SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ દવે ગણપતરામ ભાણજી –દવે જયંતીલાલ તુલસીરામ ૨૨૮ કડીનું ‘નર્મદવિરહ' (૧૮૯૬), એમની દલપતભકિત અને કવિત્વશકિતને પરિચય કરાવતું દલપતવિરહ' (૧૮૯૮) અને દલપતરામની કવિપ્રતિભાનું આત્યંતિક ને એમના સમાજસુધારક તરીકેના સામર્થ્યનું પ્રામાણિક નિરૂપણ કરતું તેમના પરનું મહત્ત્વપૂર્ણ પ્રથમ ચરિત્ર 'દલપતરામ' (૧૯૨૧) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત બાચિત પ્રાત:પ્રાર્થના (૧૮૯૪), ઈશ્વરભકિત, પિતૃભકિત, સૃષ્ટિસૌંદર્ય, શિક્ષણનું મહત્ત્વ, નીતિઆચાર અને સંસારસુધારણા જેવા વિષયોને નિરૂપતી ગરબીઓને સંગ્રહ ‘ગુજરાતી ગરબાવળી' (૧૯૮૨) તેમ જ 'બાલગીતમાળા' (૧૯૧૦) નામની કૃતિઓ પણ એમણે આપી છે. દવે ગણપતરામ ભાણજી : પદ્યકતિ ‘વિધવાવિલાપ' (૧૮૭૩)ના કર્તા. ક.બ્ર. દવે ગૌરીશંકર દયારામ : બોધપ્રધાન ગદ્યપદ્યમિકા કૃતિઓ ‘સંસારબોધક ચિતાર' (૧૮૯૨) અને ‘નિરર્થક સ્વાર્થી સંસાર” (૧૮૯૭) ના કર્તા. દવે જનક હરિલાલ (૧૮-૬-૧૯૩૦) : નાટયલેખક. જન્મ ભાવનગરમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૩માં વડોદરાથી નાટય-સાહિત્યમાં એમ.મ્યુઝ. વિવિધ જગ્યાએ નાટવિભાગમાં અધ્યાપક. ૧૯૭૪થી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં નાટયવિભાગના વડા. મેન્ટેસરી શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ. પ્રૌઢશિક્ષણ બાળશિક્ષણનું કાર્ય. ભવાઈ વેશોનું લેખન. એમણે “બાળ ઊર્મિકાવ્યો' (૧૯૬૬), નાટક ‘દેહને દુશ્મન' (૧૯૮૦), છ વેશ અને ભવાઈ પરના નિબંધ સહિત બે વેશને સંગ્રહ' રંગભવાઈ' (૧૯૮૫) તથા અનુવાદગ્રંથ “નટનું પ્રશિક્ષણ (૧૯૮૫) વગરે પુસ્તકો આપ્યાં છે. પ.માં. દવે જનકશંકર મનુશંકર : ‘હિંદીને વિકારામાં ગુજરાતીઓને ફળોના કર્તા. કૌ.. દવે જયંતકૃણ હ. (૩૧-૮-૧૯૦૯) : પ્રવાસલેખક. જન્મસ્થળ સુરત. એમ.એ., એલએલ.બી. સંસ્કૃત તેમ જ ધર્મશાસ્ત્રના વિદ્રાન હોવાથી હિન્દુ લૅના અગ્રગણ્ય વકીલ, વાંસવડા સ્ટેટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ. ગુજરાતી સાહિત્ય પરિષદના બારેક વર્ષ મંત્રી. ભારતીય વિદ્યાભવનના માનદ ડિરેકટર, ભારતીય વિદ્યા', ‘ભારતી’, ‘સંવિદ' વગેરે સામયિકોના મેનેજિંગ ડિરેકટર, ૧૯૭૦ -માં ધર્મ અને શાંતિ અંગે જાપાનમાં યોજાયેલી વિશ્ર પરિષદમાં ભવન્સના પ્રતિનિધિ તરીકે હાજરી. હિંદનાં ઐતિહાસિક સ્થળને વર્ણવતું પ્રવાસપુસ્તક ‘અમર ભારત'-ભા. ૧-૨-૩ ઉપરાંત ગુજરાતી સાહિત્ય સુવર્ણમહાવ', ‘અર્વાચીન સારસ્વતપ્રવાહ’, ‘વ્યવહાર પ્રકાશ', ‘શાક સંપ્રદાય' જવાં પ્રકીર્ણ પુસ્તકો એમના નામે છે. દવે ચંદ્રકાત નવલશંકર, કે. ચન્દ્રનાથ' (૧૭-૮-૧૯૩૫) : વાર્તા કાર. જન્મ જાડિયા (જિ. જામનગર)માં. ૧૯૫૪ માં એસ.એસ.સી. ૧૯૬૦માં હિન્દી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૭ માં હિન્દી-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં બી.ઍડ. હાલ જામનગરમાં શિક્ષક. એમના ‘શ્વતરેખા' (૧૯૬૫) તથા ‘ડલનું રમકડું(૧૯૭૯) નામના બે નવલિકાસંગ્રહો પ્રકાશિત થયા છે. કૌ.બ. દવે ચંદ્રકાન્ત સી. : ભજનસંગ્રહ ‘શ્રી શ્યામસુંદર ભજનમાળા' (૧૯૬૨)ના કતાં. કૌ.બ્ર. દવે ચંદ્રિકા : પદ્યકૃતિ 'ગુણસુંદરીના રાસ' (જામનગૌરી પાકજી સાથે, ૧૯૩૧)નાં કર્તા. કૌ.બ્ર. દવે ચંપકરામ દુર્લભરામ: રાજા વિક્રમ અને વૈતાળની કથાને ગદ્યમાં રજૂ કરની કૃતિ “વૈતાળપચીસી' (બી.આ. ૧૮૯૦)ના કર્તા. દવે જયંતીલાલ છગનલાલ, સહદેવ જોશી', “સારંગપાણિ' (૨૨-૫-૧૯૨૬): કવિ, ભાષાવિદ. વેતન વઢવાણ (જિ. સુરેન્દ્ર નગર). ૧૯૬૦માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૨માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી મોડાસાની આર્સ કોલેજમાં, ૧૯૭૨-૭૩માં સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને ૧૯૭૩થી લીંબડીની આર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. એમના ‘અંજલિ' (૧૯૪૪) સંગ્રહનાં કાવ્યોમાં ગાંધીયુગના કવિઓનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. “શરસંધાન' (૧૯૬૭) એ એમનું રેડિયો રૂપક છે. “વા વિવેક' (૧૯૬૬) અને ‘સંગેઝિ' (૧૯૬૮) એ એમનાં લેખસંગ્રહોનાં સંપાદનો છે. ‘ભાષાવિજ્ઞાનની રૂપરેખા' (૧૯૬૫) એમનું ભાષાવિજ્ઞાનના અભ્યાસને સરળ રીતે સમજાવતું પુસ્તક છે. ગુજરાતી નામિક સમાસ' (૧૯૭૭) એમનો સંશોધનનિબંધ છે. પ્ર.નૈ. દવે જયંતીલાલ તુલસીરામ, “વિશ્વરથ' (૩૦-૧૨-૧૯૧૦): જન્મ પોરબંદરના કુછડી ગામમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૧૯૪૫માં દવે ચીમનભાઈ : રવીન્દ્રનાથ અને જિબ્રાનની અસર ઝીલતી, પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ વિષયક સિત્તેર કાવ્યરચનાઓ ધરાવતા ગદ્યકાવ્યસંગ્રહ 'પ્રભુની પ્યારી ગ્રીવામાં' (૧૯૬૭)ના કર્તા. પા.માં. દવે ચુનીલાલ દેવશંકર : કથાત્મક ગદ્યપુસ્તિકાઓ સ્ત્રી-કર્તવ્ય (૧૯૧૦) અને પ્રવીણ-સુલક્ષણા યાને દંપત્તિ પ્યાર' (૧૯૧૪) ના કર્તા. કૌ.બ્ર. ૨૧૮: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy