SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કુશય કુશલ્ય ભારતવષીય દેશ ભાર૦ ભીષ્મ અ૦ ૯. કશસ્તભ કુશદ્વીપમાં દેએ ઉત્પન્ન કરેલ અગ્નિના જેવું તેજસ્વી દર્ભનું ભો. એના ઉપરથી એ દ્વીપનું નામ કુશદ્વીપ પડ્યું છે. ભાગ ૫–૨૦–૧૩. કુશસ્થલી સૂર્યવંશના શર્યાતિ રાજાના આનર્ત નામના પુત્રના પુત્ર રેવત રાજાએ સ્થાપેલી નગરી. આગળ જતાં એનું જ નામ દ્વારકા એવું પડયું. કુશાગ્ર સૂર્યવંશના પુરુકુળના અજમીઢ વંશના ઉપરિચર વસૂના પુત્ર બ્રહદ્રથના બે પુત્રોમાં બીજે. જરાસંધને નાનો ભાઈ. ઋષભરાજાને પિતા.. કશાંબા સમવંશી વિજયકુલત્પન્ન કુશ અથવા કુશિક રાજાના ચાર પુત્રોમાંને પહેલે. એને કુશાંબુ પણ કહેતા. એણે વસાવેલી નગરીનું નામ કૌશાંબી અને એના પુત્રનું નામ ગાધિ હતું. કશાંબ (૨) સોમવંશી પૂરુકુલેત્પન્ન ઉપરિચર વસના પુત્રોમાં એક કશાંબુ ઉપર જે વિજયકુળને કુશાંબ કહ્યો તેનું જ બીજું નામ. કુશાવતી દશરથિ રામના પુત્ર કુશની નગરી. કુશાવર્ત પ્રિયવ્રત વંશીય ઋષભદેવને જયંતીની કુખે થયેલા સે પુત્રોમાંથી નવખંડાધિપતિ હતા તેમને મેટ. એને ખંડ એના જ નામથી કુશાવર્ત એમ પ્રખ્યાત છે. કુશાવર્ત (૨) ભરતખંડ વર્ષના નવખંડમાં એક કુશાવત (૩) ભારતવષય તીર્થ. કશિક એક બ્રહ્મર્ષિ અને તેનું કુળ (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ.) કાશક (૨) બીજા અંકની સંજ્ઞાવાળા કુશ શબ્દ છે તે જ. કૃસિક (૩) એક ક્ષત્રિય.| ભાર૦ સ. ૮–૧૦. કુશીલવ સૂર્યવંશી ઇક્ષવાકુકુળના દાદરથિ રામને સીતાની કુખે થયેલ બે પુત્ર, રામચન્દ્ર લંકા- પવાદને લઈને સીતાને લક્ષમણની સાથે ગંગાની કશીલવ પેલી પાર તમસા નદીને તીરે મોકલી તેને ત્યાગ કર્યો ત્યારે સીતાને ગર્ભ હતા. એમને અરશ્યમાં મૂકી દીધા પછી તેમને પ્રસવ થયો અને આ બે પુત્રે જમ્યા. (૨. રામ શબ્દ જુઓ.) પિતાને અરણ્યમાં મૂકીને લક્ષમણ અયોધ્યા ગયા એ જોઈને સીતા રુદન કરતાં બેઠાં હતાં. તેમને વાલ્મીકિ ઋષિના શિષ્યોએ જોયાં. આ વાત શિષ્યએ ઋષિને જણાવતાં, પતે સીતા હતાં ત્યાં આવ્યા અને એમને સાંત્વન કરીને પિતાને આશ્રમે લઈ ગયા. સીતાને ઋષિપત્નીઓના સમાજમાં રાખ્યાં અને બધાંને આજ્ઞા કરી કે એમનું સારી રીતે પાલન કરવું. | વારા ઉત્તર સ૦ ૪૮-પ૦ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં સીતા સદાચરણથી કાળક્ષેપ કરતાં હતાં તેવામાં યથાકાળે શ્રાવણ માસમાં એક રાત્રે તેમને બે પુત્ર પ્રસવ્યા. આ સમાચાર જાણતાં જ ઋષિ પિતે આનંદભર્યા ત્યાં ગયા અને કુશની અને લવની રક્ષા કરીને ક્રમશઃ તેમનાં નામ કુશ અને લવ એવાં પાડયાં. આ પ્રમાણે નામાભિધાન કરી, આ બંને પુત્ર મેટા પરાક્રમી થશે એવું સીતાને કહી, ત્યાંથી પાછા આવ્યા. સીતાને પ્રસવ થયો તે રાત્રે શત્રુદન ત્યાં હતા. તે વા૦ રાઉત્તર૦ ૦ ૫ (૨. શત્રુઘ શબ્દ જુઓ.). કુશીલ મોટા થયા એટલે વાલ્મીકિએ એમને જનોઈ દીધું અને વેદ-વેદાંગ અને ધનુર્વિદ્યામાં નિષ્ણુત કર્યા. એ સિવાય પોતે રચેલા શતકોટિ રામાયણ કાવ્યમાંથી ગાયત્રી મંત્રપ્રચુર વીસ હજાર શ્લેક ચૂંટી કાઢીને તેમને ગાતાં શીખવ્યું. બે ભાઈઓ તંત્રીની સાથે તાલબદ્ધ ગાય અને ઋષિને સંભળાવે. એ સારું ગાતા હતા. તે રામચંદ્રજીના પણ સાંભળ્યામાં આવ્યું હતું. કુશીલવ બને પરમ તેજસ્વી અને આકૃતિમાં રામ સરખા જ હતા. પરંતુ વાલ્મીકિએ એમને કહ્યું હતું કે તમને કઈ તમે કેના પુત્ર એમ પૂછે તે તમે કહેજે કે અમે ઋષિપુત્ર છીએ અને કઈ કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy