SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અજુન પ્રથમ હસ્તિનાપુરની દક્ષિણે આવેલી માહિષ્મતી નગરીના નીલધ્વજ રાજાએ ઘેાડાને બાંધવાથી તેની સાથે યુદ્ધમાં હાર ખાઈને નીલધ્વજ રાજા અર્જુનની સાથે સામેલ થયેા. / જૈમિનિ અશ્વ અ૦ ૧૫, ત્યાંથી નીકળીને માર્ગીમાં ઉદ્દાલક ઋષિના આશ્રમ પાસે એક શિલાની સાથે અશ્વ ચાંટી ગયા. અર્જુન ભયભીત થઈ એ વનમાં રહેનારા એક સૌભરી નામના ઋષિને શરણુ ગયા. સૌભરી ઋષએ એને ઉદ્દાલકની કથા સંભળાવી, અર્જુનના હસ્તપ`થી ત્રાડા તરત છૂટા થઈ ગયા અને શલ્યા સ્ત્રી રૂપે થઇ ગઈ. આ સ્ત્રી તે ઉદ્દાલક ઋષિની સ્ત્રી ચંડી હતી. (૨ ઉદ્દાલક શબ્દ જુએ) ત્યાંથી નીકળાને ઘેાડા હુંસધ્વરાજની ચ`પકા નગરીમાં ગયા. એ રાખને અર્જુન જોડે મૈત્રી થવાથી તે અર્જુનની જોડે ધાડાના રક્ષણાર્થે સામેલ થયે.. (હુ ંસધ્વજ શબ્દ જુએ.) હંસધ્વજ રાજાના પુત્ર સુધન્વાએ અર્જુનને મૂર્છા પમાડી. અજુને કૃષ્ણનું સ્મરણ કરતાં એએ ત્યાં આવ્યા અને અર્જુનના સારથિ થયા. અર્જુનના રથને સુધન્વાએ આકાશમાં ઉડાડયો, પણ અર્જુ નને સુધન્વા અને એના ભાઈ સુરથને શિરચ્છેદ કર્યો. પછી હુંસધ્વજ સાથે સલાડ થઇ. કૃષ્ણે પાછા હસ્તિનાપુર ગયા અને અર્જુન અશ્વ સાથે આગળ ગયા. જતાં જતાં અશ્વ સ્ત્રીરાજ્યમાં જઈ પહેલુંચ્યા. ત્યાંની રાણી પ્રમીલાએ ઘેાડા બાંધ્યા. અજુ ને સીએના સૈન્ય પર બાણુ મારવા માંડયાં પણ એટલામાં આકાશવાણી થઈ કે યુદ્ધ ન કરતાં રાણી સાથે લગ્ન કર. એથી અર્જુન પ્રમીલા સાથે પરણ્યા અને એને હસ્તિનાપુર માકલી દીધી. (પ્રમીલા શબ્દ જુઓ) પછી એક ભીષણ નામના અસુરને મારો એના નગરમાંથી અસંખ્ય દ્રવ્ય લીધું. ભીષણને ત્યાં જતાં અને કઈ પ્રાવરણ ઈં લેાકેાના દેશ એળગવા પડયો હતા. (ભીષણ શબ્દ જુઓ.) ત્યાંથી અગાડી બભ્રુવાહનના મણુિપુરમાં ગયા. પેાતાની માતાના કહેવાથી બભ્રુવાહન પેાતાના પિતાને શરણુ આવ્યા; પણ અર્જુને તેને લાત મારીને કહ્યું કે અર્જુનના પુત્ર હાય તે! Jain Education International ૪૦ અર્જુન ધોડા બાંધ્યા પછી યુદ્ધ કર્યા વગર શરણુ આવે જ નહિ. આથી ક્રોધે ભરાઈ. એણે યુદ્ધ કર્યું અને અર્જુન અને વૃષકેતુ બંનેનાં માથાં ઉડાડયાં. આ વાત ચિત્રાંગદા અને ઉલૂપી જે બન્ને સાથે રહેતી હતી તેમના જાણવામાં આવવાથી તેમણે બભ્રુવાહનેને બહુ ધિક્કાર કર્યા. પછી ઉલૂપીના પિતા શેષ પાસેથી બભ્રુવાહન સંજીવકમણિ લઈ આવ્યા જેના સ્પર્શીથી બન્ને સજીવન થયા અને બધું સૈન્ય પણ પાછું ઊઠયું'. (બબ્રુવાહન શબ્દ જુએ) અર્જુને બંને સ્ત્રીઓને હસ્તીનાપુર માકલી દીધી. પેાતે બભ્રુવાહનને સાથે લઈ ઘેાડાની પાછળ અગાડી ગયે. તે પછી મયૂરધ્વજ અને એના પુત્ર તામ્રધ્વજને ભેટા થતાં કૃષ્ણે એના સત્યની પરીક્ષા કરી, (મયૂરધ્વજ શબ્દ જુએ.) ત્યાંથી અગાડી વીરવર્માની સારસ્વતપુરીમાં યુદ્ધ થયું (વીરવર્મા શબ્દ જીઆ). તેમાં તે હાર્યો પણ કૃષ્ણ ત્યાં આવી પહેાંચતાં તેમણે બન્નેનું સમાધાન કર્યું. ત્યાંથી અગાડી ઘેાડે ચંદ્રહાસ રાજાના નગર કુંતલપુરમાં ગયા. (ચંદ્રહાસ શબ્દ જીઆ) ચંદ્રહાસ કૃષ્ણના ભક્ત હતા તેથી સૈન્ય સહિત શરણ થયા. પછી ત્યાંથી ધાડા પાહે ફરી ઉત્તર દિશા તરફ ગયો. ત્યાં બકાભ્ય ઋષિનાં અર્જુનને દર્શન થયાં. (બકદાત્મ્ય શબ્દ જુએ!) ત્યાર પછી વર્ષ પૂરું થવા આવ્યું છે ાણીને અર્જુન સિંધુ દેશની રાજધાનીમાં ઘેાડાને લઈને આવ્યા અને ત્યાંથી દુર્યોધનની બહેન દુઃશીલા અને તેના પુત્ર શરણ આવ્યા. તેમને જોડે લઈને હસ્તિનાપુર આવ્યો. પોતે આણેલું અસંખ્ય દ્રવ્ય અને રાજાએ સહિત યુધિષ્ઠિરને મળી અશ્વમેધ પૂરા કરાવ્યા. અર્જુનને યુધિષ્ઠિરે કૃષ્ણના સમાચાર પૂછ્યા દ્વારકા માલ્યા હતા. એ ત્યાં સાત મહિના રહ્યો હતા. તેવામાં પ્રભાસમાં નદવાસ્થળી થઈ હતી, ને કૃષ્ણ સ્વધામ ગયા હતા. કૃષ્ણે સ્વધામ જતાં પેાતાના સારથિ દારુક સાથે અર્જુનને સદેશે હાવ્યા હતા કે તેણે ઉગ્રસેન, વસુદેવ તથા સ વિધવાઓને તેમ જ દ્રવ્યાદિ સઘળી સમૃદ્ધિ લઈને હસ્તિનાપુર જવું, કૃષ્ણના સ્વધામ ગયાના સમાચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy