SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ૧૧૩ રામ મારીને દક્ષિણ દિશાને જીતી છે. ભદ્રે ! તારું ક૯યાણ થાઓ. આ મારા સ્નેહીઓના પરાક્રમથો હું તરી ગયો છું તે મેં તારે માટે કર્યો નથી. પણ તે તે મને લાગતા અપવાદનું રક્ષણ કરવા અને મારા વિખ્યાત સૂર્યવંશને લાગતા કલંકનું માર્જન કરવા માટે જ કર્યો છે એમ જ તું માનજે. પણ જેના ચારિત્ર્યને માટે સંદેહ છે, એવી તું આજે મારી સામે આવીને ઊભી છે તે ખરી, પણ જેમ નેત્રના રોગીને દીપક પ્રતિકૂળ લાગે છે, તેમ તું મને અત્યંત પ્રતિકુળ લાગે છે. હે જનકકન્યા ! આજ હું તને મુક્ત કરું છું. હવે તને જ્યાં ગમે ત્યાં તું જા. દશે દિશા તારે માટે ઉઘાડી છે. મારે હવે તારું કામ નથી. સારા કુળમાં ઉત્પન્ન થયેલ એવો કયો પુરુષ હોય કે, જે પરગૃહમાં રહેલીને, ઘણું કાળના સ્નેહને લીધે પણ, પુન: ગ્રહણ કરે ? હે સીતા ! તું ૨.વણના અંગમાં કલેશ પામેલી તથા તેના કામયુક્ત નેત્રથી દેષયુક્ત થયેલી છે. માટે હવે મોટા કુળના વ્યપદેશવાળે હું તને પુનઃ કેમ ગ્રહણ કરી શકું? જે માન માટે હું તને છ છું તે મને મળ્યું છે. પણ તાર ઉપર હવે મને પ્રીતિ નથી. માટે ઇચ્છામાં આવે ત્યાં હવે તું જ ! હે ભદ્ર! સ્થિર મતિથી મારે તને કહેવાનું હતું તે કહ્યું. તને ગમે તે આ મંડળમાંના કેઈ પર, જોઈએ તે લક્ષ્મણ પર, જોઈએ તે ભરત પર, જેનાથી તને સુખ થાય તે પ્રતિ બુદ્ધિ કર ! હે સીતે, ગમે તે તું સુગ્રીવ કે શત્રુન અથવા વિભીષણ એમાંના કેઈ પર તારું મન સ્થિર કર ! તું દિવ્યરૂપવતી છે અને મનહર પણ છે એટલે પિતાના ઘરમાં રહેલી તને જોઈ રાવણ ઘણે કાળ એમને એમ બેસી રહે નહિ. રાવણે તારું વ્રતભંગ કર્યું હશે. માટે હું તે તને રાખી શકું એમ હું જ નહિ. પ્રિય વચન શ્રવણ કરવા યોગ્ય સીતા પિતાના સ્વામીના મુખથી આવાં ક્રૂર અને હદયભેદક અપ્રિય ૧૫ વચન સાંભળી, જેમ કેઈ હાથીની સૂંઢથી ઉખેડી નખાયેલી વેલી ટળવળે, એમ તેણે બહુ વાર સુધી તે આંસુ પાડયાં; અને અંતે ગાઢ રુદન કરી દીધું. | વા૦ ર૦ યુ. સ. ૧૧૫. - જ્યારે ક્રોધ પામેલા રામે સર્વના સાંભળતાં રુવાં ઊભાં થઈ જાય એવાં કઠોર વચને સીતાને કહ્યાં, ત્યારે તે વચને સાંભળીને સીતા અત્યંત ગભરાઈ ગઈ; અને સર્વની સમક્ષ કહેલાં, પોતાના સ્વામીનાં, કોઈ પણ દિવસ નહિ સાંભળેલાં વચન સાંભળી, લજજાથી નીચું ઘાલી, સ્થિર ઠરી જ ગઈ. તે વખતે પિતાના સ્વામીનાં વચન સાંભળી જાણે વચનરૂપી ભાલાથી વીંધાઈને પોતાનાં અંગોમાં પેસી જતી હેય નહીં શું, તેમ સંકોચ પામી અત્યંત રુદન કરવા લાગી. પણ પછી તેણે અશ્રુથી ભીંજાચેલું પિતાનું મુખ લૂછી નાખ્યું અને ગદ્ગદ્ વચને પિતાના સવામીને આ પ્રમાણે કહ્યું : હે શૂરા કઈ સામાન્ય મનુષ્ય પણ પિતાની સ્ત્રીને ન કહે તેવાં કાનને પીડા ઉત્પન્ન કરે એવાં વચન તમે મને શા માટે સંભળાવો છે હું આપના સેગન ખાઈને કહું છું કે હે નાથ ! તમે મને જેવી ધારો છો તેવી ' નથી જ. તમે જાઓ, માર: સચારિત્રય ધ્યાનમાં રાખી વિચાર કરી, મારા ઉપર વિશ્વાસ છે. તમે એકાદી સામાન્ય સ્ત્રીના ચરિત્ર ઉપરથી આખી સ્ત્રી જાતને માટે શંકા કેમ લાવો છો ? તમે જે મારી ખરેખરી પરીક્ષા કરી જ હોય, તે મારા પ્રત્યેની શંકાનો ત્યાગ કરે. હે પ્રભુ! મને રાવણનાં અંગે સ્પર્શ થયે હશે, તે તે મારું ન ચાલતાં જ થયું હશે. તેમાં માત્ર વિધિને જ દેષ છે, મારી નથી. અને તેમાં મારી લેશ પણ ઈચ્છા હતી એમ માનશો મા. પણ મારું હૃદય જે મારે સ્વાધીન છે, તે તે નિરંતર તમારું જ રટણ કરતું હતું. પરંતુ મારું અંગ જે મારે સ્વાધીન નહિ, તેને માટે હું અનાથ – જેને ધણુ પાસે નહિ તેવી – નાથ વગરની – શું કરી શકું ? હે માનદ આપણે પરસ્પરને અનુરાગ એક જ સમયથી વૃદ્ધિ પામેલે
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy