SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાકર વીરજી શામજી - ઠાકર શાંતિલાલ સેમેશ્વર જન્મ સેડલામાં. ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૫૭માં બી.એ., ૧૯૫૯માં એમ.એ., ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સને ડિપ્લોમા. સાતેક વર્ષ અમદાવાદની કૉલેજમાં અધ્યાપક અને હવે પોતાના કિલનિકમાં આયુર્વેદીય ચિકિત્સક, ‘આકંઠ સાબરમતી' નામની નાટયલેખકોની વર્કશોપમાં સક્રિય રસ. ‘કૃતિ', 'ઉમૂલન' જેવાં સામયિકોનું પ્રકાશન. ૧૯૬૨ને કુમારચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક, જે પરત કરેલ. સાતમા દાયકામાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિતાથી જુદી પડી જતી આધુનિક મિજાજવાળી કવિતા લઈને જે કવિઓ ગુજરાતી કવિતામાં આવ્યા તેમાં લાભશંકર અને એમના રે મઠ'ના કવિઓની કવિતાને અગત્યનો ફાળે હતો. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા' (૧૯૬૫)ની મોટા ભાગની રચનાઓ અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ, સાંપ્રતમાંથી અતીતની સ્મૃતિમાં સરવાની ટેવ, પ્રકૃતિનાં તત્ત્વો પ્રત્યે આકર્ષણ ઇત્યાદિ વલણને લીધ, અલબત્ત, પુરોગામી કવિતા સાથેનું અનુસંધાને વિશેષ જાળવે છે તોપણ એમાંની 'તડકો' રચના પરંપરાને છેડી પ્રયોગશીલતા તરફ ગતિ કરતી કવિની શકિતની સૂચક છે. છાંદસ-અછાંદસના મિશ્રણ સહિતની, ક૯૫નેને વિશેષ આકાય લેતી અને વાર્થમાં અતાર્કિક બનતી શૈલી, ગાંભીર્ય અને હળવારાનું સંયોજન, લયનું વૈવિધ્ય, વ્યકિતત્વની ખંડિતતા અને નિર્ભાન્તિને અનુભવ વગેરે આધુનિક કવિતાનાં ઘણાં લક્ષણાવાળી ‘માણસની વાત' (૧૯૬૮) જેવી દી કવિતા કવિને આધુનિક કવિઓમાં અગ્રસ્થાને મૂકી દે છે. “મારે નામને દરવાજે' (૧૯૭૨)નાં કેટલાંક કાવ્યમાં શબ્દથી વ્યકત ન થઈ શકવાને લીધે મનમાં અનુભવાતી ભેંસ, અસ્તિત્વની સ્થગિતતા, મજબૂત ચોકઠાં ને બંધ બારણાં સામેને વિદ્રોહ વગેરે ભાવ વ્યકત થયા છે. એમાંનું ‘લઘરો' કાવ્યજૂથ ભાષાસામર્થ્ય વિશે શ્રદ્ધા ગુમાવતા કવિની, હાસ્ય-કટાક્ષનો આશ્રય લઈ કરેલી વિડંબનાથી ધ્યાનપાત્ર બન્યું છે. ‘બૂમ કાગળમાં કોરા' (૧૯૭૪). -નાં કાવ્યોમાં શબ્દની વંધ્યતા સંવેદનનો વિષય બને છે. શબ્દ- વિષયક આ સંવેદના શબ્દ દ્વારા જ વ્યકત થવા મથે છે ત્યારે એ વખતોવખત વિચારતત્વના ભારણવાળી અને સંવેદનના પુનરાવર્તનવાળી બની જાય છે. 'પ્રવાહણ' (૧૯૮૬) એ દીર્ધકાવ્યમાં મળત્સર્ગની જગુપ્સાપ્રેરક અને ગુહ્ય કિયાની સહાપ. સ્થિતિમાં કાવ્યોત્સર્ગની ક્રિયાને મૂકી સર્જનની પ્રવૃત્તિની વિડંબના-વેદનાને કવિએ સબળ અભિવ્યકિત આપી છે. લેખકનું પહેલું એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’ ‘રે મઠ' -ના પાંચ સર્જકમિત્રોએ સાથે મળી પ્રગટ કરેલા એકાંકીસંગ્રહ મેઈક બિલીવ' (૧૯૬૭)માં મળે છે. આ એકાંકી અને ત્યાર પછી પ્રગટ થયેલા સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા (૧૯૭૩) નાં એકાંકીઓ ઍબ્સર્ડ શૈલીનાં છે. નાટથોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ એના આસ્વાદ્ય અંશે છે; પરંતુ ક્રિયા કરતાં સંવાદનું વિશેષ ભારણ અને કવચિત્ ઘટનાની યોગ્ય માવજત કરવાની ખામીને લીધે એમાં નાટયતત્ત્વ ખૂટે છે. પરંતુ, પહેલાં પ્રયોગ અને પછી લેખન એ લીલાનાટયની પ્રક્રિયામાંથી મળેલાં “આકંઠ સાબરમતી’ની નીપજરૂપ બાથટબમાં માછલી' (૧૯૮૨)નાં એકાંકીઓમાં નાટયતત્ત્વ પૂરેપુરું સિદ્ધ થતું જોવાય છે. ભાષાનો શબ્દ અપૂરતા લાગતાં આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટયઅર્થને ઉપસાવવાને જે ઉપક્રમ આ એકાંકી-નાટકોમાં છે તે તત્ત્વ ગુજરાતી નાટકના વિકાસમાં મહત્ત્વનું સ્થિત્યંતર છે. સુભાષ શાહ સાથે રચેલા સેમ્યુઅલ બેકેટના વેઈટિંગ ફોર ગેદો' નાટકથી પ્રભાવિત ત્રિઅંકી નાટક ‘એક ઊંદર અને જદુનાથ' (૧૯૬૬)માં નાટયતત્ત્વ કરતાં પ્રયોગનાવીન્ય વિશેષ છે. પાંચપ્રવેશી દ્વિઅંકી નાટક 'પીળું ગુલાબ અને હું' (૧૯૮૫) પણ “લીલાનાટ’ની નીપજ છે. આ નાટકમાં કૃતકતા અને દાંભિકતાથી ઉબાઈ ગયેલી, અકૃતક પ્રેમસ્પર્શને ઝંખતી એક સ્ત્રીની વેદના વ્યકત થઈ છે. લેખકની બે નવલકથાઓમાંની ‘અકરમાત' (૧૯૬૮) એ સાદી પ્રણયકથા છે, તો ‘કોણ?' (૧૯૬૮) એ નક્કર કારણોના અભાવને લીધે અપ્રતીતિકર પરિસ્થિતિ પર મંડાયેલી અને સંઘર્ષ વગરની, જીવનથી નિર્કાન્ત બનેલા, ચીલેચલુ જીવનને છોડી નાસી છૂટતા, એક વિલક્ષણ વ્યકિતત્વવાળા યુવાનની કથા છે. ‘ઇનર લાઇફ' નવલકથા-સ્વરૂપની તપાસ કરતા દિનેશ કોઠારીના સહયોગમાં લખેલું વિવેચનગ્રંથ છે. 'મળેલા જીવની સમીક્ષા (૧૯૬૯) અધ્યાપકીય વિવેચનનું પુસ્તક છે. લોકોના (દૈનિક)માં કટારલેખા રૂપે લખેલા લેખોનો સંગ્રહ ‘સર્વમિત્ર' (૧૯૮૬) આયુર્વેદીય ગ્રંથ હોવા છતાં દરેક પ્રસંગની સાથે સંકળાયેલા સર્વમિત્રના વ્યકિતત્વની કેટલીક વિલક્ષણ રેખાઓથી જુદા પ્રકારનો ગ્રંથ બને છે. ‘એક મિનિટ’ (૧૯૮૬) એ રાજય, ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય આદિ પરના, સંવેદનથી ચમકતા લઘુલેખાને સંગ્રહ છે. ‘મારી બા' (૧૯૮૯) ચરિત્રપુસ્તક છે. જ.ગા. ઠાકર વીરજી શામજી : ‘મનસુંદરીહરણ નાટકનાં ગાયને” (અન્ય સાથે હઠ)ના ક. ઠાકર શંભુરામ જેઠારામ: સામાજિક કથા ‘કાન્તા યાને દીવાન જેને" - ભા. ૧(૧૯૧૫) ના કર્તા. ઠાકર શાંતિલાલ: “રાતી મદાલસા અને બીજી નાટિકાઓ'ના કર્તા. ઠાકર શાંતિલાલ સોમેશ્વર (૧૫-૯-૧૯૮૪): નિબંધકાર, અનુવાદક. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ થરાદમાં. માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. ૧૯૨૨ માં મૅટ્રિક. ૧૯૨૬માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે સ્નાતક, ૧૯૨૮ માં અનુસ્નાતક. કેટલાક સમય ખેડા-નડિયાદમાં શિક્ષક, પછી બોરસદ હાઈસ્કૂલમાં આચાર્ય. પછી એ જ પદેથી નિવૃત્ત. ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy