________________
:: ૩૨૭ ::
૯૧૫૪ અસંખ્યાત સમયવર્તી ધૂળ, એક સમયવર્તી જેટલો સૂક્ષ્મ નહીં (ઉપયોગ) ૯૧૫૫ મૂઢતાદિ મોહવશતા મલિનતા, ચંચળતા વગેરે ૯૧પ૬ અવગાહે છે ડૂબકી મારે છે, ઊંડા ઊતરે છે, નિષ્ણાત થાય છે ૯૧૫૭ વિચારયોગ જ્ઞાનમાર્ગમાં વિચાર દ્વારા પ્રવેશ ૯૧૫૮ અનેક ભૂમિકાઓ શુભેચ્છાથી સિદ્ધપદ સુધીમાં ૧૪ ગુણસ્થાનક અને ૭ ભૂમિકા
(૧) શુભેચ્છા આત્મકલ્યાણ માટે સાધન ચતુષ્ટયની ઉત્કૃષ્ટ ઇચ્છા (૨) સુવિચારણા શાસ્ત્રોનાં, સદગુરુનાં વચનોનો વિચાર (૩) હનુમાનસી નિદિધ્યાસનથી સૂક્ષ્મ વિચારણા (૪) સજ્વાપત્તિ સાક્ષાત્કાર, સર્વિકલ્પ સમાધિ (૫) અસંસક્તિઃ ચિત્તના સંસર્ગનો અભાવ (૬) પદાર્થભાવિની નિર્વિકલ્પ સમાધિમાં લાંબો કાળ રહેવું
(૭) તુર્યગાઃ બ્રાહ્મી સ્થિતિ, સર્વદા બ્રહ્મમય, સિદ્ધ દશા પૃ.૪૯૮ ૯૧પ૯ કેવળ-કોટી કેવળ-સમાન, એટલે કે કેવળી જેવી દશાવાળા, કેવળ-વિકલ્પ કેવળજ્ઞાન માટે
સંશયના અવલંબનવાળો વાદ-પ્રકાર-પક્ષ ૯૧૬૦ શાસ્ત્રવેત્તા શા+વિત્ા શાસ્ત્રના જાણકાર ૯૧૬૧ સમાધાન સમુચ્ચયાર્થ સF++ધા વિરોધ-ગૂંચવણ કે શંકાની શાંતિ માટે સંગ્રહાર્થ-સામાન્ય અર્થ ૯૧૬૨ આજ્ઞાવર્તી મા+જ્ઞા+વૃત્ | આજ્ઞામાં રહેનારા, આજ્ઞાધારી, આજ્ઞાંકિત ૯૧૬૩ પાંચસે પાંચસો ૯૧૬૪ ધારશો છું. અવધારશો, ધારણા રાખશો, માનશો, ઈચ્છશો પૃ.૪૯ પત્રાંક ૨૮૦ કોને? ચૈત્ર સુદ ૧૩, વિ.સં.૧૫૨; શુક્રવાર, તા. ૨૯-૩-૧૮૯૬ ૯૧૬૫ ચૈત્ર સુદ ૧૩ શ્રી મહાવીર સ્વામીની જન્મકલ્યાણકમિતિ,તા.૨૮-૩ સોમવાર, ઈ.સ.પૂ. ૫૯૮ ૯૧૬૬ અખંડ સ્વરૂપ પરમાત્માસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ ૯૧૬૭ રમણતા રમ્ | મગ્નતા, રમતા, વિલાસ, આનંદ, પ્રસન્નતા ૯૧૬૮ તુષ્ટમાન તુમ્ તૃષ્ટિ પામીને, ખુશ થઈને, રાજી થઈને ૯૧૬૯ હે કૃપાળુ હે કૃપાવંત પ્રભુ! હે કૃપાળુ-દયાળુ પોતાના શુદ્ધ આત્માને સંબોધીને ૯૧૭૦ કિડાકૂટ
માથાકૂટ ૯૧૭૧ કલ્પી
કલ્પના કરી-વિચારી ૯૧૭ર નિષ્કારણ અહેતુકી, કારણ વિના, વિના કારણ, અકારણ ૯૧૭૩ કરૂણાશીલ કરુણા જ જેનો સ્વભાવ છે તે, કરુણાળ, કરુણાવંત ૯૧૭૪ વર્તમાને વૃત્ વર્તમાનમાં, હાલમાં, પત્રલેખાયો તે અરસામાં વિ.સ.૧૯૫-ઇ.સ.૧૮૯૬ ૯૧૭૫ વિદ્યમાન હયાત, મૌજુદ, સદેહે અસ્તિત્વ ધરાવતા, ઉપસ્થિત, પ્રત્યક્ષ, હાજર ૯૧૭૬ વીરને વિ+ કર્મની સાથે લડે-પ્રચંડ પુરુષાર્થ કરે તે વીરને ૯૧૭૭ ભ્રમણા પ્રમ્ વહેમ, ભ્રાન્તિ ૯૧૭૮ દુર્ભાગી તુમન્ ! કમભાગી, ખરાબ નસીબવાળા, બદકિસ્મત ૯૧૭૯ ત્રિવિધ તાપાગ્નિ આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણ પ્રકારના તાપ ૯૧૮૦ અમૃતસાગર અમૃતનો દરિયો
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org