SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ દલીચા બટુક ડાહ્યાલાલ-દવે ઇન્દુકુમાર છગનલાલ નદી' (૧૯૮૨), 'ઘટના' (૧૯૮૪), 'રાધા શોધ મોરપિચ્છ' (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે' (૧૯૮૫) અને 'પવનના અશ્વ' (૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતે એ એમનું મહત્ત્વનું પ્રદાન છે. આ સંગ્રહની રચનાને ‘કાવ્યસૃષ્ટિ' (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. 'ઈટ્ટાકિટ્ટા' (૧૯૬૧), ધીંગામસ્તી’ (૧૯૬૩), “અલકચલાણું' (૧૯૬૪), ટિંગાટોળી' (૧૯૭૧), 'છાકમ છલ્લો' (૧૯૭૭), 'બિન્દાસ' (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોનો સંગ્રહ છે. “પિનકુશન' (૧૯૭૮) એમને વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના નિબંધસંગ્રહોમાં 'મારી બારીએથી'- ભા. ૧-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં' (૧૯૮૧), 'ભૂરા આકાશની આશા” (૧૯૮૨), ‘મેજાને ચીંધવા સહેલાં નથી' (૧૯૮૪), ‘અમને તડકો આપો' (૧૯૮૭) વગેરે મુખ્ય છે. વિવચનમાં આ લેખક મુખ્યત્વે મુધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા' (૧૯૫૮), 'પ્રક્રિયા' (૧૯૮૧), 'સમાગમ' (૧૯૮૨), ‘ઇઝેશન્સ'(૧૯૮૪), 'કવિપરિચય' (૧૯૮૨) અને “કવિતાની બારીએથી' (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે. સંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર' (૧૯૫૭), ઉમાશંકર વિષયક “કવિને શબદ' (૧૯૫૮) સુન્દરમ્ વિષયક 'તપોવન' (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક “સહવાસ' (૧૯૭૫), જયંત પાઠક વિષયક 'વગડાને શ્વાસ' (૧૯૭૮), મકરંદ દવે વિષયક 'અમલપિયાલી' (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે. એમના અનુવાદોમાં નથનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂ'(૧૯૬૭) ઉપરાંત 'મરાઠી કવિતા' (૧૯૭૭) અને ‘ત્રિરાત' (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. વ્યા. દલીચા બટુક ડાહ્યાલાલ, 'સ્વયંભૂ' (૩-૯-૧૯૩૭) : જન્મસ્થળ અને વતન વઢવાણ (જિ. સુરેન્દ્રનગર). ૧૯૬૧માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૬૪માં એમ.એ. ગુજરાત કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક. બે વિવેચન' (૧૯૭૧), મધ્યકાલીન તથા અર્વાચીન કવિઓ અને તેમની કૃતિઓ વિશેના વિવેચનલેખોને સંગ્રહ “સંચિત' (૧૯૭૭) અને ‘સંવિત્' (૧૯૮૭) તથા છંદને પ્રારંભિક પરિચય આપતી પુસ્તિકા 'કાવ્યમાં છંદ' (૧૯૮૦) એમના નામે છે. નિ.. દવાવાળા સતીશ, ‘નકાબ' (૧૬-૯-૧૯૪૮) : કવિ. જન્મ મુંબઈમાં. બી.કોમ. સુધી અભ્યાસ. ગુંજન’ એમને ગઝલસંગ્રહ છે. ચ.ટી. દવે અનેપકુમાર પુરુત્તમ: પદ્યકૃતિ “અનુપમ ગીતાવલી’ (૧૯૧૬) ને કર્તા. દવે અરવિંદ પ્રભાશંકર (૨૯-૪-૧૯૩૦) : બાળસાહિત્યલેખક. જન્મ જામનગરમાં. ૧૯૫૬ માં એસ.એસ.સી. ૧૯૬૩માં અંગ્રેજી સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૬૮ થી એસ. પી. જૈન આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રામાં પ્રાધ્યાપક, ‘ગટો ડંફાસી' (૧૯૮૫) અને ‘શાંતિને દસ્તાવેજ' (૧૯૮૬) એમની બાળનવલે છે. બાલસાહિત્યસંગેઝિ' એમનું બાલસાહિત્યવિવેચનનું પુસ્તક છે. આ સિવાય પણ એમના નામે ઘણાં પ્રકીર્ણ પુસ્તકો છે. ચં.ટી. દવે અવન્તિકુમાર જયદેવરામ અવનિ દવે, ‘મૌલિક' (૪-૧૨-૧૯૩૮): કવિ, વિવેચક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલમાં. ૧૯૫૪માં એસ.એસ.સી. ૧૯૫૮માં રૂઈયા કોલેજ, મુંબઈથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૮-૧૯૬૩ દરમિયાન મુંબઈ અને અન્યત્ર હાઈસ્કૂલમાં શિક્ષક. પછી પત્રકાર, જનશકિત' દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૪-૧૯૬૬ દરમિયાન પરિચય ટ્રસ્ટનાં પ્રકાશને 'ગ્રંથ' સામયિક અને પરિચયપુસ્તિકાઓના સહાયક સંપાદક. ૧૯૬૬ થી મુંબઈ ખાતેની સેવિયેત કાંસ્યુલેટ કચેરીમાં સંપાદક. અત્યારે ગુજરાત સરકારના માહિતી ખાતામાં. એમણે કાવ્યસંગ્રહ ‘આક્રાન્ત (૧૯૮૧) અને નાટયસંગ્રહ ‘આગની પેલે પાર સૂરજનો ઉઘાડ' (૧૯૮૨) આપ્યા છે. ‘મની પ્રેમચંદ : હિઝ લાઈફ એન્ડ લિટરરી હેરિટેજ' (૧૯૮૦) જીવનચરિત્ર છે. ‘નિધયન' (૧૯૮૨) અને 'નિવેશ' (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. ‘ગીતવીથિકા' (૧૯૮૩)માં ગીતા વિશે આસ્વાદલેખા છે. અપંગેની દુનિયામાં' (૧૯૮૨), ‘આયખું' (૧૯૮૩) એમનાં સંપાદન છે; તે “લેનિન : જીવન અને કાર્ય' (૧૯૭૮), ‘જાજ જોજે રાહ' (૧૯૮૦) અને ‘આશનાઈ' (૧૯૮૧) એમના અનુવાદો છે. ચં.ટો. દવે અંબાશંકર તુલસીદાસ: કથાત્મક ગદ્યકૃતિ 'લીલા યાને જ્ઞાતિતંત્ર'(૧૯૧૯)ના કર્તા. કૌ.બ. દવે અંબાશંકર પુરુષોત્તમદાસ: નાટકકાર. એમની પાંચ પ્રવેશની નાટિકા ‘ખેડા ભીલનું ફારસ' (૧૮૯૮)માં વ્યભિચારિણી પત્નીના પ્રેમપ્રપંચનું નિરૂપણ છે. ‘સદાચાર સંગ્રહ અને રોકશેઠાણીને ઝગડો' (૧૮૯૪)માં સદાચાર અંગેના નીતિનિયમે, કેટલીક દેશી દવાઓનો પરિચય અને ઉપયોગ તથા અંતમાં કર્કશા પત્ની અને સદાચારી પતિ વચ્ચે થયેલા વિખવાદનું પદ્યાત્મક નિરૂપણ છે. નિ.વા. દવે ઇચ્છારામ : નવલિકાસંગ્રહ ‘પડછાયા'ના કર્તા. નિ.વ. દવે ઇન્દુકુમાર છગનલાલ, ‘.લ.વ.','કમલેશ ગુપ્ત(૧૦-૧૯tt): નાટકકાર. જન્મ ભાવનગરમાં. ૧૯૩૩માં બી.એસસી. ૧૯૩૫માં એલએલ.બી. ૧૯૩૬ થી ભાવનગરમાં વકીલાત. કૌ.બ્ર. ૨૧૬: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy