SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શિખંડિની २०७ શિખંડી સ્ત્રી. એને પાવક, પવમાન અને શચિ એમ ત્રણ પુત્રો હતા. શિખંડિની (૨) દુપદ રાજાની કન્યા. પૂર્વ જન્મ એ કાશીરાજની કન્યા અંબા રૂપે હતી. એ જ પુરુષત્વ પામી શિખંડી કહેવાઈ હતી (શિખંડી શબ્દ જુઓ.) શિખંડી દુપદ રાજા પુત્ર મેળવવાને રુદ્રનું આરાધન કરતો હતો. રુદ્ર એને વરદાન આપ્યું કે તને એક પુત્રી થશે અને તે કાલાનુસાર પુરુષત્વ પામીને ભીષ્મને યુદ્ધમાં મારશે. સંતોષ પામીને દ્રુપદ રાજા પિતાને નગર આવ્યો. પછી થોડે કાળે એની સ્ત્રી એ ગર્ભ ધારણ કર્યો અને એને કન્યા પ્રસવી પરંતુ કન્યા થઈ છે એ ખબર ન પડવા દેતાં દ્રુપદે એમ જ કહ્યું કે પુત્ર પ્રસવ્યો છે તેમ જ સઘળાંને પુત્ર પ્રસવની જ વાત કરીને કન્યાને પુત્રની પેઠે જ જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. આગળ જતાં એને ઉપનયન સંસ્કાર કરીને ધનુર્વિદ્યા વગેરેમાં પ્રવીણ બનાવી. જયારે કન્યા મેટી થઈ અને વિવાહ કરવા જેવડી થઈ ત્યારે દ્રુપદ બહુ ચિંતામાં પડ્યો પણ એની સ્ત્રીએ એને ધીરજ આપી કહ્યું કે વરદાન સર્વથા વૃથા જાય જ નહિ માટે આપ એકાદી રાજકન્યા શોધી વિવાહ કરો. એમાં આઘુંપાછું જોશે નહિ. દ્રુપદ આથી ધીરજ રાખી પિતે પુત્રને વિવાહ કરવા ધારે છે એમ બધાને પ્રગટ કર્યું. આ ઉપરથી પશ્ચિમ દિશાર્ણ દેશના રાજા હિરણ્યવર્માએ પોતાની ઘણું જ સ્વરૂપવાન કન્યા આ કત્રિમ શિખંડીને વિવાહવિધિથી આપી. કેટલેક કાળે હિરણ્યવર્માની કન્યા મોટી થઈ. એને ઋતુકાળ પ્રાપ્ત થયો એટલે એ પતિ પાસે એકાંતમાં ગઈ. જુએ છે તો એ પુરુષ નહેતાં સ્ત્રી હતી. કશું બોલ્યા વગર એ બાઈ બહાર આવી. આ વાતને આઠ-દશ દિવસ જવા દઈ કંઈ બહાને સસરાની આજ્ઞા લઈ પોતાને પિયર ગઈ. ત્યાં જઈને એણે આ સમાચાર પોતાના પિતાને જણાવ્યા. આ વાત જાણીને હિરણ્યવર્માને ઘણે કેધ ચઢ અને સૈન્ય લઈને દુપદની જોડે યુદ્ધ કરવા નીકળે. જતાં જતાં એના મનમાં આવ્યું કે કેવળ કન્યાના કહેવાથી આમ જવું ઠીક નથી. પ્રથમ જાતે કાંઈ તપાસ કરવી જોઈએ કે શિખંડી તે ખરેખર સ્ત્રી જ છે કે કેમ. પછી એણે દ્રુપદને દૂતની સાથે કહાવ્યું કે મૂખ, દુષ્ટ, તે આ શું કર્યું ? સ્ત્રીને વિવાહ સ્ત્રી જોડે કેમ કર્યો? ખેર, આ અપરાધનું શાસન આપવું જ જોઈએ. માટે હું તારે ત્યાં આવું છું. તું યુદ્ધ કરવાને તૈયાર થજે. | હિરણ્યવર્માને સંદેશો સાંભળીને કુપદનું નૂર ઊડી ગયું અને હવે શું કરવું એના વિચારમાં પડયો. કાંઈક ભય, અને કાંઈક ધીરજ મનમાં આણી એણે દતની સાથે ગોળ ગોળ સંદેશા કહાવી તેને પાછો રવાના કર્યો. આ વાતની ખબર શિખંડીને પડતાં તે તરત જ નગરમાંથી નાસીને ઘોર અરણ્યમાં ગયો. ત્યાં જઈને એ ઉપવાસ કરીને તપનો આરંભ કર્યો. ત્યાં એક ચમત્કાર બન્યો. એ વન ભૂલકણું નામના એક યક્ષનું હતું. તે એક દિવસ ફરતા ફરતા ત્યાં આવી ચઢ: એણે શિખંડીને આગ્રહપૂર્વક અનુઠાન કરતો દીઠા. યક્ષે એની પાસે આવીને પૂછ્યું કે તું કોણ છે અને અહીં શા હેતુથી અનુષ્ઠાન કરે છે ? શિખંડીએ પિતાની બધી હકીકત કહીને પુરુષત્વની માગણી કરી. પરિણામે સ્થૂણાકર્ણને એની બહુ દયા આવી. એણે કહ્યું કે મારું પુરુષત્વ તને આપીને તારું સ્ત્રીત્વ હું લઉં છું. માત્ર એટલું જ કે તું પુરષત્વ સંપાદન કરીને તારા નગરમાં જા અને તારે કામ હોય તે પતે એટલે મારું પુરુષત્વ મને પાછું આપજે. તારા આવતાં સુધી હું આ વનમાં જ રહીશ, એમ કહીને એણે પિતાનું પુરુષત્વ શિખંડીને આપી પોતે સ્ત્રી થયો. શિખંડીને પુરષત્વ મળતાં એ ત્યાંથી નીકળ્યો. તે આવીને પિતાના પિતા દ્રુપદને ઘણું હર્ષથી ભેટ. એણે પોતાને પુરુષત્વ પ્રાપ્ત થવાની ખબર પિતાને કરી | ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૬૫–૧૨૭. શિખંડી પુરુષત્વ પ્રાપ્ત કરીને આવ્યે જાણીને દ્રુપદને ખૂબ જ હર્ષ થયો. એટલામાં હિરણ્યવર્મા પિતાના સૈન્ય સહિત દ્રપદપુરમાં આવી પહો . એને આવ્યો જાણીને દુપટ્ટે દૂત સાથે કહાવી મોકલ્યું કે મેં આપના દૂતની સાથે સંદેશે કહા
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy