SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ કરી. તે ઉપરથી તેણે ત્યાં જ યજ્ઞ કર્યો. યજ્ઞસમાપ્તિ કાળે ઋષિઓને સત્કાર કરી તેમને વિદાય કર્યા. આ બધે કાળ પાંડવોને ત્યાં જ રાખ્યા હતા. આ બધું થતાં ત્રણ મહિના લાગ્યા. પછી પાંડવો હસ્તિનાપુર ગયા અને કૃષ્ણ બળરામ પિતાના પરિવાર સહિત દ્વારકા પધાર્યા. | ભાર૦ ૧૦ સેકં. અ૦ ૮૪. પછી એક સમયે દેવકીની એવી ઈચ્છા થઈ કે મારા મરી ગયેલા છ પુત્રોને હું જોઉં. તે ઉપરથી કૃષણે તેમને દેખાડ્યા. (એ છ નામ ઇત્યાદિ હકીકત સારુ ૧. ઊણું શબ્દ જુઓ), કેટલાક કાળ પછી કૃષ્ણ મિથિલા નગરીમાં રહેનાર મૃતદેવ નામના બ્રાહ્મણને મળવા પધાર્યા. એ બ્રાહ્મણ મહાન બ્રહ્મ- નિષ્ઠ હતા પણ બહુલાશ્વ જનકને એની ખબરે નહતી. પિતાને આવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણનાં દર્શન થાય અને એની કીર્તિની બહુલા જનકને પણ ખબર પડે એ હેતુથી પોતે મિથિલા પધાર્યા હતા. ત્યાં થડે કાળ રહી પુનઃ દ્વારકા પધાર્યા. (ભાગ ૧૦ &૦ અ૭ ૮૬. જ્યારે જ્યારે કૃષ્ણ અને પાંડવોની ભેટ થતી ત્યારે યુધિષ્ઠિર અને ભીમસેનને કૃષ્ણ વંદન કરતા. અર્જુન અને કૃષ્ણ પરસ્પર આલિંગન આપતા અને નકુળ અને સહદેવ કૃષ્ણને વંદન કરતા. આ ઉપરથી કેણુ કેનાથી મોટું અને કણ નાનું એ ઉઘાડું સમજાય છે. છતાં કૃષ્ણની યોગ્યતા ઘણી જ મટી હતી એ યુધિષ્ઠિર અને ભીમસેનની સમજ બહાર ન હોય એમાં કાંઈ નવાઈ નથી. ભીષ્મ ધરાધરી કૃષ્ણ તરફ પૂજ્યબુદ્ધિ ધરાવતા હતા. | ભાર૦ શાંતિ અ૦ ૫૧ શ્લ૦ ૨૯. કૃષ્ણની આકૃતિ અતિ ઉચ્ચ, ઘણું નાની, જાડીપાતળી એમ નહતી પણ મધ્યમ પ્રકારની હતી. એમનાં નેત્ર કમળના જેવાં અને વિસ્તીર્ણ નાસિકા સીધી, શરીરની કાંતિ અળશીનાં પુષ્પ જેવી શ્યામ વર્ષની હતી. પીત વસ્ત્ર પરિધાન કરવા પર એમની પ્રીતિ હતી. એમના સમયમાં ક્ષત્રિમાં એમના જેવો અધ્યાત્મવિદ્યાપારંગત બીજો કોઈ નહતો, એમ કહીએ તે પણ ચાલે. રાજસૂય યજ્ઞ વખતે વ્યાસાદિકની સંમતિથી યુધિષ્ઠિરે એમને અગ્રપૂજાનું માન આપ્યું હતું તે ઉપરથી કેટલાક પ્રસંગમાં અલૌકિક વર્તણૂક ઉપરથી અને મહા ભયંકર ભારત યુદ્ધમાં જાતે શસ્ત્ર ને ધારણ કર્યા છતાં પણ કોઈ પણ તરેહનાં શસ્ત્રથી એમને કશીયે ઈજા થઈ નથી એ ઉપરથી એમનું લક્ષશ્ય સ્પષ્ટ જણાય છે. એમ છતાં પણ એઓ સ્નાનસંધ્યાદિક નિત્યકર્મ કરતા; ઉપમન્યુ ઋષિ પાસેથી લીધેલી દીક્ષા પ્રમાણે ઈશ્વરો પાસના કરવામાં પણ હમેશ નિયમસર તત્પર જ હતા. ભરતખંડમાં અવતાર ધારણ કરીને જે જે દુષ્ટોને વધ કરાવવાને હતો તે પૂરું કરી પિતે નિજધામમાં જવાની ઇચ્છા કરી અને દેવોએ પણ આવીને એ જ સૂચવ્યું. આ ઉપરથી યાદવકુળને સંહાર શી રીતે થશે એ વિશે પોતે ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી એવું બન્યું કે કેટલાક યાદવના છોકરાઓ પિડારક ક્ષેત્રમાં ગયા હતા. ત્યાં એમને મેહને લીધે દુબુદ્ધિ ઉત્પન્ન થઈ. તેમણે પોતાની અંદરના એક સાંબ નામના યાદવકુમારને ગર્ભિણીને વેશ ધારણ કરાવ્યો અને પાસે જ ઋષિ હતા ત્યાં જઈને પૂછવા લાગ્યા કે આ સ્ત્રીને શું અવતરશે તે કહે. ઋષિએ પિતાની મશ્કરી કરવા આવ્યા છે તે જાણુ ક્રોધથી કહ્યું કે અરે સાંભળે, એને એક લોહમય મૂશળ જન્મશે અને એ મૂશળથી તમે સમગ્ર યાદવ નાશ પામશે. ઋષિની આવી વાણું સાંભળી બધા યાદવકુમારે બને ત્યાંથી નાસી ગયા. સાંબને પહેરાવેલાં સ્ત્રીનાં લૂગડાં ઉતરાવતાં જુએ છે તે તેમાંથી ઋષિના વચન પ્રમાણે એક લેહનું મૂશળ નીચે પડતું દેખાયું. એમને ઘણે જ ભય ઉત્પન્ન થયે અને એ મૂશળ લઈને ઉગ્રસેન અને વસુદેવની પાસે જઈને પોતે કરેલું અનુચિત કર્મ સઘળું નિવેદન કર્યું. એ વૃદ્ધોએ જાણ્યું કે જો કૃષ્ણ અને બળરામ આ વાત જાણશે તે છોકરાઓને સખત સજા કરશે. આ બીકે તેમણે આ વાતની ચહેરવ્થ ન કરતાં તે છોકરાઓ પાસે જ સમુદ્રતીરે છાનુંમાનું પથ્થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy