SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાકોર જીવણલાલ કરસનજી - ઠાકોર પ્રફુલ્લ પ્રાણલાલ ૧૯૫૨ માં અંગ્રેજી વિષયમાં ફરી એમ.એ. ૧૯૫૮-૮૬ માં બી. ડી. આર્ટ્સ મહિલા કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીનાં અધ્યાપક. અત્યારે નિવૃત્ત. સંસારદર્શનને લક્ષ્ય કરતી અને સમભાવપૂર્વક મહિલાચિત્તના ભાવોનું ચિત્રણ કરતી એમની નવલકથાઓ લોકપ્રિય છે. એમણે “વત્સલા' (૧૯૫૩), 'મોટા ઘરની વહુ' (૧૯૫૪), આ જ નવલકથાના અનુસંધાનમાં આગળ વધતી “બે ઘર' (૧૯૬૮), 'નવ ' પ્રસ્થાન(૧૯૭૭), “ચક્રાવો'(૧૯૭૩), 'કદમ કદમના સાથી’ (૧૯૭૬), ‘સ્વયં સંસાર' (૧૯૭૬), 'પુત્રવધૂની શોધમાં' (૧૯૮૧) જેવી નવલકથાઓ તેમ જ “બારણાં ઉઘાડો' (૧૯૬૨) નામે વાર્તાસંગ્રહ આપ્યાં છે. સ્ત્રી'-ભા. ૧-૨ (૧૯૫૪), “માદામ બાવરી’ – ભા. ૧, ૨ (૧૯૫૬, ૧૯૫૭), ‘મા’ - ભા. ૧-૨ (૧૯૬૨), ‘સેવિયેટ દેશની ૨૫ વાર્તાઓ' (૧૯૬૮), 'પાનખરનાં ગુલાબ' (૧૯૭૭) એમના અનુવાદો છે. રાંટો. ઠાકોર જીવણલાલ કરસનજી: “સ્વ. વૈદ્ય અમૃતલાલ સુંદરજી પઢીયારની જીવનકથા' (૧૯૨૨) અને સાહિત્ય, ધર્મ, ઇત્યાદિની ચર્ચાયુકત ચાલીસ સંવાદો ધરાવતી દંપતી વાર્તાલાપ'(૧૯૨૬) જવી કૃતિઓના કર્તા. પા.માં. ઠાકોર ઠાકોરભાઈ શીપતરાય (૨૨-૨-૧૯૦૨): ચરિત્રલેખક. જન્મ ભરૂચમાં. ૧૯૧૯માં સુરતથી મૅટ્રિક. ૧૯૨૩માં બી.એ., ૧૯૨૪ -માં બી.એસસી. નોકરીની શરૂઆત કસ્ટમ ખાતાથી. પછી મદ્રાસમાં કવિ ખબરદારની મોટરસાયકલની પેઢીમાં, પછી ગેરિઓ લિમિટેડ કંપનીના સેલ્સમેન તરીકે અમદાવાદમાં. ૧૯૨૬ થી અમદાવાદ પ્રોપ્રાયટરી શાળામાં શિક્ષક અને આચાર્ય. એ પછી ૧૯૮૦ સુધી ટ્રસ્ટી તરીકે કાર્ય. ત્યાંથી જ નિવૃત્ત. એમણે પિતાના વડીલબંધુની જીવનચરિત્રકથા 'કર્મયોગી વૈકુંઠભાઈ' (૧૯૫૨) અને આત્મકથા 'મારી એકલ કેડીની યાત્રા” (૧૯૮૬) આપ્યાં છે. આત્મકથામાં એક અદના પુરુષાર્થો શિક્ષકને પુરુષાર્થ રજૂ થયો છે. મુ.માં ઠાકોર ત્રિકમલાલ હરિલાલ: ધર્મપ્રધાન પદ્યકૃતિ “બાલકૃષ્ણ ઉત્તર ગીતા' તેમ જ ચરિત્રકૃતિ 'જગન્નાથ સ્વામીનું ચરિત્ર'(૧૯૧૧) -ના કર્તા. ચોખવટથી વાત કરજો'-ભા. ૧-૨-૩(૧૯૪૪), ઈસમેં ડરના કથા?' (૧૯૫૦), “ચાલો શીખીએ' (૧૯૫૭), “ચતુરને ચોતરો (૧૯૬૦) એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. શ્ર.ત્રિ. ઠાકોર દોલતસિંહ હરિસિંહ: દિલ હીપતિ પૃથ્વીરાજના કનકવિજયના પ્રસંગને નિરૂપતું ચાર અંકનું નાટક ‘સંયોગતા હરણ (૧૮૮૭)ના કર્તા. કૌ.. ઠાકોર પિનાકિન ઉદયલાલ (૨૪-૧૦-૧૯૧૬): કવિ, ગદ્યકાર, બ્રહ્મદેશના પીંગમાં શહેરમાં જન્મ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૩૪માં મૅટ્રિક. ત્યાં એક વર્ષ કૉલેજને અભ્યાસ કરી પૂના જઈ ૧૯૩૮ માં બી.એસસી. થયા. ૧૯૪૦માં બર્મામાં સેના-ઝવેરાતને વેપાર, ૧૯૪૧થી અમદાવાદમાં ઝવેરાતની દુકાન. ૧૯૪૨ની લડતમાં સક્રિય હિસ્સે. ૧૯૫૬ થી ૧૯૭૭ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદના નાટ વિભાગ સાથે સંલગ્ન. આ સૌન્દર્યાભિમુખ કવિએ ‘આલાપ' (૧૯૫૨), 'રાગિણી’ (૧૯૬૬), 'ઝાંખી અને પડછાયા' (૧૯૭૧), ફોરાં અને ફૂલ’ (૧૯૭૫), 'ભીના શબદો' (૧૯૮૨), ‘આશિષ-મંગલ' (૧૯૮૨) વગેરે કાવ્યસંગ્રહો આપ્યા છે. એમના કવનવિથા મુખ્યત્વ અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રેમ છે. મિલનમાં વિરહ અને વિરહમાં મિલનને ભાવે આલેખે એ એમની વિશેષતા છે. ‘રગિણી'માં સેળ નૃત્યનાટિકાઓ છે. દરેક કૃનિમાં આછું-પાતળું કથાતત્ત્વ છે અને વિશેષ માત્રામાં ગીતતત્ત્વ છે. લય-સૂઝને કારણે ગીતા મધુર બન્યાં છે. ‘શ્રી લકુલીશ-સ્મરણયાત્રા' (૧૯૭૨) અને ‘અંઝર ઝલૂક' (૧૯૮૭) એમની ગદ્યકૃતિઓ છે. પ્ર.બ. ઠાકોર પ્રફુલ્લ પ્રાણલાલ (૬-૨-૧૯૨૩) : ચરિત્રકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી. એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. અત્યારે ધ પ્રાઈટરી હાઈસ્કૂલ, અમદાવાદના નિયામક, એમણે બાળકોના વિવેકાનંદ' (૧૯૪૩), ‘શ્રી રામકૃષ્ણ (૧૯૪૪), ‘કિશોરોના રામતીર્થ' (૧૯૪૭), ‘બુકર ટી. વોશિંગ્ટન (૧૯૪૮), 'સંત તુકારામ' (૧૯૫૦), 'સંત નામદેવ' (૧૯૫૧), સંત જ્ઞાનેશ્વરી' (૧૯૫૨), 'જહોન કેનેડી' (૧૯૫૨), ‘વામી શારદાનંદ' (૧૯૫૩) વગેરે સંતપુરુષો અને મહાન નેતાઓની જીવનકથાઓ સંક્ષેપમાં પણ વિશદ રીતે અને કિશોરભોગ્ય શૈલીમાં આલેખી છે. મહાભારત, રામાયણ તથા રઘુવંશની બાલભોગ્ય સારસંક્ષેપકથાઓ ‘બાલભારત' (૧૯૪૭), ‘બાલરામાયણ' (૧૯૫૪) અને 'રઘુવંશ' (૧૯૬૧) માં આપી છે. “ઇડરિયો ગઢ જીત્યાં રે' (૧૯૪૯) એ ગેસ્મિથના ‘શી ટુરા ટુ કોન્કર’નું રૂપાંતરિત નાટક છે. હેમ્લેટ' (૧૯૫૭), 'જુલિઅસ સીઝર' (૧૯૫૮) અને 'વિન્ટર્સ ટેલ' (૧૯૫૯) એ અંગ્રેજી નાટ્યકથાઓનું ગુજરાતી રૂપાંતર છે. ‘સુભાષિત કથા’ – ભા. ઠાકોર દયાળસિંહ: શ્રીમન નથુરામ શર્માના ચરિત્ર અંગેની માહિતી આપતી પુસ્તિકાઓ ‘નાથપ્રભુ' (૧૯૪૫), ‘આનંદ આશ્રમ અને તેના અધિષ્ઠાતા' (૧૯૪૫) તથા ‘કૃપાનાથ કપડવંજમાં' (૧૯૪૫) ના કર્તા. ઠાકોર દિનેશ મોતીલાલ (૩૧-૫-૧૯૧૩): બાળસાહિત્યકાર, જન્મ અમદાવાદમાં. બી.એ., બી.એડ. સ્વસ્તિક શિશુવિહાર, અમદાવાદના નિયામક. ૧૭૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy