SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડા બાલકૃષ્ણ–ચંદરવાકર પુષ્કર પ્રભાશંકર ઘોડા બાલકૃષણ: સૂકિતસંગ્રહ ‘આત્મપ્રકાશ' (૧૯૭૨)ના કતાં. ૨.૨.દ. ઘરિયાણી મહાદેવ: ‘રામાયણની બાલવાર્તાઓ' (૧૯૭૭)ના કર્તા. ૨.ર.દ. ચક્રવામિથુન : અભિશાપને કારણે સાંજે વિયુકત થતા ચક્રવાકયુગલની વેદનાને લક્ષ્ય કરતું કાન્તનું આ ખંડકાવ્ય “આ ઐશ્વર્યમાં પ્રણયસુખ શકય નથી' એવા ધ્વનિને તીવ્રપણે ઉપસાવે છે. પંખીકીડાનાં મનહર ચિત્રો એમાં અંકાયેલાં છે. ચંટો. ચા:શવા: ચન્દ્રકાન્ત બક્ષીની ટૂંકીવાર્તા. એમાં માણસ જૂને થતા જાય છે અને દુનિયા નવી થતી જાય છે એવા નરદમ સત્ય વચ્ચે પ્રપૌત્રી કોશા અને આંખથી સાંભળતા દાદા કેશરસિંઘની મળતી વેવલૅન્થનું સંવેદનશીલ આલેખન છે. ચંટો. ચતુરલક્ષ્મી કેશવલાલ: છપ્પન ભજનોનો સંગ્રહ ‘ભજનામૃત (૧૯૩૨)નાં કર્તા. ૨.ર.દ. ચતુરસિહ (અમરસિહ) નવલસિંહ: 'સૂર્યવંશી ભકત વછરાજ ચરિત્રના કર્તા. ચર્ચગેલ: રાધેશ્યામ શર્માની ટૂંકીવાર્તા, લકવાગ્રસ્ત નાયક માલિશધરે પહોંચતાં અપંગ સાવિત્રી છાપામાંથી ધ્રુજતા હાથે પ્રેસિડન્ટ કેનેડીના ખૂનની ઘટના લખી બતાવે છે - એવા એના કથાનકમાં આયાસપૂર્ણ છતાં અર્થપૂર્ણ સામગ્રીને વિનિયોગ થયેલ છે. એ.ટી. ચહેરા (૧૯૬૬): નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી મધુ રાયની પ્રયોગશીલ નવલકથા. એમાં, દ્વારિકામાં જન્મેલ બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચડે છે અને વિવિધ સંબંધમાં ગોઠવાત-ઊખડતા જાય છે. આમ, કાલાનુક્રમે રજૂ થતા પ્રસંગોની કોણી અને વિકસિત પાત્રાને સ્થાને નાયક નિષાદની ચેતના ફરતે સંપર્કમાં આવત પરિવેશ અને બદલાતાં પાત્રોની આ કથા છે. કથાનકના જાણીતા ઘટકને સ્થાને અહીં ઘટનાના છૂટાછવાયા તંતુઓની સંકુલ-સૂત્રતા છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણા આ નવલકથાને આગવી મુદ્રા આપે છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ, ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે. સં.રા. ચંડેચા કાનજી ત્રિકમજી : વિવિધ માત્રામેળ છંદોબદ્ધ બેધક કૃતિઓનો સંગ્રહ 'કાવ્યચન્દ્રમણિ' (૧૯૬૫)ના કર્તા. ૨.ર.દ. ચંદરવાકર પુષ્કર પ્રભાશંકર, પંપજન્ય', ‘૨.૨,૨.' (૧૬-૨-૧૯૨૧): લોકસાહિત્યકાર, સંશોધક, સંપાદક, નવલકથાકાર, એકાંકીકાર, વાર્તાકાર. જન્મ ચંદરવા (જિ.અમદાવાદ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાંદરવા, બોટાદ અને લંબડીમાં. ૧૯૩૯ માં મૅટ્રિક. ૧૯૪૪માં અમદાવાદની ગુજરાત કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે બી.એ. ૧૯૪૬ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ૧૯૪૭થી અમદાવાદની એચ. એલ. કોલેજમાં અને ૧૯૫૬ થી બી. ડી. મહિલા આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૦થી સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય કરી ૧૯૬૯ થી ૧૯૭૬ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિભાગમાં રીડર. પછીથી ચંદરવામાં ‘લોકાયતન સંસ્થામાં પ્રાધ્યાપક અને માનદ નિયામક તરીકે સેવાઓ આપે છે. ૧૯૪૫માં કુમારચંદ્રક. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન છે. તેમાં ધૂળ અને ઢેફાં' (૧૯૬૮), “ધરતી ફોરે ફોરે' (૧૯૭૦), ‘રસામૃત' (૧૯૭૮), ‘લકામૃત' (૧૯૮૦) વગેરે એમના વિવેચનગ્રંથે છે અને તેમાં ગુજરાતને નાથ-નો આધાર બીજો” તથા “હમીરજી ગોહિલ-લકતત્ત્વીય અધ્યયન’ વગેરે લેખોમાં એમની લકતત્ત્વીય અભિગમ-પદ્ધતિનાં દર્શન થાય છે. લોકવાર્તાના સ્વરૂપને ચતું પુસ્તક ‘લોકવાર્તા' (૧૯૭૯) પણ ઉલ્લેખનીય છે. “પઢાર : એક અધ્યયન' (૧૯૫૩) પઢાર જાતિના અભ્યાસને ગ્રંથ છે. ચારણી સાહિત્યનાં બે સંપાદન ‘અંગદવિષ્ટિ' (૧૯૭૪) અને ‘કુંડલિયા જશરાજ હર ધોલાણિયા' (૧૯૭૪) પણ એમનાં અભ્યાસનિષ્ઠ સંપાદને છે. “ખેતરને ખેડુ' (૧૯૫૫), ‘ન હલકો' (૧૯૫૬), ચતુર્વેદી ગૌરીશંકર કા, 'મશાલચી': ત્રણ ત્રણ પ્રવેશનાં નાટકો ‘બાળકોને બાંધવ' (૧૯૩૪) તથા બાળકોને બેલી કોણ?” (૧૯૩૪), ‘ભૂલાયેલાં ભાંડું' (૧૯૩૪) તેમ જ લેકસમાજને તાદૃશ ચિતાર આપનું નાટક ‘વહેમના વમળમાંના કર્તા. ૨.૨.દ. ચરાડવા મનહરલાલ દુર્લભજી, ‘ચંદનેશ' (૨૨-૬-૧૯૪૦): કવિ. જન્મસ્થળ-વતન રાજકોટ જિલ્લાનું જેતપુર. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૨માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિસિટીમાંથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૦-૬૨ માં રાજકોટની સેલ્સટેકસ ઑફિસમાં. ૧૯૬૨-૬૩માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા. ૧૯૬૩-૬૪માં રાજકોટની શાળામાં શિક્ષક. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમરેલીની કોલેજમાં અને એ પછી જેતપુરની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘ઉદ્દીપન' (૧૯૬૬) એમને સૌનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોને સંગ્રહ છે. ત્યાર પછી ગુજરાતીનાં વિવિધ સામયિકોમાં એમની ઘણી કાવ્યરચનાઓ પ્રગટ થઈ છે. ‘રાનેરીના કવિ' (૧૯૭૩) નામે, મણિલાલ દેસાઈના કાવ્યસંગ્રહના આસ્વાદ-વિવેચનની પુસ્તિકા એમણે લખી છે. જ.ગા. ચરોતરવાળા રમતારામ: ‘ઉપકાર તથા બલિદાન ભજનાવલિ (૧૯૧૪) ના કર્તા. ૨.૨,દ, ૧૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy