SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેદી રસિક મણિલાલ ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી વિજયાશંકર કેશવરામ: જન્મ સુરતમાં. રેલવેમાં નોકરી. પછી રેવન્યુ ખાતામાં. કાવ્યબાનીમાં નર્મદશાઈ બળ અને દલપતરામનું અગાંભીર્ય ધરાવતા નર્મદના આ અન્યાયી કવિએ ‘વિજયવાણી' (૧૮૭૮) કાવ્યસંગ્રહ તથા ચિનગ્રંથ સૃષ્ટિસર્વ” - પૂર્વાર્ધ (૧૮૯૬) અને નેક નામદાર” જેવાં પુસ્તકો આપ્યાં છે. ચ.ટો. ત્રિવેદી વિદ્યારામ વસનજી : જીવનચરિત્રો ‘ધૂરોપના સુપ્રસિદ્ધ | શિક્ષણ સુધારકો' (૧૯૩૨), કમલે કેનૂર' (૧૯૩૭), 'માર્ટિન જૂથર' (૧૯૩૯) તથા હિન્દુસ્તાની ભાષાની પાઠયપુસ્તિકાઓ ‘હિન્દુસ્તાની ભાષાપ્રવેશ’: ૧, ૨, ૩ (૧૯૪૩)ના કર્તા. માંથી ગુજરાતી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૮૨માં પીએચ.ડી. વલ્લભવિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. એમની પાસેથી શિષ્ટ, સમભાવયુકત વિવેચનલેખોને સંગ્રહ દૃષ્ટિબિંદુ' (૧૯૮૦) મળ્યો છે. એમણે “કાવ્યપરિમલ’, ‘કાવ્યસુમન’, ‘પેટલીકર : શીલ અને શબ્દ' (૧૯૭૬) વગેરે સંપાદન પણ આપ્યાં છે. નિ.વા. ત્રિવેદી રસિક મણિલાલ: પૌરાણિક કથાનક પર આધારિત નાટક ‘રાધાનું રૂસણું' (૧૯૭૩) ના કર્તા. નિ.વા. ત્રિવેદી રસિકલાલ પોપટલાલ : ‘વીર ભજનસંગ્રહના કર્તા. નિ.. ત્રિવેદી લલિતકુમાર પ્રભુલાલ / લલિત ત્રિવેદી (૯-૮-૧૯૪૭): કવિ. જન્મ રાજકોટમાં. એમ.બી.બી.એસ. ‘અલગ' (૧૯૮૨) એમનો કાવ્યસંગ્રહ છે. રચંટો. ત્રિવેદી લલ્લુભાઈ ઈશ્વરલાલ: જાસૂસી નવલકથા ‘અજબ ખૂનના કર્તા. નિ.વા. ત્રિવેદી લાલજી કલ્યાણજી: ‘સ્ત્રીગરબાવળી' (૧૯૨૩)ના કર્તા. નિ.વી. ત્રિવેદી લાલશંકર રણછોડજી : 'સંગીતરત્નમાળા' - ભા. ૨ના કર્તા. નિ.. ત્રિવેદી વસંતરાય મેહનલાલ : “બાળાસ્તવન' (૧૯૧૪)ના કર્તા. ત્રિવેદી વાલજી ગોવિદજી: જાસૂસી નવલકથાઓ છૂપી પોલીસ અને ‘ડિટેકટીવ દેવેન્દ્રના કર્તા. નિ.. ત્રિવેદી વાસુદેવ હરદેવ: બાળપયોગી પુસ્તક ‘માર્કડેયીના કર્તા. નિ.. ત્રિવેદી વિજયકુમાર : પ્રસંગકથાઓનો સંગ્રહ ‘મારા અનુભવો’ (૧૯૫૬), ચરિત્રોને સંગ્રહ ‘જીવીમા' (૧૯૬૦), વાર્તાસંગ્રહ ‘ખુદ ભગવાને કહ્યું છે? (૧૯૭૩) અને ‘ચીંથરે વીંટવાં રતન” (૧૯૬૩) ના કર્તા. ત્રિવેદી વિષણુપ્રસાદ રણછોડલાલ, 'પ્રેરિત' (૪-૭-૧૮૯૯): વિવેચક, જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬ માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃતગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ. ટી. બી. કોલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯ને નર્મદચંદ્રક. ૧૯૬૨ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧ માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧ માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪ -માં સાહિત્ય અકાદમીની ફેલેશિપ. ‘વિવેચના' (૧૯૩૯) એમને પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન' (૧૯૪૯), ‘ઉપાયન' (૧૯૬૧) અને સાહિત્યસંસ્પર્શ' (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬ માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાને અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' (૧૯૫૦) માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગા. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને ‘ગોવર્ધનરામ : ચિતક ને સર્જક' (૧૯૬૩) નામે મળ્યાં છે. એમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલો વિવેચનલેખ મળ્યો છે “સરસ્વતીચંદ્ર'. છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધનરામ પરની વ્યાખ્યાનમાળામાં એમને ઉપક્રમ 'સરસ્વતીચંદ્રનાં પ્રભાવક તો શોધવા-સારવવાનો જણાય છે. “ગવર્ધનરામની શૈલી' વિશેના બે લેખમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સેદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે ત્રિવેદી વિજયશંકર હિમતરામ: રહસ્યકથા “નેહલતા'(૧૯૧૫) ના કર્તા. ત્રિવેદી વિજ્યાલક્ષ્મી હ. (૧૮૮૮, ૧૯૧૩): મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વ. વિજયાલક્ષ્મીની કૃતિઓ’ નામે પ્રગટ થયો છે. ચંટો. ૨૦૪: ગુજરાતી સાહિત્યકેશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy