SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સસ ચી’(૨૭-૬-૧૯૧૮): સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર. જન્મ કોર્ટનામાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્માસિદ્ધપુરમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઑલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક. "મણિલાલ નભુભાઈની ગોવધના' (૧૯૫૬), ‘સ અને રુચિ’(૧૯૬૩), ‘આંપ્રત સાહિત્ય'(૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિદ્યાપ’(૧૯૭૩), 'વિભાવિનમ'(૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રિચ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયા છે. આ અંગેની એમની ઊંડી જાણકારી નાધળા'(૧૯૮૫) પુસ્તકમાં અને તવિષયક અન્ય લેખામાં પ્રતીત થાય છે. 'મણિભાઈ નભુભાઈ : જીવનરંગ'(૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યકિતનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠ અને વિવેક દાખવીને પાર પાડયું છે. ‘પરંપરા અને પ્રગતિ’(૧૯૮૦) એ સ્વ. કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીષ ચરિત્ર છે. ‘રંગકસુંબી’(૧૯૬૩), ‘દ્રષ્ટા અને ભ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ ચૈત્રીમાં ઉપસાવ્યાં છે. 'સફર સો દિવસની'- ભા. ૧-૨ (૧૯૭૭) એમના વિદેશપ્રવાસની રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યના, નીર દૃષ્ટિવાળા અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ - ભા. ૧-૨ (સંવ. આ. ૧૯૮૨) સૌ કોઈ સાહિત્યશિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્યકૃતિ ઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણા સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘રિલાલની વિચારધારા'(૧૯૪૯), 'મિત્રલાલના ત્રણ લેખા'(૧૯૪૯), ‘કાન્તા’(૧૯૫૪), ‘નૃસિંહાવતાર’(૧૯૫૫), 'ધૂમકેતુ વાર્તાસૌરભ'- ભા. ૧-૨ (૧૯૫૫), 'જયભિખ્ખુ વાર્તાસૌરભ' (૧૯૫૫),‘આત્મનિમન’(૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’(૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વધ્યાય અને સૂચિ' (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે આપણાં ખંડકાવ્યો’(૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’(૧૯૬૧) એમનાં Jain Education International ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર – ઠાકર ભરતકુમાર ધીરુભાઈ અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. અભિનય નાટકો (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રશ્નવા’(૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે. પ્ર.. ઠાકર નરોત્તમ મોહનલાલ : નવલકથા ‘અનુ-ઈંદુ’- ભા. ૧ (૧૯૦૭) -ના કર્તા. ૨.ર.દ. ઠાકર નર્મદાશંકર ગણપતરામ : વિવિધ વિષયની પાંચ કાવ્યકૃતિઓ ધરાવતા 'કાવ્યપંચામૃત'(૧૯૨૯) તથા પચીસ કાવ્યકૃતિઓન સંગ્રહ ‘દર્શન’(૧૯૫૧)ના કર્તા, ૨.ર.દ. ઠાકર નાનુ : ક્રાંતિની ભાવનાને નિરૂપતી નવલકથા ‘સિતમની ચક્કીમાં’ (એક સ્વપ્ન)(૧૯૩૨)ના કર્તા. ૩.૨.૬. ઠાકર નારાયણલાલ ૨. : ખંડકાવ્યા તેમ જ અન્ય સ્વરૂપની કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘કાવ્યાવિન્દ’(૧૯૨૬)ના કર્તા. કી.જી. ઠાકર પુરુષોત્તમદાસ મારારજી : ‘વિધવા દુ:ખદર્શક નાટક અને વાંઢાનો વરઘોડો' (૧૮૮૦ના કર્તા ૨.ર.દ. ઠાકર પ્રફુલ્લ : વેર, વ્યભિચાર અને ધીંગાણાનું પરંપરિત નિરૂપણ કરની ‘અંગાર” (૧૯૭૩), ગતિશીલ કથાપ્રવાહ ધરાવતી ‘વસૂલાત’ (૧૯૭૮) તથા પ્રણયી યુગલેાની પ્રેમકથનીને અસરકારક સંવાદો અને પ્રવાહી શૈલીમાં આલેખતી ‘પ્રેમસાગર'(૧૯૭૯) જેવી નવલકથાઓના કર્તા. ... ઠાકર પ્રાણગોવિદ રાજારામ (મહેતા) : પદ્યકૃતિ ઉપવિત મહાત્મ્યની થા'(૧૯૦૨)ના કર્તા. 2.2.8. ઠાકર પ્રેમશંકર દામોદરદાસ : સિદ્ધપુરના રુદ્રમાળના વીગતપૂર્ણ ઐતિહાસિક પરિચય આપનું પુસ્તક ‘રુદ્રમહાલય’(૧૯૬૩) ના કર્યાં. ઠાકર ભગવાનદાસ દેવશીભાઈ : નાટક ‘વીર રમણી’(૧૮૯૩), પદ્યકૃતિ પનિયાની ઝાળ’અન્ય સાથે, ૧૯) તથા નાટક નવીન વિના પદર્શક'ના કર્ત ૨.૨.૬. ઠાકર, ભરતકુમાર ધીરુભાઈ (૧૪-૫-૧૯૪૧): વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. વતન વીરમગામ. ૧૯૬૧માં ગુજરાતી વિષ સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૭૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩-૬૪માં આણંદની કૉલેજમાં અને ૧૯૬૪થી ૧૯૬૮ સુધી ધોળકાની કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૮થી આજ દિન સુધી. ધોળકાની કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યા. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy