SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ યયાતિ કન્યા હાઈ તારું પાણિગ્રહણુ કરનાર ઋષિ સિવાય અન્ય કાણુ સમર્થ હોય? તેથી મેં ઋષિથી પુત્ર સંપાદન કર્યા એવું જે કહ્યું તે મારું ખાલવું અસત્ય નહિ, પશુ કેવળ સત્ય જ છે. આવું તેનું ભાષણુ સાંભળી, તેને તેમ જ રાજ્યને કાંઈ પણ ન કહેતાં, ક્રોધવશ દેવયાની પેાતાના પિતા તરફ જવા નીકળી, આ જોઈ યયાતિએ તેની બહુ પ્રકારે પ્રાર્થના કરી કે મારા દોષ ક્ષમા કર, પરંતુ દેવયાની તે કશુંયે સાંભળ્યા વગર શુક્રાચાર્ય પાસે ગઈ ત્યારે પરમ ભયભીત એવા યયાતિ પણ નિરુપાય બની તેની પાછળ પાછળ ગયેા. ૮૦ દેવયાનીએ જતાં વેત જ રાજાએ કરેલું કૃત્ય પિતાને નિવેદન કર્યું, જે સાંભળી શુક્રાચાર્ય ને અનિવાર ક્રોધ ઊપજ્યેા, અને દેવયાનીની પાછળ રાજાને અધમુખ ઊભેલા જોઈને કહ્યું કે, હે મૂર્ખ ! તુ શુ ખાયેા હતેા તે આ તેં શું કર્યું... ? ભલે, જે અર્થ સાધવામાં તારા તરફથી મારી પુત્રીનું અપમાન થયું છે, એ વ્યવહારમાં તું જરાગ્રસ્ત થાએ, આમ ખેલતાં જ, કેટલાક સમય પછી લાગલે જ યયાતિ રાજા જરાગ્રસ્ત એટલે વૃદ્ધપણાને પ્રાપ્ત થયા. જરા પ્રાપ્ત થતાં જ યયાતિએ શ્વસુરને (શુક્રાચા તે) પ્રાર્થના કરી કે, દેવયાની સાથે વિષયભેાગની મારી વાસના હજુ તૃપ્ત થઈ નથી, એટલામાં તા મને જરા પ્રાપ્ત થઈ. તે આપ તેને કાંઈ ઉપાય બતાવે. ત્યારે શુક્રાચાયે કહ્યું કે, જો એમ છે તે। આ વૃદ્ધપણુ પુત્રને આપી, તેનું તારુણ્ય તું લઈ તારી કામના (વાસના) પૂર્ણ કરી લેજે. એ ઉપરથી તેને પુનઃ પ્રાથના કરી કે જે પુત્ર મારી જરા લે તે મારી સાÖભૌમ પદવીને અધિકારી થાય. શુક્રાચાર્ય તરફથી આ વાતનું અનુમેાદન મળતા જ, દેવયાનીને લઈને યાતિ ત્યાંથી નીકળ્યા તે પેાતાને નગર પાછે આવ્યા. યયાતિના નગરમાં આવ્યા પછી કેટલેક કાળ તેના પુત્રા તરુણુ થયા છે એમ જોઈ રાજએ તે સર્વેને પેાતાની પાસે ખેાલાવ્યા, તે યદુથી માંડી યયાતિ ક્રમે ક્રમે સર્વેને તમે મારી જરા લે અને તમારું તારુણ્ય મને આપે, એવી આજ્ઞા કરી. પરંતુ ચારે પુત્રાએ તે અમાન્ય કરી, એવુ... જોઈ તેમાંના સથી નાના પુરુએ વિચાર કર્યો કે જો હું પણ આમની પેઠે ના કહીશ, તેા પછી પિતાને કાના તરફથી આશા રાખવાનું રહ્યું ? તેથી એમાં ધર્મ હૈ। કે અધર્મી હૈ!, એમ કહી તેણે પેાતાનુ તારુણ્ય પિતાને આપ્યું ને પિતાની જરા પોતે લીધી, આ તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યુ, તે પછી વૈરાગ્ય થતાં, પુત્રનુ તારુણ્ય પિતાને આપ્યું હતું માટે એને સાભૌમ પદ આપી અને ઇતર પુત્રાને સામાન્ય રાજ્ય આપી, પેાતાની જરા પાછી લઈ દેવયાની સહવર્તમાન તપને અથે અરણ્યમાં ગયા. આ જ વેળાએ તેને માધવી નામે એક કન્યા થઈ હતી એમ જણાય છે. એક સમયે વિશ્વામિત્ર ઋષિના શિષ્ય ગાલવ યયાતિ પાસે શ્યામ જાતિના ઘેાડાની યાચના કરવા આવ્યા હતા. રાજ્યએ પેાતાની પાસેના જેટલા હતા તેટલા અશ્વો આપીને પેાતાની કન્યા માધવીને લઈ જઈને જેની પાસે એવા ઘેાડા હાય તેની પાસેથી આ કન્યા આપીને તે સ ંપાદન કરવાનું કહી તેને આ કન્યા આપી હતી. આ કન્યાને જુદા જુદા રાજાઓને આપીને એને ઘેાડા મેળવી દીધા હતા. (૩. ગાલવ શબ્દ જુઓ.) સારાંશ કે આણે તપ કરીને દેહ શુષ્ક કરી દેહ – પ્રાણુના વિયાગ થતાં, દેવયાની સહિત સ્વર્ગ માં ગમન કર્યું.... / ભાર॰ આદિ॰ અ૦ ૮૪–૯૩, મત્સ્ય અ૦૨૪-૩૬. કાંઈ કાળે આત્મસ્તુતિ કરવાને લીધે આનુ સ્વર્ગમાંથી પતન થયું ત્યારે આના દોહિત્ર એટલે માધવીના પુત્રા અષ્ટક, પ્રતન, વસુમના અને શિબિ એ ચારે જ્યાં તપાદિ કર્મ કરતા હતા ત્યાં જ દૈવગતિએ એનું આવવું થયું. પછી આને અંતે એમને પરસ્પર સવાદ થતા હતેા ત્યાં માધવી પણ અકસ્માત આવી ચઢી. તેણે પેાતાનું તેમ જ પેાતાના ચારે પુત્રોનું પુણ્ય આપી આને પુનઃ સ્વર્ગી મેાયેા. / ભાર૰ ઉદ્યોગ૦ ૧૨૦-૧૨૩.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy