SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગોર છગનલાલ ઈશ્વરલાલ-ગોવર્ધનરામનું મનોરાજય ગેર છગનલાલ ઈશ્વરલાલ: ‘જય મુગલાંની પંચરંગ' (૧૯૦૮) નામના ભજનસંગ્રહના કર્તા. હત્રિ. ગેર યંત હરગોવિંદદાસ: ‘માઈ રણકાર' (૧૯૬૧) પદ્યકૃતિના કર્તા. હત્રિ. ગોર જીવરામ અજરામર, ‘જટિલ' (૧૮૬૭, ૨૮-૮-૧૯૧૩): કવિ. જન્મ ભૂજમાં. અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. ૧૮૮૬ માં લખપતમાં દરબારી કરી. ૧૯૦૦થી ‘સરસ્વતીશૃંગારમાસિકનું પ્રકાશન. એમની પાસેથી દશ કાવ્યગ્રંથ મળ્યા છે. એમાં સામાન્ય કક્ષાની પદ્યરચનાઓનો સંગ્રહ “કાવ્યકળાધર' (૧૮૯૩), દાદાભાઈના સ્વદેશાગમનના સ્વાગતનું રૂઢ વર્ણન આપનું ‘દાદાભાઈસ્તોત્ર' (૧૮૯૪) તેમ જ કચ્છભૂપતિ ખેંગારજીની સ્તુતિ રજૂ કરતું કાવ્યપુસ્તક “કચ્છભૂપતિ કવિતા” તથા “ઊઢો હોથલ', 'દામોદરશતક', ‘મણિયશલિકા', “વિદુરનીતિ’, ‘વીરબત્રીશી', “શંકરથશમાલિક' વગેરેનો સમાવેશ થાય છે. કૌ.બ્ર. ગેર મોહનલાલ છોટાલાલ : ‘જેલના યોગી મહાત્મા ગાંધીજીના ઉદ્દે શ કાવ્યરચનાના કર્તા. ગોરખ : જુઓ, શુકલ નરેન્દ્રકુમાર બાલકૃપણ. ગોરધનદાસ મંગલદાસ: ‘ખાટલા નીચે' (૧૯૭૬) તથા ‘પાઘડી’ નાટકોના કર્તા. હ.ત્રિ. ગોરેગામવાળા આલાં દારાશાહ: “અસલી ઈરાની', 'તકદીરને તાર’ (૧૯૨૭) જેવાં દ્વિઅંકી નાટકોના કર્તા. હત્રિ. ગોલીબાર નૂરમહમ્મદ જુસબભાઈ, “એન. જે. ગેલીબાર', 'નૂર' (૧૯૧૪, ૨૬-૧૧-૧૯૬૬): હાસ્યલેખક. જન્મ જામનગર જિલ્લાના પડધરીમાં. ચોથા ધોરણ સુધી અભ્યાસ. ૧૯૪૭ થી ૧૯૬૬ ‘ચક્રમ’ સાપ્તાહિકના તંત્રી. ૧૯૪૩થી ૧૯૫૦ ‘સંગીત’ માસિકના તંત્રી. અમદાવાદમાં અવસાન. ૨.ર.દ. ગેલીબાર મેહમ્મદ યુનુસ નુરમહમ્મદ, ‘એમ ગેલીબાર' (૨૪-૧૧-૧૯૪૯) : નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૭૦માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૭૫ માં પત્રકારત્વને ડિપ્લોમા. પહેલાં ‘ચક્રમ’ના અને હવે ‘ચંદનના તંત્રી. એમની ‘જંતરમંતર' (૧૯૮૫) નવલકથા ઉપરાંત અન્ય અનેક નવલકથાઓ હજી સામયિકોમાં છપાયેલી પડેલી છે. ચંટો. ગેલીબાર હારુન નૂરમહમ્મદ, ‘આ’, ‘આદિલ', “છોટે ગોલીબાર’ (૧-૮-૧૯૩૮, ૬-૧૨-૧૯૭૦): નવલકથાલેખક. જન્મ સુરેન્દ્ર નગરમાં. આઠ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૫૭થી ૧૯૬૧ ‘ઘનચક્કર'ના, ૧૯૬૩થી ૧૯૬૫ ‘પડઘમ'ના અને ૧૯૬૬ થી ૧૯૭૦ ‘ચક્રમ'ના તંત્રી. કલમાં અવસાન. એમણે ‘આપકર્મી કે બાપકર્મી' (૧૯૬૭), ‘હુન્નબાનુ' (૧૯૬૭) તેમ જ ‘અબ્દુલ્લા દિવાના' જેવી મનોરંજક કથાઓ આપી છે. કૌ.બ્ર. ગોવર્ધનરામ- એક અધ્યયન (૧૯૬૩): રમણલાલ જોશીને મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલું છે. એમાં ગેવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાકકથન'માં ગવર્ધનરામના જન્મસમયની સાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘હજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલ છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિમુઠિતમ', 'હદયરૂદિતશતકમઅને ‘સ્નેહમુદ્રા' જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. “સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડમાં જીવનકથાને બીજો અને ત્રીજો ભાગ રજૂ થયું છે અને સરસ્વતીચંદ્ર જેવી મહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખે, વ્યાખ્યાન-નિબંધ વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવનમાં ગોવર્ધનરામના આધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્ત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોને અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે લખાયેલાં લખાણમાં રહેલા વિગતદેની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસદૃષ્ટિ, એમને કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્ત્વવિચારણા વગેરેનું સર્વાગી નિરૂપણ કરતા આ ગ્રંથ તદ્વિધ સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. હત્રિ. ગોવર્ધનરામ : ચિંતક અને સર્જક (૧૯૬૨): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળા” અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાને સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની તત્ત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે. ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચન્દ્રનાં મૂલ્યાંકને પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્વગ્રાહી વિવેચકની સૌન્દર્યદૃષ્ટિને પરિચય થાય છે. ચંટો. ગવર્ધનરામનું મનોરાજ્ય (૧૯૭૬): ગોવર્ધનરામ મા. ત્રિપાઠીની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના રામપ્રસાદ પ્રે. બક્ષીના લેખેને સંગ્રહ ‘ગોવર્ધનરામનું મનોરાજય', ‘ગોવર્ધનરામ અને શોપનહાઉઅર’,‘ગોવર્ધનરામનું અને આનંદશંકરનું તત્ત્વજ્ઞાન, જ્ઞાનગરવા ગવર્ધનરામ’, ‘બાણ અને ગોવર્ધનરામ : શૈલીવિષયક તુલના', 'સ્નેહમુદ્રા અને ગોવર્ધનરામકૃત બે અજ્ઞાત વિરહકાવ્યો ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy