SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૨૯:: ૧૪૫૧૧ એવંભૂત દૃષ્ટિ શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી ૧૪પ૧૨ શબ્દ નિર્વિકલ્પ કર શબ્દને - યથાર્થ અર્થરૂપ “આત્મા' નામધારી શબ્દને વિકલ્પ વિનાનો કર. નિર્વિકલ્પ શુક્લધ્યાનને પામ. ૧૪૫૧૩ સમભિરૂઢ દૃષ્ટિ નિશ્ચય સ્વરૂપની સાધનામાં સમ્યકપણે અભિરૂઢ-અતિ ઊંચે ચઢેલ, ઉચ્ચ ગુણસ્થાનને પામેલ એવી દૃષ્ટિથી ૧૪૫૧૪ એવંભૂત અવલોક જે રીતે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે જો. ૧૪૫૧૫ એવંભૂત દૃષ્ટિ શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી ૧૪૫૧૬ સમભિરૂઢ સ્થિતિ કર આત્મસ્વરૂપમાં સમ્યપણે આરૂઢ, સ્વરૂપારૂઢ, યોગારૂઢ સ્થિતિ કર. ૧૪૫૧૭ એવંભૂત દૃષ્ટિ શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિ લક્ષમાં રાખી ૧૪૫૧૮ એવંભૂત થા શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવો સ્વરૂપસ્થિત થઈ જા ૧૪૫૧૯ એવંભૂત સ્થિતિથી યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવાથી આત્મસ્વરૂપ સ્થિતિની એવંભૂત દૃષ્ટિ દૃષ્ટિ શમાવ. દૃષ્ટિ-સ્થિતિ એકરૂપ થઈ ગયાં, દૃષ્ટિ તેવી સૃષ્ટિ' શમાવ સર્જી લીધી. ૧૪૫૨૦ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શાંતિપાઠ ૧૪૫૨૧ ચિધાતુ વિધાતા બ્રહ્મ, ચેતનાત્મક મૂળ વસ્તુ ૧૪૫૨૨ અચિધાતુ સંયોગાસનો આભાસ જડના સંયોગના આસ્વાદ-અર્ક ૧૪૫૨૩ અચરજ, અચંબો, નવાઈ પમાડે એ રીતે ૧૪૫૨૪ આશ્ચર્યરૂપ અચરજ, અચંબો, નવાઇ, વિસ્મનો પ્રકાર ૧૪૫૨૫ પરાનુગ્રહ બીજાનો અનુગ્રહ, બીજા પર કૃપા ૧૪૫૨૬ ચૈતન્ય જિન પ્રતિમા ૧૪૫૨૭ થા : બન ૧૪૫૨૮ ક્ષેત્રયોગ ક્ષેત્રનો યોગ ૧૪પર૯ પરાક્રમ બળ, શક્તિ, ઉત્સાહ, વીર્ય, યોગ ૧૪૫૩૦ હે કામ! હે ઇચ્છા; કર્મ, વ્યવસાય; ઉપયોગ; વિષયવાસનાઃ પરમાર્થ પ્રત્યે હો. ૧૪પ૩૧ હે માન! હે અભિમાન; આબરૂ; સપુરુષનો શિષ્ય છું તો તે પ્રમાણે વર્તજે. ૧૪૫૩૨ હે સંગઉદય! હે સહચાર-સોબતના-વૈભાવિક બંધનના ઉદયની બદલે સ્વાભાવિક સત્સંગ હો. ૧૪૫૩૩ હે વચનવર્ગણા! હે વચનની-ભાષાની વર્ગણા, સંસારવર્ધક ન હો, સપુરુષના ગુણગ્રામમાં હો. ૧૪૫૩૪ હે મોહ! હે મોહ, પરમાર્થ પ્રત્યે હો. ૧૪૫૩૫ હે મોહદયા! હે સ્નેહી સ્વજનો પ્રત્યે મોહ અને તેને લીધે આવતી દયા તેમનાં કલ્યાણ માટે હો. ૧૪૫૩૬ હે શિથિલતા! હે થાક, ઢીલાશ, નિર્બળતા! તમે વિષયકષાયમાં ઢીલા, મંદ, નિર્બળ રહો. પૃ.૮૨૪ ૧૪૫૩૭ હેતુભૂત કારણભૂત ૧૪૫૩૮ કૃતકૃત્ય કૃતાર્થ, સફળ, કરવાનું કરી લેવાનો ૧૪૫૩૯ કુંદકુંદાદિ આચાર્યો શ્રી કુંદકુંદ સ્વામી જેવા અત્યંત આત્મસ્થિત ધુરંધર આચાર્ય વગેરે ૧૪૫૪૦. શ્રી સોભાગ પરમપૂજ્ય શ્રી સોભાગભાઈ (કૃપાળુદેવના પરમાર્થ સખા, સત્સંગનિષ્ઠ) ૧૪૫૪૧ સમાધિમાર્ગ સ્થિરતાનો-સ્વસ્થતાનો માર્ગ, ધ્યાનનો માર્ગ, શાંતિનો માર્ગ ૧૪૫૪૨ શ્રી ગુરુના અનુગ્રહથી શ્રીમત્ ગુરુની કૃપા વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy