SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ઠક્કર મેરારજી છગનલાલ ઠક્કર સુંદરજી પુંજાભાઈ ઠક્કર લવજી ડાહ્યાભાઈ: કથાત્મક ગદ્યકૃતિ ‘મારું સ્વપ્ન (૧૯૧૬)ના કર્તા. ઠક્કર મોરારજી છગનલાલ, ‘વિશ્વમિત્ર': ઐતિહાસિક નવલકથા સંત બળરામ અને પતિતા' (૧૯૫૩), “અણપ્રીછડ્યાં હેત' (૧૯૫૭), ‘કોને વિજ્ય' (૧૯૫૮), ‘આત્મવંચના' (૧૯૫૯) તથા બંગાળી નવલકથાને અનુવાદ ‘બે બહેનો' (૧૯૫૭)ના કર્તા. ૨.રદ. ઠક્કર મેહનલાલ વ.: બાળકાવ્યોને સંગ્રહ “છીપલાં(૧૯૪૪) તથા 'ઝરમર' (૧૯૫૫)ના કર્તા. નિ.. ઠક્કર રણછોડદાસ ભીમજીભાઈ: ગૌડ બંગાળના મહારાજા ગોપીચંદને કેન્દ્રમાં રાખી રચેલે ‘ગેપીરાંદ ખેલના ગાયનરૂપી ઓપેરા' (૧૯૪૫)ના કર્તા. કૌ.વ્ય. ઠક્કર રતિલાલ ભનજી, ‘મસ્તીખોર’: પ્રસંગનિરૂપણ કરતા અને અંતે બોધ આપતા પ્રસંગેનું પુસ્તક ‘ખલકના ખેલ : ૧ (૧૯૨૯)ના કર્તા. ઠક્કર લવજી માવજી: પદ્યકૃતિ 'પરમાનંદ વિરહબાવની' (૧૯૧૬) -ના કર્તા. કૌ.બ્ર. ઠક્કર લવજી માંડણ: નવલકથા મહેન્દ્રમુકતા કિંવા પ્રમજવાળા'ના કર્તા. કૌ.બ્ર. ઠક્કર લીલાધર હરિદાસ : કચ્છી કવિ કૃષ્ણદાસની મૂળ કચ્છી ભાષાની રચનાઓને ગુજરાતીમાં પદ્યાનુવાદ (સારાંશ સહ) રજૂ કરતી પુસ્તિકા (કચ્છી ભાષાની કવિતા' (૧૮૬૯)ના કર્તા. કૌ.બ્ર. ઠક્કર વનમાળીદાસ મોતીલાલ: દૈવી પ્રેમને વિષય બનાવતી પદ્યરચનાઓને સંગ્રહ ‘પ્રેમરત્ન ભજનાવાળી' (૧૯૮૬) ના કર્તા. ઠક્કર રમણ: પરંપરાગત સાત ટૂંકીવાર્તાઓનો સંગ્રહ “સમાજની શેતરંજ' (૧૯૫૪)ના કર્તા. ક.બ્ર. ઠક્કર રાઘવજી પ્રાગજી: ધર્મપ્રધાન પદ્યરચનાઓને સંગ્રહ ‘સંતાસંત દર્પણ'ના કર્તા. કૌ.બ્ર. ઠક્કર રામુ પરમાનંદ, ‘ગપ્પીદાસ, મુ.દ.૨.' (૧૮-૯-૧૮૯૮, ૭-૯-૧૯૬૭): બાળસાહિત્યકાર. ‘મેત સામે મોરચો' (૧૯૫૮) -માં હળવી શૈલીમાં કહેવાયેલી કિશોરકથાઓ છે. ધારાપુરીનો ખજાનો'- ભા. ૧-૨ માં અનૂદિત વાર્તાઓ છે. આ ઉપરાંત દિવાના' (૧૯૨૪) નવલકથા પણ એમણે લખી છે. કૌ.બ્ર. ઠક્કર લાભાઈ જગજીવનદાસ: ભિક્ષુ અખંડ આનંદજી' (૧૮૭૪, ૪-૧-૧૯૪૨): ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. ખેડા જિલ્લાના બોરસદના વતની. છ-સાત ધોરણ સુધી અભ્યાસ વતનમાં. ત્યારબાદ ખંભાત પાસેના સારોદ ગામમાં કરિયાણાના વેપાર. ૧૯૦૪માં શિવાનંદ સ્વામી પાસે સંન્યસ્ત-દીક્ષા. સસ્તા ભાવે ઉત્તમ પુસ્તકો આપવાની યોજના સિદ્ધ કરવા મુંબઈ તથા અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના તથા પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓના સંચયો અને જીવનલક્ષી સાહિત્યનું પ્રકાશન. એમણે ‘આદર્શ ચરિત્ર સંગ્રહ’ (૧૯૪૧), ‘ભારતના વીરપુરુષ' (૧૯૪૦), ‘મહાત્મા સરયુદાસજી (૧૯૪૧), “સ્વામી રામતીર્થ (૧૯૪૦), 'પ્રીતમદાસની વાણી' (૧૯૪૦), “સોનેરી સૂચને અને સુવિચાર સામગ્રી' (૧૯૩૫), 'સામાજિક ટૂંકીવાર્તાઓ' (૧૯૩૭) વગેરે જીવનચરિત્ર, સંપાદને, ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના અનુવાદો, ચિંતનપ્રેરક પુસ્તકો અને અનેક ગ્રંથમાળાઓ પ્રકાશિત કર્યા છે. નિ.વે. ઠક્કર વસનજી પરમાણંદ: ગદ્યકૃતિ ‘તરત દાન ને મહાપુણ્ય': ૧-૨ (૧૮૮૯) ના કર્તા. કૌ.વ્ય. ઠક્કર વાડીલાલ પી.: ‘વસંત-રજબ' (૧૯૬૧), ‘લાખેણાં મોતી' (૧૯૬૨), ‘સતરંગી મહલ' (૧૯૬૨), 'સુંદરગઢનો મહેલ' (૧૯૬૨), ‘માતનમાલા' (૧૯૬૩), “ભાભારામ' વગેરે બાળવાર્તાઓના કર્તા. કૌ.વ્ય. ઠક્કર વિઠ્ઠલભાઈ આશારામ; “રાધિકાદાસનું જીવનચરિત્રના કર્તા. કૌ.બ્ર. ઠક્કર વૃજલાલ જાદવજી: ‘નિભંગી કુસુમ' (૧૯૧૨), ‘નવીન સંન્યાસી' (૧૯૧૪), ગુલાસાના અથવા આદર્શ અબળા' (૧૯૧૫), ‘વનવાસિની' (૧૯૧૬), ‘અકબર રાજ રહસ્ય' (૧૯૧૬), ‘કંગાલ કેદી અથવા સ્નેહસંબંધ’ – ભા. ૧-૨ (૧૯૧૬), 'દગાબાજ દુનિયા' (૧૯૧૬), ‘પિશાચિની કે પ્રેમદા' (૧૯૧૭), 'રાહતનૈતિક પäત્ર અથવા મરુભૂમિની મૅહિની' (૧૯૧૮), ‘પ્રતાપાદિત્ય' (૧૯૨૦) જેવી સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ; જીવનચરિત્ર ‘મહાન એલેકઝાંડર” તથા “અસલી સચિત્ર કોકશાસ્ત્રના કર્તા. ૨,૨.દ. ઠક્કર સુંદરજી પુંજાભાઈ (૧૮૬૫, -) કવિ, નવલકથાકાર, નાટયલેખક. જન્મ રાજકોટમાં. સાધારણ કેળવણી લીધા પછી મુદ્રણપ્રકાશનને વ્યવસાય. એમણે વિવિધ પ્રકારના સણોને મહિમા કરતી, દોહરા અને સોરઠા તેમ જ અન્ય વૃત્તામાં લખાયેલી કૃતિઓના બે સંગ્રહો શ્રી સુંદર સહસ્ત્રી’ અને ‘સુંદર સપ્તશતી', આખ્યાનસ્વરૂપની કૃતિ “ચંદ્રસેન અને ચંદ્રકળા' (૧૮૮૯) તેમજ અન્ય કાવ્ય ૧૬૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy