SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જોશીપુરા દિનકરરાય પુ.– જોશીપુરા શંભુપ્રસાદ છેલશંકર એમણે “સાક્ષરમાળા' (૧૯૧૨) જેવા મહત્ત્વના સચિત્ર સંદર્ભગ્રંથમાં ૧૯૨ સાહિત્યકારોનાં સાહિત્ય અને જીવન વિશે માહિતી આપેલી છે. એમના અન્ય ગ્રંથોમાં નરસિંહ મહેતાના જીવન પરથી ‘ભકતકવિ નરસિંહ મહેતાનું જીવન તથા કવન’ (૧૯૦૮), “ભકતકવિ ભજલ' (૧૯૧૧), ‘માજોનના નિબંધો (૧૯૦૯), ‘અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા' (૧૯૧૫), ‘હિંદુસ્તાન તથા યુરોપની પુરાણકથાઓની તુલનાત્મક સમીક્ષા’ (૧૯૧૫), યુદ્ધવીર દિવાન અમરજી' (૧૯૧૬), 'સ્મરણાંજલિ (૧૯૧૭), ‘મણિશંકર કીકાણી' (૧૯૧૯), ‘ગિરનારનું ગૌરવ (૧૯૧૯), ‘શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ' (૧૯૨૦), ‘ચંદ્રગુપ્ત મૌર્ય' (૧૯૨૮), ‘નરસિંહ મહેતા' (૧૯૩૧) વગેરેને સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે કેટલાક અનુવાદ પણ આપ્યા છે. ૫.ના. જોશીપુરા દિનકરરાય પુ.: બાળકો માટે લખાયેલી ચરિત્રાત્મક પુસ્તિકા ‘બાલ નેપોલિયન’ના કર્તા. ક.બ્ર. જોશીપુરા દુર્લભજી ભ. : વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તક ‘બુલબુલ' (૧૯૪૮) ના કર્તા. નિ.વા. જોશીપુરા પ્રાગ્ન જયસુખલાલ (૧૭-૭-૧૯૩૬) : હાસ્યલેખક. જન્મસ્થળ વડોદરા. વતન રાજકોટ. પ્રાથમિક શિક્ષણ ધારીમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ૧૯૫૮માં અમદાવાદથી બી.એ. ૧૯૬૧માં બી.એડ. ધારી, પોરબંદરમાં અને હાલ રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈકૂલમાં શિક્ષક. એમણે હાયપ્રસંગે રજૂ કરતાં પુસ્તકો જલ્પન' (૧૯૭૧) તેમ જ વર્તુળના વિકર્ણ' (૧૯૭૫) લખેલાં છે. પા.માં. જોષીપુરા બકુલ જયસુખરાય (૯-૬-૧૯૨૬): કવિ, વાર્તાકાર, નાટલેખક, અનુવાદક. જન્મ પેટલાદમાં. વતન જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ અમરેલી જિલ્લાના ધારીમાં. એ પછી ઠાકર્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ. અમદાવાદની એલ.ડી. કૉમર્સ કૉલેજમાં અભ્યાસ. એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી ૧૯૪૮માં એલએલ.બી. વકીલાતનો વ્યવસાય. ૧૯૪૫ થી લેખનકાર્ય. ‘વરાયેલા બકુલ' (૧૯૪૮), ‘અશ્રુગાન' (૧૯૫૪), અને ‘ગલી ગલીમાં ગંગે' (૧૯૫૬) સંગ્રહોમાં એમની કવિતાઓ ગ્રંથરથ છે. લય અને શબ્દ એમની કવિતાનું ધ્યાનાર્હ અંગ છે. વકીલના અસીલ ને બીજા નાટકો' (૧૯૫૭) એ એમનો રેડિયો-રંગભૂમિને યોગ્ય નાટ્યસંગ્રહ છે. એમણે આ નાટકોમાં સામાન્ય માનવીઓની નિષ્ફળતાઓના ભાવ ઉપસાવવા માટે અર્થપૂર્ણ સંઘર્ષ પ્રયોજયા છે. “ધરતીની સેડમ' (૧૯૫૮) એમને વાર્તાસંગ્રહ છે. “રતી શરણાઈ રંગ માંડવે' (૧૯૭૨) માં પ્રસંગકથાઓ છે, જેમાં વાર્તાતત્ત્વ અને નિરૂપણરીતિ સામાન્ય કોટિનાં છે. ઈબ્સનનાં નાટકોનો અનુવાદ ‘સમાજના શિરોમણિ' (૧૯૫૧) એમની અનુવાદકળાનું સારું ઉદાહરણ છે. “મહાગુજરાત લડત’ (૧૯૫૬), ‘એક સફળ અકસ્માત' (૧૯૭૫) અને ‘શર્મિનાં શબ્દાંકન” પણ એમના ઉલ્લેખનીય ગ્રંથો છે. પ્રતે. જોષીપુરા ભગવાનલાલજી મદનજી (૧૮૦૯, ૧૮૭૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. ગુજરાતી શાળામાં કેળવણી. કેરીવાળાઓને ત્યાં નામું લખવાનું કામ. પછી સિપાઈની નોકરી. ૧૮૨૮ માં રાજકોટ ખાતે બ્રિટિશ એજન્સીમાં પ્રવેશ. ૧૮૪૮ માં એ છોડીને જૂનાગઢ રાજયની નોકરી. ૧૮૬૦માં લીંબડીનું કારભારું. ‘શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના દુઆમાં એમણે ચંદ્રાવળામાં ૨,૭૩૯ કડીઓ આપી છે. આ ઉપરાંત પ્રભુસ્તુતિ રૂપે કેટલીક રચનાઓ એમણે કરેલી છે. .ટી. જોપીપુરા શંભુપ્રસાદ છેલશંકર, 'કુસુમાકર' (૮-૧-૧૮૯૩, ૨૩-૮-૧૯૬૨) : કવિ, નિબંધકાર. જન્મ જામનગરમાં. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૪માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. નવસારીમાં ફ્રેંચ ભાષાના શિક્ષક તરીકે કામગીરી. ૧૯૧૫ માં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં. ૧૯૨૦માં કેળવણીખાતા તરફથી લેવાતી એસ.ટી.સી.ડી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સુરતની ટ્રેનિંગ કોલેજના આચાર્યપદે ૧૯૪૮માં નિવૃત્ત થઈ ૧૯૧૫ર સુધી અમદાવાદની મહિલા કોલેજ (ક)માં અંગ્રેજી સાહિત્ય અને માનરાશાસ્ત્રના પ્રાધ્યાપક. અમદાવાદમાં અવસાન. ૧૯૧૫ માં સુંદરી સુબોધ'માં એમની પ્રથમ કાવ્યકૃતિ પ્રગટ થઈ ત્યારથી ‘સાહિત્ય', 'ગુજરાત', ‘વસંત’ આદિ સામયિકોમાં તેઓ પદ્ય અને ગદ્ય બન્નેમાં લખતા રહ્યા. ‘સ્વપ્નવસંત' (મરણોત્તર, ૧૯૬૩) એ ભાવના અને થિયિતવ્ય પરત્વે કાન-કલાપી-નાનાલાલ સાથે અનુસંધાન સાધતી, પ્રણયભકિત-પ્રકૃતિપ્રેમમાં રાચતી પ્રતિનિધિ કાવ્યકૃતિઓને સંગ્રહ છે. એમાં કલાદૃષ્ટિએ ઊણપ હોવા છતાં સંગીતમયતા અને ભાવમયતા છે. એમના બાળકાવ્યોના સંચય બાલમુકુન્દ (મરણોત્તર, ૧૯૬૬)માં બાળસહજ ભાષાનો અભાવ છે, છતાં બાળરમતોને લગતી રચનાઓ અને પ્રસંગકાવ્યો નોંધપાત્ર છે. અંગ્રેજી-ફ઼ ન્ય-સંસ્કૃત જાણતા આ લેખકે ટાગોરના 'ફૂ ટ્રસ ઑવ ગેધરિંગની કાવ્યકૃતિઓને ગેય અને સરળ અનુવાદ વિશ્વાંજલિ” (મરણોત્તર, ૧૯૬૪) નામે આપ્યો છે. ‘જીવનમાં જાદુ' (૧૯૫૮)માં એમણે ફ્રેન્ચ વાર્તાઓનાં રૂપાંતરો આપ્યાં છે. આ ઉપરાંત એમનાં અન્ય કાવ્યો, એક કાવ્યમય ઊર્મિમાળા, મહાકાવ્યના બે પ્રયોગે, વાર્તાઓ, ચાર નવલકથાઓ, ત્રણ લઘુનવલો, નિબંધો અને આત્મકથા અદ્યાપિ અગ્રંથસ્થ બા.મ, ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy