SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જોશી કરુણાશંકર નાથાલાલ – જોશી ગુણવંતરાય કૃપાશંકર ૧ થી ૫ (૧૯૫૩) જેવાં પ્રકીર્ણ વિશે પરનાં પુસ્તકો પણ આપ્યાં છે. જોશી કાનજીભાઈ કાળિદાસ (૧૮૮૪,-) : બાળસાહિત્યકાર, શિક્ષણ મૅટ્રિક સુધી. મુંબઈમાં વ્યવસાય. એમણે ‘બાળઉખાણાં' (૧૯૨૯), ‘બાળહામણાં' (૧૯૩૦) અને “વૌપણવધર્મગીતા” વગેરે પુસ્તકો આપ્યાં છે. જેશી કાતિ વિશ્વનાથ : કાવ્યસંગ્રહ ‘જીવતાં આંસુડાં'ના કર્તા. .બ્ર. જોશી કાન્તિભાઈ: પરંપરાગત શૈલીની પ્રણયપ્રધાન નવલકથા. ‘માંથલ ભીતર જલ' (૧૯૭૪)ના કર્તા. ક... જેશી કેશવજી વસનજી: પદ્યકૃતિ ‘અંગદવિષ્ટિ'ના કર્તા. જોશી કેશવરામ વિશ્વનાથ: બાળવિવાહનાં દૂષણોનું નિરૂપણ કરતા ત્રિઅંકી નાટક ‘કમળાદુ:ખદર્શક' (૧૮૮૩) ના કર્તા. જોશી કેશવલાલ રણછોડદાસ : નિબંધસંગ્રહ 'રવદેશ હિતવર્ધક' (૧૮૭૭) ના કર્તા. સુષમા' રામાયણની કથા આલેખતી નવલકથા-કોણી છે. “નંદનવન’ (૧૯૬૪) અને 'ફૂલ પગલે આવ' (૧૯૮૧) એમની લઘુનવલ છે. “હીના' (૧૯૬૩), ‘સ્મિત અને આંસુ' (૧૯૬૮) અને ‘રાગમિલનના છેડથા' (૧૯૮૩) એ વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ શૈલી અને સંવિધાનની દૃષ્ટિએ સફળ હોવા છતાં તેમાં વિષય અને નિરૂપણરીતિની એકવિધતા છે. 'પ્રેરણા' (૧૯૭૦) અને ‘આરત’ (૧૯૭૫) નાં ગીત, સૅનેટ, મુકતક, હાઈકુ વગેરે પ્રકારનાં કાવ્યોમાં ગઈ પેઢીની કવિતાનું તેમ જ નવીન કવિતાપ્રવાહની નિરૂપણછટાઓનું અનુસંધાન જોવા મળે છે. ‘ઇતિહાસકથામાળા' (૧૯૭૧), ‘લોકસાહિત્યમાળા : ૩-૩' (૧૯૬૩-૬૪), ‘શ્રી સાંઈ સાધનાથી (૧૯૬૪) વગેરે એમનાં સંપાદનો છે. આ ઉપરાંત ‘સંસ્કારસુધા (૧૯૭૨), ‘ગુજરાતી અધ્યાપનના સાંપ્રત પ્રવાહો' (૧૯૭૨), ‘સમાજનું સ્વા' વગેરે પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિ.વે. જોશી કરુણાશંકર નાથાલાલ (૧૦-૩-૧૯૪૦): બાળકાવ્યસંગ્રહ ‘પુષ્પાંજલિ' (૧૯૭૯)ના કર્તા. ચં.ટો. જોશી કરુણાશંકર મણિશંકર, ‘નાનું જોશી' (૧૦-૧૦-૧૯૩૬): ચરિત્રકાર. જન્મ પોરબંદરમાં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૮૧ માં બી.એ. ૧૯૬૩ માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી મનાથ, અમદાવાદમાં અધ્યાપક. એમણે માકના ઇન્દ્રાત્મક ભૌતિકવાદ' (૧૯૭૫) જેવા ચરિત્ર ગ્રંથ ઉપરાંત શૈક્રેટિસ, પ્લેટો, ઍરિસ્ટોટલ, કાન્ટ અને શોપનહોવર પર જીવનચરિત્રો આપ્યાં છે. ‘ભકત ભઈજીભાઈ' (૧૯૮૨) પણ ચરિત્રપુસ્તક છે. “ગિલ્લીદંડો' (૧૯૮૧), ‘બિન્દુમાં બિન્દુ' (૧૯૮૩) વગેરે એમનાં કાવ્યપુસ્તકો છે. એ.ટો. જોશી કલ્યાણરાય નથુભાઈ (૧૨-૭-૧૮૮૫, ૧૯-૭-૧૯૭૬): ચરિત્રલેખક. જન્મ શંખેબારમાં. પ્રાથમિક શિક્ષણ બેટદ્વારકા અને માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ દ્વારકા તથા મુંબઈમાં. ૧૯૦૪ માં મૅટ્રિક. ૧૯૦૮ માં ઍલિફન્સ્ટન કૉલેજ, મુંબઈથી ફિઝિકસ-કેમેસ્ટ્રી વિષયો સાથે ગ્રેજયુએટ, ૧૯૦૯માં દ્વારકાની એ. વી. સ્કૂલમાં હેડમાસ્તર, પછી વડોદરા રાજયની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપક અને આચાર્ય. ૧૯૪૪ માં નિવૃત્ત. ૧૯૧૬-૨૨ દરમ્યાન ‘કેળવણી” માસિકનું સંપાદન. ૧૯૧૮ માં પ્રિઝનર્સ એઇડ કમિટીના સભ્ય. નિવૃત્તિકાળ દરમિયાન શારદાપીઠ વિદ્યાસભાની સ્થાપના અને સંચાલનમાં મંત્રી તરીકે યોગદાન. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. એમણે ‘સ્નેહગીતા' (૧૯૧૯) અને ‘સ્નેહજોત’ નામે બોધકથાઓ; ‘સર વિઠ્ઠલદાસ ઠાકરસીનું જીવનચરિત્ર' (૧૯૩૨) અને ‘શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર' જેવાં ચરિત્ર; ઉપરાંત આરોગ્ય વિજ્ઞાનની વાતો' (૧૯૧૭), ‘એશિયાની ઓળખાણ'- ભા. ૧-૨ (૧૯૨૨), ‘દ્વારકા પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ' (૧૯૨૩), ‘ઈંગ્લૅન્ડનું વહાણવટું (૧૯૨૬), પૃથ્વીને પરિચય' (અન્ય સાથે, ૧૯૩૪), ‘સામાન્ય વિજ્ઞાનના પાઠો'- ભા. જોશી ખટાઉ વલ્લભજી : લગ્નાધિપતિ હાઉં તે' (૧૯૩૫) અને 'મૃગતૃષણા' (૧૯૩૭) નાટકોના કર્તા. ચં.. જોશી ગજાનન વિશ્વનાથ (૧૦-'૧૨-'૧૯૦૭) : ચરિત્રકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદ જિલ્લાના નાની બેરુમાં. અભ્યાસ ગુજરાતી શાળાંત સુધી. મિલ વ્યવસાય. અત્યારે નિવૃત્ત. ‘અખંડ જોડી’ વાર્તાસંગ્રહ ઉપરાંત એમણે 'જીવનપ્રયાગ’(૧૯૫૭) અને ‘અમરધામની યાત્રી' (૧૯૭૮) જેવા ચરિત્રગ્રંથા આપ્યા છે. ‘ગુજરાતી સેકસાહિત્યમાળા : મણકો ૨’ (૧૯૬૪) એમનું સંશોધન નું પુસ્તક છે. કૌ.વ્ય. જોશી ગિરજાશંકર ત્રિભુવનદાસ, ‘ગિરીન જોશી' (૨૦-૧૨-૧૯૨૮): કવિ. જન્મ જૂનાગઢમાં.ડિપ્લોમા ઇન પેઇન્ટિગ. હાલ, જામનગરમાં ફોટોગ્રાફીને વ્યવસાય. એમના કાવ્યસંગ્રહ ‘ફિંગર પ્રિન્ટ’ (૧૯૮૦)ની લધુકદની સવાસો જેટલી અછાંદસ રચનાઓ સાંપ્રત જીવનસંદર્ભે જાણીતા બનેલા કાવ્યભાવને દૃઢ રીતે નિરૂપે છે. કૌ.બ્ર. જોશી ગુણવંતરાય કૃપાશંકર, ‘જી. રાય' (૧૫-૮-૧૯૩૫): નાટકકાર. જન્મ મરબીમાં. ઇન્ટર સાયંસ સુધી અભ્યાસ. મોરબી ટાઇલ્સ કોર્પોરેશન સાથે સંલગ્ન. એમણે 'કંઈક' (૧૯૭૩) નામને એકાંકીસંગ્રહ આપ્યો છે. ચંટો. ૧૪૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy