હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં શિક્ષણ. એ પછી અમદાવાદમાં શિક્ષક. સાહિત્ય તેમ જ ઇતિહાસ એમના રસના વિષય. એમની ઐતિહાસિક નવલકથાઓમાં “સિરાજુલા' (૧૯૨૨), ‘વજીરનંદિની ગુલબેગમ' (૧૯૨૩), ‘મીરકાસીમ' (૧૯૨૩); તો સામાજિક નવલકથાઓમાં ‘રમાસુંદરી' (૧૯૨૪), ‘નારાયણી’ (૧૯૨૪), 'ગૃહલક્ષ્મી' (૧૯૨૯), ‘રાજમાર્ગ' (૧૯૨૯) વગેરેના સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે ‘ડિ’ વલેરા' (૧૯૩૩) અને “મુલિની' (૧૯૩૩) જેવાં ચરિત્ર પણ આપ્યાં છે. શિયાળ અને સસલાં' (૧૯૨૭) તથા 'રૂપકથા'- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૦) ૨૨૬: ગુજરાતી સાહિત્યકાશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy