SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ - જોશી ઉમાશંકર જેઠાલાલ છે. એટલે કાવ્યના નાટયરૂપની શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાને સંઘર્ષ રહસ્યદોરથી અવલંબિત છે. પ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીણતા અને વેગને ઉપસાવવામાં કયાંક કારગત નીવડયું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું મુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યકિતજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાને આ પુરુષાર્થ પ્રગભ છે. આતિથ્ય' (૧૯૪૬)માં જુદા જે અનુભવ અંગેનાં કાવ્યગુચ્છે સંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું, પ્રવાસ અંગેનું, વિશ્વયુદ્ધ અંગેનું, વિશિષ્ટ વ્યકિતઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા નારી : કેટલાંક રૂપો' અંગેનું સેનેટગુચ્છ અને ‘સરવડાં’ અંગેનું ગીતનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા' (૧૯૫૪) સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને કર ણતાને ઝીલે છે. ‘હીરોશીમાની નૃશંસ હત્યાથી છેક ‘ડો ન મુજ મૃત્યુનેની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં મનુષ્યપ્રેમ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે; તેથી જ ઋતુગીતે તેમ જ અનુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સૌનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં એ સૌનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન' (૧૯૬૫) માં પ્રાચીના'નું અનુસંધાન છે; અને નાટકવિતાનું આહ્વાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલાં નાટયવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકે સંગ્રહાયાં છે. સંવાદતત્ત્વથી વધુ નાટ્યતત્ત્વ તરફ વળતી આ રચનાઓ બોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. ‘મંથરામાં નાટયક્ષાણને પ્રબળ ઉન્મેષ છે, તો 'કચ'માં નાટયાત્મક એકોકિતને બંધ ધ્યાનાર્હ છે. “અભિજ્ઞા' (૧૯૬૭) માં “છિન્નભિન્ન છું જેવી રચના દ્વારા આ કવિએ છંદોમુકિતનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓને એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુકતપદ્ય અને પદ્યમુકિતના પ્રયોગોને આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજ સ્થાનમાં પસાર થતાં અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપકવ રચનાઓ મળી શકી છે. ધારાવસ્ત્ર' (૧૯૮૧) ‘માઈલેના માઈલે મારી અંદર’ જેવી અત્યંત સર્જક અને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયા છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે પ્રસંગચિત છે અને શીધ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી' (૧૯૮૧) સાત રચનાઓને સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદીતૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની ઉચ્ચાવતા અને અભિવ્યકિતના તરીકાઓની અલગ અલગ અજમાયશે છે. વિશ્વપ્રેમ અને વ્યકિતની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. “છિન્નભિન્ન છુંના ખેથી ‘પંખીલેકના આનંદઘેષ સુધીની કવિની આંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવ સૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. 'પંખીલેક સાત કાવ્યમાં સળંગ તાજગીને અનુભવ કરાવે છે. સમગ્ર કવિતા” (૧૯૮૧)માં એમનાં દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે અને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ' તેમ જ 'પ્રથમ પંકિત સૂચિ’ પણ આપવામાં આવી છે. પાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુને આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા. એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાને પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબથી મુખ્યત્વે સામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો. પ્રયત્ન કર્યો છે. અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાના તાણાવાણો માર્મિક કરુણતા અને સૂમ વિનોદથી ગૂંથાયેલ છે. ‘સાપના ભારા' (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે. તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બેલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલેકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા', ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’ મહત્ત્વનાં એકાંકીઓ છે. ‘શહીદ' (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંનાં ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે; ને કયાંક બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે છે. ‘હવેલી' (૧૯૭૭) માં અગાઉના શહીદ' સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત હવેલી’ અને ‘હળવા કર્મને હું નરસૈયો' જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ‘ઈફિજિનિયા ઇન ટોરિસ'ની અનૂદિત રચનાને સમાવેશ કરવામાં આવ્યો છે. વતનના અનુભવને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ કરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળે' (૧૯૩૭)ની ‘પગલીને પાડનાર, ‘છે છાણું', ‘મારી ચંપાને વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધ બે' (૧૯૩૮) અને ‘અંતરાય' (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો' (૧૯૫૯) પણ મળ્યો છે. ‘પારકાં જયાં' (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની આ કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે. ‘હૃદયમાં પડેલી છબીઓ' (૧૯૭૭)ના બે ખંડોમાં ભિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યકિતચિત્રો છે. વ્યકિતત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્માં સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય' (૧૯૮૬) પણ ‘હૃદયના હક્કથી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યકિતઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણ છે. ‘ગાંધીકથા' (૧૯૬૯) ચરિત્રમૂલક છે. અંગતતાના સ્વાદવાળું અને વ્યકિતત્વની હૂંફવાળું ગેઝિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગઘની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર ૧૩૮: ગુજરાતી સાહિત્યકોશ-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy