SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૭૧ :: પૃ.૦૧૨ ૧૨૯૦૧ મોક્ષ આત્માનું અત્યંત શુદ્ધપણું, અજ્ઞાનથી છૂટી જવું, સર્વકર્મથી મુક્ત થવું, યથાતથ્ય જ્ઞાન પ્રગટવું ૧૨૯૦૨ કેવળજ્ઞાન આત્માને ક્યારેય વિકાર ન ઊપજે, રાગદ્વેષ પરિણામ ન થાય તેવું જ્ઞાન ૧૨૯૦૩ સંશયે સંશય પણ ૧૨૯૦૪ માંહીથી મહીંથી, અંદરથી, અંતરથી ૧૨૯૦પ સત્ દવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ક્ષય થયા છે તે, વીતરાગ દેવ, સર્વજ્ઞ દેવ ૧૨૯૦૬ સદ્ગુરુ મિથ્યાત્વ ગ્રંથિ જેની છેદાઇ છે તે, નિગ્રંથ ૧૨૯૦૭ સત્ ધર્મ જ્ઞાની પુરુષોએ બોધેલો ધર્મ ૧૨૯૦૮ સમ્યકત્વ સત્ દેવ-ગુરુ-ધર્મ આ ૩ તત્ત્વ યથાર્થ રીતે જાણવા પૃ.૦૧૩ ૧૨૯૦૯ વિચારવાન જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તે ૧૨૯૧૦ મન આત્માનો ઉપયોગ મનન કરે ત્યારે તે મન, વર્ગણા છે તેથી જુદું કહેવાય છે ૧૨૯૧૧ ઉપયોગ સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે ૧૨૯૧૨ માનશ્લાઘા માન, સત્કાર, સ્વસ્તુતિ, આત્મશ્લાઘા, પોતાનાં વખાણ ૧૨૯૧૩ અણઉપયોગ ઉપયોગ રહિતપણે ૧૨૯૧૪ તલમાત્ર તલના દાણા જેટલો પણ, સ્ટેજમાત્ર પણ, જરીકે ૧૨૯૧૫ માપણી મોજણી, માપવાની ક્રિયા ૧૨૯૧૬ હોવાપણું કમ્ હયાતી, અસ્તિત્વ, વિદ્યમાનતા ૧૨૯૧૭ પંચીકરણ વિ.સં.૧૮૪૦માં હૈદ્રાબાદમાં જન્મેલા શ્રી રામગુરુ, યજુર્વેદી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ, વિ.સં.૧૯૦૬માં વડોદરામાં સમાધિસ્થ. અંતઃકરણપંચક, પ્રાણપંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિય પંચક, વિષયપંચક- આ પાંચકનાં પુસ્તક “પંચીકરણ'માં દુહા, ચોપાઇ, સ્થૂળ-સૂક્ષ્મ દેહના ૨ કોષ્ટક તથા “વાક્યવૃત્તિ' વગેરે ગ્રંથોના પ્રમાણરૂપ શ્લોક છે. ૧૨૯૧૮ “વિચારસાગર” શ્રી નિશ્ચલદાસજી કૃત વેદાંતનો પ્રમેય ગ્રંથ જે શ્રી વિદ્યારણ્ય સ્વામી કૃત પંચદશી'ના આધારે રચ્યો છે ૧૨૯૧૯ “ગ્રંથિભેદ મિથ્યાત્વની ગાંઠનું છેદાઈ જવું. કર્મગ્રંથની રીતે, અનંતાનુબંધી કષાયની ચોકડી અને દર્શનમોહની ત્રણ પ્રકૃતિને ભેદવી તે. રાગદ્વેષના આત્મપરિણામ તે જ કર્મગ્રંથિ-કર્કશ, ગાઢ ને ગૂઢ છે તેનો છેદ જડ-ચેતનનો ભેદ પડી જવો. વેદાંતની પરિભાષામાં હૃદયગ્રંથિનો છેદ. ૧૨૯૨૦ સંક્ષેપે નહીં સ+fક્ષમ્ | સંકોચે નહીં, ઓછી ન કરે, ટૂંકાવે નહીં ૧૨૯૨૧ ભાર રાખે વટ રાખે, વટમાં હોવાનો ડોળ રાખે-કરે ૫.૭૧૪ ૧૨૯૨૨ ભાંગા પ્રકાર, ભેદ, ભંગ તા.૨૧-૯-૧૮૯૬ ૧૨૯૨૩ તન્મયપણે તે મય, તેના મય ૧૨૯૨૪ આંટી કાઢવી મુશ્કેલી દૂર કરવી, ગૂંચ દૂર કરવી ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy