SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જાની બાલાશંકર આતિરામ જાની ઘર વે જાની બાલાશંકર આદિતરામ : પદ્યકૃતિ ધર્મધુરંધર મહારાજાધિરાજ શ્રી કેશવપ્રસાદજીના વિરહનું વર્ણન’(૧૮૯૦)ના કર્તા. ૨..દ. જાની ભગુભાઈ રામશંકર નાની મિત્ર અને જાની મિત્ર સંવાદ' (૧૮૮૭), ૧૮૮૯ની સુરતની આગનું વર્ણન કરતું ‘અગ્નિકાવ્ય’(૧૮૮૯), ‘શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ•નું જીવનચરિત્ર' (૧૮૮૮) તથા 'મંછમ ઘેલાભાઈનું વા ચરિત્ર'ના તા. ૨.ર.દ. જાની ભાનુમતી પ્રભુલાલ (૬-૧-૧૯૪૩): નવલક્પાકાર. જન્મ મોરબીમાં, ૧૯૬૩માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. એમ. પી. આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અધ્યાપન. લઘુનવલ ‘હેવમોરમાં એકલાં ન જવાય?” (૧૯૭૫) અને બાશંકર નાગર વેલા રાગ ના હિન્દી નાબપાંતરનો ગુજરાતી અનુવાદ ‘નગરવધૂ' (૧૯૭૯) એમના નામ છે. ૨.ર.દ. જાની મળિશંકર કર : પદ્યકૃતિ 'અણઘડકાળ’(૧૯૨૭)ના કર્તા. ૨.ર.દ. જાની મહાસુખરામ પુોત્તમ વિતરણ માટેનાં ગાયને તથા ટૂંકસાર” (૧૯૪૭) તથા નવચન્દ્ર નાટકનાં ગાયનો’(૧૦)નો કર્તા. ૨.ર.દ. જાની યોગેન્દ્ર : જીવનચરિત્રા ‘વિજ્ઞાનની વિભૂતિઓ’–ભા. ૧-૫ (અન્ય સાથે, ૧૯૭૩)ના કર્યાં. જાની રતિલાલ જગન્નાથ ૨૪-૧૦-૧૮૯૪, ૩૦-૧-૧૯૮૬): વિવેચક. જન્મ ભાવનગરમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૭માં સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથે બી.એ. ૧૯૩૦માં એમ.એ. ૧૯૧૮થી ૧૯૨૨ સુધી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને શામળદાસ આર્ટ્સ કોલેજ- ભાવનગરમાં અને પછીથી ભારતીય વિદ્યાભવન્સ કોલેજ-અંધેરી તથા એસ. એન. ડી. ટી. વિમેન્સ કોલેજ - ભાવનગરમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન તથા પીએચ.ડી. નું માર્ગદર્શન. એમણે ‘સંસ્કૃત વિવેચનસાહિત્યને મૂળભૂત સિĒન રસ, ‘કાવ્યાદર્શ : પરિચ્છેદ - ૧’, ‘ધ્વનિસંપ્રદાય’ અને ‘દેવયાનીનું ભાવસંક્રમણ’' જેવા નોંધપાત્ર લેખોનો સમાવેશ કરતા તથા અલંકારોની વિશદ વિચારણા કરતો ‘કાવ્યાલોચન’(૧૯૫૨), રીતિ સંપ્રદાયની મીમાંસા કરતા ‘રીતિ સંપ્રદાયના ક્રમિક વિકાસ’ (૧૯૭૫) તથા વેદ અને નિરુત્ત વિષયક લેખોનો સંગ્રહ ‘ચૂન સુધા અને નિરુકત પામર્શ (૧૯૭૬) વગે અભ્યાસનો આપ્યા છે. ૨.ર.દ. ૧૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ જાની રતિલાલ પ્રા. : પદ્યકૃતિ ‘શ્રી રતિભુપ્રસાદમાલિકા’ (અન્ય સાથે, ૧૯૬૩)ના કર્તા. Jain Education International ૨.ર.દ. ૨.ર.દ. જાની રમણિક: ‘વૃત્તાંત-નિવેદન, લઘુલેખ અને નિબંધગેષ્ઠિ' (અન્ય સાથે, ૧૯૭૯)ના કર્તા. 2.2.2. જાની રમાકાંત પ્રભાશંકર, 'દ્યોગપ્પી'(૨૩-૫-૧૯૨૫): કવિ. જન્મ બાંસલા (જિ. વલસાડ)માં. મુંબઈની જનરલ પોસ્ટઓફિસમાં નોકરી. એમણે ‘બબર્ગે એ આઝમ' (૧૯૬૮) અને ‘અગનભીનાં આંસુ' (૧૯૭૬) નામના બે કાવ્યસંગ્રહો આપ્યા છે. . . જાની રમેશ નંદશંકર (૧૪-૧૧-૧૯૨૫, ૧૮-૩-૧૯૮૭): કવિ, વિવેચક, વાર્તાકાર, અનુવાદક. જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળા તાલુકાના સિસોદ્રા ગામે. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૯માં એમ.એ. ત્યારબાદ ભારતીય વિદ્યાભવનમાંથી રા. વિ. પાઠકના માર્ગદર્શન નીચે રાજે-એક અધ્યયન' પર મહાનિબંધ. ૧૯૪૯થી ૧૯૫૧ સુધી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં, ૧૯૫૧થી ૧૯૬૦ સુધી રૂપારેલ કોલેજમાં અને ૧૯૬૧ની નિવૃત્તિ સુધી પાલ એલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક. સત્યઘટના પર આધારિત ત્રિઅંકી નાટક ‘હુતાશની’(૧૯૫૩)માં એમણે અનાજની તંગી વેળા બનેલી કરુણ ઘટનાઓ પૈકીની એક ઘટના આલેખી છે. એમના વાર્તાસંગ્રહ ‘જતાં જતાં’(૧૯૬૮)ની ‘અજાણ્યાં પરિચિતો’, ‘બે મિનિટ’, ‘શહેરનાં માણસ' અને ‘સ્વભાવ શત્રુ’ ઉલ્લેખનીય વાર્તાઓ છે. એમના કાવ્યસંગ્રહા ‘ઝંખના’(૧૯૫૧) અને ‘પૂર્વા’(૧૯૮૩)માં એમની કવિ તરીકે આગવી મુદ્રા ઓછી ઊપસે છે એમના વિવેચનસંગ્રહ ‘જિજ્ઞાસા’(૧૯૬૮)માં કેટલાક લેખા પરિચયાત્મક છે, કેટલાક નપર્ષે છે, કેટલાક રૂપરેખાત્મક છે, નો કેટલાક આસ્વાદમૂલક છે. એમણે શૅકસપિયરનાં પ્રસિદ્ધ નાટકો ‘ટેમ્પેસ્ટ’ (૧૯૬૦), ‘કિમ્બુલીન'(૧૯૬૦) તથા "મર્ચન્ટ ઑવ વેનિસ’(૧૯૫૯)નાં ક્યાત્મક રૂપાંતર કર્યાં છે; તો પ્રેમાનંદનાં પ્રસિદ્ધ આખ્યાનોને પણ ગદ્ય-કથારૂપમાં ઢાળી પાંચ ભાગમાં (૧૯૬૧-૬૨) પ્રસિદ્ધ કર્યાં છે. એમણે જયાં કથાનો વધુ પડતો વિસ્તાર કર્યો છે ત્યાં ક્યાનું પોત પાંખું પડયું છે. આ ઉપરાંત ‘અખા’(૧૯૬૦) તથા શામળ ભટ્ટકૃત ‘કસ્તુરચંદની વારતા’(૧૯૬૭)નું સંપાદન પણ એમણે કર્યું છે, અનુવાદક તરીકેની એમની કામગીરી નોંધપાત્ર છે, અમેરિકન શિખા શર્લી એવ. અરોચની નવલનો ‘વનફૂલ'(૧૯૬૪) નામે અને અનેં સ્ટ હેમિંગ્વેની બૃહદ્ નવલનો જે અપિછોડી ઓઢ (૧૯૬૭) નામે એમણે કરેલા અનુવાદ સ્વાભાવિક અને પ્રાસાદિક ધ્યાનાકર્ષક છે. પ્ર.. જાની રેવાશંકર વેલજી; પ્રશ્નોનપે પદ્યકૃતિ રાસલીલા’(૧૮૮૬) અને ‘નિત્યલીલા તથા વનખેલલીલાના ચન્દ્રાવળા’(૧૮૮૮)ના . For Personal & Private Use Only ૨.ર.દ. www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy