SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ રવી માર્કડેય પુરાણમાં દેવી માહાત્મ્યમાં દેવીને શ્રીમુખે કહેવડાવ્યું છે કેઃ દ્વાપર યુગને અંતે અને કલિયુગના આરંભની લગભગ શુંભ અને નિશુંભ નામના દૈત્ય થશે. હું જાતે નંદગોપાળ નામના ગોવાળને ઘેરે ના” નામે અવતરીશ; અને વિંધ્યાચલમાં વાસ કરીશ. દ્વાપરના અંતમાં પછી વિપ્રચિત નામના કુળમાં જન્મેલા અસુરને મારીને ખાઈ જઈશ આ પ્રમાણે અસૂરોને ભક્ષણ કરતા મારા દાંત, વાળ અને શરીર તેમજ આયુધે તેમના રક્ત વડે રાતાં થઈ જશે એ કારણથી લોકે મને “રક્તચામુંડા કહેશે. ત્યાર પછી પૃથ્વી પર સો વર્ષને દુકાળ પડશે. તે વખતે એક ટીપું પાણી ધરાધરી મળશે નહિ, મુનિજનની પ્રાર્થનાથી હું તે કાળે પાર્વતીના શરીરમાંથી છૂટી પડીને બહાર આવીશ. તે વખતે મારે સો આંખે હેવાથી લોકો મને “શતાક્ષી' એવા નામથી ઓળખશે. વિવસ્વત મન્વન્તરને ચાળીસમા યુગમાં હું લેકેનું વનસ્પતિથી પિષણ કરી તેમને દુકાળમાંથી ઉગારીશ, માટે લેકે મને “શાકંભરી ના નામથી જાણશે. મારા આ રૂપે હું દુર્ગમ નામના અસુરને મારી “દુર્ગાદેવી'ના નામથી પ્રખ્યાત થઈશ. ત્યાંથી હું હિમાલય ઉપર જઈને ભયંકર રૂપ ધારણ કરીશ તેથી ભીમા' કહેવાઈશ, તે કાળે ત્યાં અરુણ નામને એક અસુર થશે. એ જ મન્વન્તરના સાઠમા યુગમાં ભમરાઓના ટોળા લઈને હું એ દૈત્ય ઉપર હુમલો કરી એને મારી નાખીશ. આથી મારું નામ ભ્રમરી' પડશે.” આ પ્રમાણે પિતે કરેલા પરાક્રમને લઈને દેવીઓનાં નામ પડે છે. તેનાં કેટલાંક ઉદાહરણે માર્કડેય પુરાણમાંથી મળી આવે છે. સ્વર્ગ અને પૃથ્વી વગેરે ઉત્પન્ન કરવામાં દેવીની શ્રેષ્ઠતા કેવી અને કેટલી છે, તે પણ માર્કડેયપુરાણ ઉપરથી જણાય છે. “ગુણરતિ દેવી' – દેવીનું ગુપ્ત અને અગોચરરૂપ – પિતે ત્રણ રૂપ ધારણ કરે છે. પ્રકૃતિના રજસ, સવ અને તમસ એ ત્રણ ગુણનાં – ગુણુ રૂપ જ – દેવીનાં લમ', “મહાલક્ષ્મી', અને સરસ્વતી’ એવાં ત્રણ રૂપ બને છે. દેવી વળી બીજે રૂપે પણ જણાઈ છે. સૃષ્ટિના આરંભમાં “મહાકાળી' રૂપે એમણે બ્રહ્માને દાબમાં રાખી તેની પાસે સૃષ્ટિ રચાવી હતી. પ્રલય વખતે એ જ “મહામારી' રૂપ ધારણ કરશે. લક્ષ્મી' રૂપે દેવી લોકોને સંપત્તિ અને ધન આપે છે, જ્યેષ્ઠા દેવી' રૂપે દેવી જ લોકેની સંપત્તિ અને ધન હરી લે છે. સૃષ્ટિના આરંભ કાળે દેવી શ્યામરંગી સ્ત્રીને રૂપે પ્રકટ થાય છે. વળી એનાં નામ જુદાં જુદાં હોય છે. જેવા કે “મહામાયા', “મહાકાળી ', “ક્ષુધા', “તૃષા', “નિંદ્રા', “તૃષ્ણ', “એકવીસ', “કાલરાત્રી' અને “દુરત્યયા’ મુખ્ય દેવી મહાલક્ષ્મીની આજ્ઞાનુસાર દેવી પુરુષ અને સ્ત્રી બને તરાહનાં રૂપ ધારણ કરે છે. “નીલકંઠ', “રક્તબાહ', “શ્વેતાંગ', “ચંદ્રશેખર', “રુદ્ર', “શંકર', “સ્થાણુ અને ત્રિલોચન' એ દેવીનાં નર જાતિનાં, અને વિદ્યા, “સ્વર', “અક્ષર', અને “કામધેનું” એ નામો એનાં ગોરાંગી સ્ત્રી સ્વરૂપ છે. વળી મહાલક્ષમીથી જ સાત્વિકરૂપ “સરસ્વતી’ ઉત્પન્ન થઈ છે. એની કાન્તિ ચંદ્રપ્રભા જેવી છે. અને એ પિતાના હાથમાં અક્ષમાલા, અંકુશ, વિષ્ણુ અને પુસ્તક ધારણ કરે છે. “મહાવિદ્યા', “મહાવાણી', “ભારતી', “વાક', સરસ્વતી', “આર્યા', “બ્રાહ્મી', “કામધેનુ', “વેદપ્રભા', ધી” અને “ઈશ્વરી' એ આ જ રૂપનાં બીજા નામે છે. મુખ્ય દેવીની આજ્ઞાનુસાર આ દેવી વળી એક સ્ત્રી અને એક પુરુષ પેદા કરે છે. એણે પેદા કરેલ શ્યામરંગી પુરુષ તે વિષ્ણુ છે. કૃષ્ણ, હૃષીકેશ, વાસુદેવ અને જનાર્દન એ એનાં બીજાં નામ છે. “ઉમા”, “ગૌરી', “સતી', “ચંડી', સુંદરી', “સુભગા', અને “શિવા એ દેવીની પેદા કરેલી ગૌરાંગી સ્ત્રીઓનાં નામ છે. મહાલક્ષ્મીનું રાજસ સ્વરૂપ તે ‘લકમી' કહેવાય છે. એની મૂર્તિના હાથમાં દાડમ, ગદા, પાત્ર અને ખેટક ધારણ કરાવાય છે. એ દેવીને શરીર-મૂર્તિ – ઉપર સ્ત્રીત્વ અને પુલિંગ– સૂચક ચિન હેય છે. આ દેવીને વર્ણ પ્રવાહી સુવર્ણના જેવો હોય છે. આ દેવી પણ સ્ત્રી અને પુલિંગે રહે છે. એનાં પુલિંગ રૂપ તે હિરણ્યગર્ભ, બ્રહ્મનું , વિધિ, વિરંચિ અને ધાતા છે. સ્ત્રીલિંગ રૂપ તે “શ્રી', “પદ્મા', કમલા', અને લક્ષમી' છે. સહુ જગતની જનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy