SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયદત્ત બ્રહ્મ ફળ મળે છે. તારા પુત્રને એના પાપી કૃત્યને બદલે મળે છે. આ પ્રમાણે કહીને ઊડી જતી ચકલીને રાજાએ કહ્યું કે તારા પ્રતિ જે પાપ થયું તેને બદલે લીધે. હવે વેર વળી ગયું. હવે તું શું કરવા જતી રહે છે? અહી ભલે રહે. આ ઉપરથી વેર, વિશ્વાસ અને અવિશ્વાસ સંબંધે રાજા અને ચકલી પૂજની વરચે ઘરે સંવાદ થયો હતે. રાજાના આગ્રહને ન લેખવીને અને એણે જે જે કહ્યું તેના રદિયા આપીને, પૂજની ચકલી રાજગૃહમાં ન રહેતાં બીજે રહેવા ગઈ હતી. આ વિચારણ્ય સંવાદ મહાભારતમાં આવેલ છે. | ભાર૦ શાંતિ અ૦ ૧૩૯, બ્રહ્મદત્ત (૪) સમવંશી પુરકળત્પન નીપ અથવા અણુહ રાજાથી શુક્રાચાર્યની કન્યા કૃત્વી અથવા કીર્તિમતીની કુખે થયેલો પુત્ર. તે જન્માંતરથી પિતૃવતી બ્રાહ્મણ હતા. તેણે જેગિષવ્ય ઋષિની કૃપા વડે યોગમાર્ગ સંપાદન કરી ગતંત્ર નામને ગ્રંથ રચ્યો હતો. તેને ગૌ અથવા સન્નતિ કિંવા સરસ્વતી નામની સ્ત્રી હતી, ને તેની કુખે વિશ્વકસેન નામને પુત્ર થયો હતો. બ્રહ્મદત્ત (૫) અગમ્ય ઋષિએ રામચંદ્રને આપેલું બાણ. આ બાણ વડે મોટા મોટા અસુરને માર્યા હતા. | વા. રા. અરણ્ય સ. ૧૨, બ્રહ્મદત્ત (૬) સાલ્વ રાજાનું બીજુ નામ. (સાલ્વ એ.)ભાર૦ ૧૦ ૨૨-૩૭: ભાગ ૧૦-૭૭ બ્રહ્મદેવ (બ્રહ્મા) સૃષ્ટિની ઉત્પત્તિનું કારણભૂત જે રજોગુણ, તેના મૂર્તિમાન દેવતા. રજોગુણ એટલે સત્વગુણ અને તમોગુણની મધ્યમાવસ્થા; અથવા નિમિત્તિકારણ અને વિવોંપાદાન કારણુ. આ બંનેની મધ્યમાવસ્થા હેઈ, બ્રહ્મદેવ, સત્વગુણથી કિંચિત મલિન એવી ઉપાધિ વિશિષ્ટ થયા. માટે તેમનામાં કંઈ જીવત્વ દશા આવી. તે પણ તે વ્યષ્ટિ જ પ્રમાણે એકદેશી છવ નથી, પણ સમષ્ટિના જીવ છે. (સમષ્ટિના છવ એટલે બ્રહ્માંડ માંહ્યલા સઘળા છના આધારભૂત જીવ) એટલે કે સંપૂર્ણ જીવોના તે ઈશ્વર છે. એમણે જે મૂર્તિ ધારણ કરી તે કેવળ સ્વેચ્છાએ જ કરી છે, તે કારણથી તેમનાં નામ સ્વયંભૂ અને આત્મભૂ એવાં છે. ઉપવેદ સહિત ચારે વેદો પૂર્વાદિ દિશાને અનુકમે બ્રહ્માનાં ચારે દિશાએ આવેલાં મુખમાંથી નીકળ્યા છે. આમ બ્રહ્મદેવ જ વેદની ઉત્પત્તિનું સ્થાને હોવાને લઈને તેમનાં ચતુર્મુખ, ચતુરાનને ઇત્યાદિ નામો પડયાં છે. તેમની મતિ કેવળ તિરૂપે હેઈ, તે નિરંતર સત્યલોકમાં વસે છે. તેમણે સંકલ્પ માત્ર વડે સર્વ સૃષ્ટિ નિર્માણ કરી, તેથી તે યદ્યપિ કર્તા છે, તેપણ વ્યષ્ટિજીવ જેવું દેહનું તાદામ્ય ('હું' એવું ઓભિમાન) ધારણ કરે છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં તેમનું તાદાઓ હોવાથી તેમના નિદ્રાકાળે સર્વ જીવ લય પામે છે અને ઉત્થાનકાળે પુનઃ ઉત્પન્ન થાય છે. એમ છતાં એમના મુક્તત્વથી સર્વ છે મુક્તિ પામતા નથી, કારણ મોક્ષ એ વિચારસાધ્ય હેવાથી એવું થવું શ્રુતિયુક્તિ વિરુદ્ધ છે. સંપૂર્ણ દેવ, ઋષિ, પ્રજાપતિ સર્વના આ જ કર્તા હોવાથી એમનાં ધાતા, વિશ્વસૃષ્ટા ઇત્યાદિ સાર્થક અનેક નામ છે. એમણે પિતાના પુત્રો વડે અનેક પ્રાણી ઉત્પન્ન કરાવ્યા, માટે તેને પિતામહ પણ કરે છે. ૪૩,૨૦,૦૦૦ વર્ષના એક પર્વત (ચોકડી), એવાં હજાર વર્ષના પર્વતને એમને એક દિવસ થાય છે. અને તેટલા જ કામના પ્રમાણની તેમની રાત્રિ થાય છે. આમ એક અહેરાત્રને કલ્પ એવું નામ આપ્યું છે. તેમના પ્રત્યેક ક૯૫માં પૃથ્વી પર ચૌદ મનુ અને સ્વર્ગમાં ચૌદ ઇંદ્ર થાય છે. એવા ૩૬૦ ક૯૫નું તેમનું એક વરસ થાય છે. આ ગણતરી પ્રમાણે બ્રહ્મદેવનું સો સંવત્સરનું આયુષ્ય હેઈ, તેમાં પચાસ વર્ષ ગયાં એટલે પ્રથમ પરાર્ધ પૂરું થયું, અને બીજુ પરાર્ધ ચાલે છે. તેના પહેલા વર્ષને ક માસ ચાલે છે તે કઈ ગ્રંથોમાંથી જણાતું નથી, પરંતુ તે માસમાં વેતવારાહ નામને છવ્વીસમે કપ ચાલતું હોઈ અત્યારે તેમના કૃષ્ણપક્ષની એકાદશી ચાલે છે. તેમ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy