SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપ્રહાર ૨૨ દેવયાની દેવપ્રહાર સ્વર્ગને એક દેવવિશેષ / મત્સ્ય અ૦ ૬. દેવબહુ સમવંશી યદુકળાત્પન્ન સાત્વત વંશના ત્વદીક રાજાના પાંચ પુત્રમાંને એક. દેવભાગ સોમવંશી સાવંત વંશના સુર રાજાને મારીષા નામની સ્ત્રીથી થયેલા દસ પુત્રોમાં બીજે. કંસની બહેન કંસા એની સ્ત્રી થાય. એને પેટે એને ચિત્રકેતુ, બુહબલ અને ઉદ્ધવ એમ ત્રણ પુત્ર થયા હતા. દેવભૂતિ કલિયુગમાં શુંગ રાજવંશમાંના ભાગવત રાજાને પુત્ર. એ આ વંશને છેલ્લે રાજા હતો ! ભા ૦ ૧૨-૧-૧૮, દેવમન એક બ્રહ્મર્ષિ ભાર અશ્વમેધ અને ૨૫. દેવમતિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) દેવમાતા અદિતિ તે જ દેવમીઢ વિદેહવંશી કતિરથ જનકનો પત્ર એને પુત્ર વિદ્યુત જનક. દેવમીઢ (૨) સમવંશીય પુરુકુળત્પન્ન હસ્તિરાજાનું કિમીઢનું બીજુ નામ. દેવમીઢ (૩) સોમવંશી સાવંત કુળત્પન્ન ત્વદીક રાજાના પાંચ પુત્રોમાંને એક. એને પુત્ર તે શર રાજા, દેવયજન માંધાતા રાજાએ જે સ્થળે યજ્ઞ કર્યા હતા તે સ્થળનું નામ, દેવયાન એક બ્રહ્મર્ષિ, ૨. કશ્યપ શબ્દ જુઓ.) દેવયાની એ વરુણુ ભગુના પુત્ર શુક્રની કન્યા. પુરંદર ઇંદ્રની કન્યા જયંતીની કુખે એ જન્મી હતી. એ નાનપણથી જ તપસ્વિની, વિદ્યાસંપન્ન અને પિતાને ઘણું જ પ્રિય હતી. શુક્રાચાર્યની પાસે બૃહસ્પતિને પત્ર કચ મૃત સંજીવનની વિદ્યા સંપાદન કરવાના હેતુથી અધ્યયન કરવા આવી રહ્યો હતો. એના ઉપર દેવયાનીનું મન બેઠું હતું. એને ઘણુક વખત દૈત્ય દાનવોથી મરણ પામ્યા છતાં જિવાડયો હતે. કચ વિદ્યા સંપાદન કરી ઘેર જતી વખતે દેવયાનીએ એની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. પણ કોઈ એક કારણથી કચે એને સ્વીકાર નહોતો કર્યો. (૧. કચ શબ્દ જુઓ.) કચના આશ્રમમાંથી ગયા બાદ કેટલેક કાળે એક સમયે વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા પિતાની સખીઓને લઈને વનવિહાર કરવા ગઈ હતી. તેની સાથે દેવયાની પણ પિતાની સખીઓને લઈને ગઈ હતી. કેટલીક રમત કર્યા પછી બધીના મનમાં આવ્યું કે સરોવરમાં સ્નાન કરીએ. બધી કન્યાઓ પિતતાનાં કપડાં કાંઠે મૂકી સરોવરમાં નહાવા પડી. ઘણા વખત સુધી પાણીમાં ગમ્મત કર્યા બાદ બધાં બહાર નીકળીને પિતપિતાનાં વસ્ત્ર પહેરવા લાગ્યાં. પણ તેમાં શર્મિષ્ઠાએ ભૂલથી પોતાનાં વસ્ત્રને બદલે દેવયાનીનાં વસ્ત્ર પહેરી લીધાં. દેવયાની બહાર આવી જુએ છે તે માત્ર શમિષ્ઠાનાં જ વસ્ત્ર એને પહેરવાનું બાકી રહ્યાં હતાં. આ ઉપરથી એને ઘણો ગુસ્સો આવ્ય અને તિરસ્કારપૂર્વક કહેવા લાગી કે અરે શર્મિષ્ઠા ! તારા પિતા જેને પૂજ્ય ગણે છે એવા મારા પિતા, શુક્રાચાર્યની કન્યા હોવાથી હું પણ તારા મનથી પૂજ્ય હેવી જોઈએ, છતાં તે મારાં વસ્ત્ર પહેર્યા એ મોટો અવિવેક કર્યો. તમે બધા દૈત્ય, દાન મારા પિતા શક્રાચાર્યના બળ ઉપર મૂકી સુખમાં રહે છે. નહિ તે કયાંયે રસાતળમાં અટવાઈ ગયા હત. એનાં આવાં વચન સાંભળીને શર્મિષ્ઠાએ, હું ભૂલી ગઈ, મેં ભૂલમાં પહેર્યા, એમ સ્વાભાવિક ભૂલી ગઈ, મેં ભૂલમાં પહયા, અને રીતે કહેવું જોઈતું હતું. પણ તેમ ન કરતાં એ દેવયાની પ્રતિ કહેવા લાગી કે હું રાજાની એટલે દાન આપનારની કન્યા અને તું દાન લેનાર – યાચકની કન્યા, એટલે તારી અને મારી પદવીમાં ઘણું જ અંતર, તેથી તારાં વસ્ત્ર પરિધાન કરવાથી મારી હલકાશ જણાય, તેને બદલે તું જાણે મહા ઉચ હેય એ દાવો કરતાં તેને લાજ નથી આવતી ? આ પ્રમાણે બને કન્યાઓ આપસઆપસમાં લડી પડી. બેલાબોલી ઉપરથી છેલ્લે પાટલે વાત ગઈ અને અવિચારી શર્મિષ્ઠાએ દેવયાનીને પિતાનાં વસ્ત્ર પહેરવા ન દીધાં, એટલું જ નહિ પણ એનાં વસ્ત્ર પણ પાછાં આપ્યાં નહિ, દેવયાનીને નગ્ન અવસ્થામાં પાસે એક કુ હતું તેમાં હડસેલી પાડી, શર્મિષ્ઠા પોતાની સખીઓ સાથે પિતાને ઘેર ગઈ. હવે અહીં દેવયાનીની સખીઓ શોકમગ્ન થઈને શું કરવું એ મનમાં આણીને કુવા કાંઠે અને આજુબાજુ ફરતી હતી તેવામાં દેવયાની કુવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy