SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ થાનકી હરજીવન રામજી – દફતરી દુર્લભજી હાકમચંદ એમણ ગઝલસંગ્રહ ‘સિસૃક્ષા' (૧૯૮૩) આપ્યો છે. થાનકી હરજીવન રામજી (૨૧-૧-૧૯૩૫): નિબંધલેખક. જન્મ ચિચણી (ઠાણ, મહારાષ્ટ્ર)માં. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૧ માં બી.એડ. આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અંગ્રેજીના શિક્ષક. એમણે 'મંથન' (૧૯૭૦), ‘નીલકંઠ' (૧૯૭૫) તથા ‘આનંદ’ (૧૯૮૦) નામના નિબંધસંગ્રહો આપ્યા છે. પણ લેખક નાંધે છે. લેખકના મતે જુદી જુદી પ્રકૃતિ ધરાવતી ભાષાઓના વિશ્લેષણ પરથી તારવેલાં ‘ખાનાંઓની ભેળસેળ કરીને તેમાં ગુજરાતી સામગ્રી ઢાળવાનું કાર્ય અનેકવિધ અસંગતિઓ તથા ગૂંચવાડાઓ જન્માવનારું બન્યું છે. આમ અહીં ગુજરાતી વ્યાકરણની અનેક સ્તરે પુનર્વિચારણા થઈ છે; અને મહત્ત્વનું એ છે કે અહીં બેલચાલના વ્યવહારની માન્ય ગુજરેતીના પ્રયોગોની સામગ્રીને આધારે તે વ્યાકરણચર્ચા કરવાની પ્રયાસ થયો છે. (હ... થેકડી છાટાલાલ ધ.: છંદોબદ્ધ અને ગય રચનાઓને સંગ્રહ ‘પ્રદાન' (૧૯૬૨) ના કર્તા. કૌ.બ. થોડા નેખા જીવ (૧૯૮૫): વાડીલાલ ડગલીને સચિત્ર ચરિત્રનિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહબ માવળંકર, પ્રા. ત્રિભુવનદાસ ગજજર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જવા ભારતીય તેમ જ થોમસ માન, ચલી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સેલ્જનિન્સન, છૂં કે મારઇસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્ર સંગૃહીત છે. કિતના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થનું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની ધ્યાન ખેંચની લાક્ષણિકતા દ. સ. પી.: જુઓ, મેઘાણી ઝવેરચંદ કાળિદાર. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લખલે આ ગ્રંથ સાહિત્યદૃષ્ટિએ તેમ જ ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વનું છે. ગાંધીજીના પ્રારંભિક જીવનને ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગની. મથામાગ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારોમાંથી મુકત કરવા ગાંધીજીએ કરેલા પુરપાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામે -- આ બધું અહીં મોજૂદ છે. ચ.ટા. દક્ષિણી અમૃતલાલ રતનશી : ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધને નિરૂપતી જાસૂસી નવલકથા 'વતનનાં વહાલાં અને વેરી' (૧૯૭૦)ના કર્તા. દત્તાભારતી: “બ્રાંચલાઈન' (૧૯૭૧)ના કર્તા. દત્તાય બાળા : “મહાકાલેશ્વરાખ્યાયિકા'નાં કર્તા. થોડાં આંસુ : થોડાં ફૂલ (૧૯૭૬): ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકાર જયશંકર સુંદરી’ની આત્મકથા. સંનિષ્ઠ અને પારદર્શી વ્યકિતત્વ ધરાવતા આ નટે ઉચ્ચ કોટિનું નાટયકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય કથા અહીં પ્રગટ થઈ છે. તેમના અંગત જીવનના કરુણ પ્રસંગેનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગત ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. તેમાં કેટલાંક વ્યકિતચિત્ર પણ સમાવિષ્ટ થયાં છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાક' ત્રીજો પુરુષ એકવચન પદ્ધતિએ લખાયું હોઈ લેખક તેમાં વધુ તટસ્થ બની ચુકયા છે. નિ.વા. થોડોક વ્યાકરણવિચાર (૧૯૬૯) : ડૉ. હરિવલ્લભ ભાયાણીને છે વિભાગ અને તેત્રીસ પ્રણોમાં વહેંચાયેલા આ ગ્રંથ ગુજરાતી વ્યાકરણના “આખ્યાત’, ‘નામ’, ‘વિશેષણ’, ‘ક્રિયાવિશેષણ', ‘સમાસ’, ‘અંગસિદ્ધિ અને વાક્ય : અર્થ’ જેવાં ઘટકોની ભાષાવિજ્ઞાનના નૂતન સંદર્ભોના પ્રકાશમાં ચર્ચા કરે છે. ગુજરાતી ભાષામાં આ પૂર્વે થયેલ વ્યાકરણવિચાર મહદંશે અભ્યાસક્રમલક્ષી રહ્યો હતો અને તેના નિરૂપણ માટેનું પ્રતિમાને તત્કાલીન પરંપરાગત અંગ્રેજી વ્યાકરણ પાસેથી લેવામાં આવ્યું હતું. આ અંગ્રેજી વ્યાકરણો ગ્રીક-લેટિન વ્યાકરણો પરથી રચાયાં હતાં. વ્યાકરણની પરિભાષામાં આપણે ત્યાં અંગ્રેજી-સંસ્કૃત બંને વ્યાકરણનું અનુસરણ થયું હતું. આમ થવાથી ગુજરાતી ભાષાની પ્રકૃતિગત વિશિષ્ટતાઓને અનેક બાબતમાં અનાદર થયો હોવાનું દત્તાણી ચંદ્રકાન્ત મનજીભાઈ (૧૯-૫-૧૯૩૩): કવિ. જન્મ પોરબંદરમાં. જી.એફ.એલ.એમ., એલ.એમ.પી. ૧૯૫૮ થી ૧૯૬૨ સુધી સિવિલ હૉસ્પિટલ, પોરબંદરમાં મેડિકલ ઓફિસર. ૧૯૬૨ થી ૧૯૮૩ સુધી સ્વતંત્ર તબીબી વ્યવસાય. હાલ શ્રીમતી કે. બી. જે. મેટરનિટી હૉસ્પિટલ, પોરબંદરના વહીવટકર્તા. બેતાલીસ ગીતા, છેતાલીસ ગઝલે અને છત્રીસ અછાંદરા કૃતિઓને સંગ્રહ ‘નિતાન્ત' (૧૯૮૨) એમાંનાં વિષયવૈવિધ્ય તેમ જ ગીત અને ગઝલમાં યોજેલા પ્રાંબલયને લીધે નોંધપાત્ર છે. ચિંતનકણિકાઓનો સંચય પારાગ(૧૯૬૬) એમનું સંપાદન ક.છ. દફતરી દુર્લભજી હાકમચંદ: કવિ. જૂના વિષયોને નવીનતાથી રજ કરનાર આ કવિના “દુર્લભકૃત કાવ્ય' (૧૮૯૮) નામક સંગ્રહમાં ૨૦૮: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy