SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૯ ઃ રાગાદિ જેટલો જ પોતાનો માને તે અપલક્ષણ. આત્મા શક્તિએ પરિપૂર્ણ છે પણ તેની પર્યાયમાં વિકાર છે તે તેનું અપલક્ષણ. ૫૦૨૨ વિચિત્ર વિ+વિત્ર નવાઈ પમાડતું, અદ્ભુત, વિલક્ષણ, રંગબેરંગી તમાશો પ૦૨૩ લીલા નાટક, ખેલ, ક્રિીડા, અવતારે કરેલાં વિચિત્ર કામ; અજાયબી; ગમ્મત, ચેષ્ટા. જેનાથી દૂર જવાનું મન થાય જ નહીં, જેમાં તન્મય બની જવાય, જેનું આલંબન પ્રાપ્ત કરાય તે લીલા. સમ્યગ્દર્શનની રસમય વિશિષ્ટ ક્રીડા પ૦૨૪ અલેખે એળે, નકામી, વ્યર્થ, ફોગટ; લક્ષ વિનાની ૫૦૨૫ નિઃશંકપણાની નિ+ાહૂ શંકા વિનાની પ૦૨૬ નિર્ભયપણાની નિકયા ભય વિનાની પ૦૨૭ નિર્મઝનપણાની નિરૂપુષ્ઠના મૂંઝવણ વિનાની ૫૦૨૮ નિઃસ્પૃહપણાની નિસ્પૃહી ઇચ્છા વિનાની પ૦૨૯ કરુણાસાગર ગુપ્ત રહેલાની સ્વરૂપદયા-નિશ્ચયદયાના દરિયારૂ૫ આત્માની ૫૦૩૦ અનહદ ધ્વનિ અનાહત નાદ, અંતધ્વનિ; વગર વગાડ્ય આપોઆપ વાગે તે; આઘાત વિના એની મેળે થતો અવાજ; શ્વાસોચ્છવાસ લેતાં મૂકતાં થતો “સોહં સોહં અવાજ; અનાહત નાદ કે અનહદ વાજાં ૧૦-૧૨ પ્રકારઃ ૧. ચિણિ તમરાં જેવો. ચિણિ એટલે રાત્રે તીણો અવાજ કરતું વનવાસી જીવડું ૨. ચિંચિણી : ચકલી જેવો. શરીરના અંગ ત્રુટવા જેવું થાય ૩. ઘંટ : રણકાર સાંભળતાં ચિત્તમાં દૃશ્ય વિષે ખિન્નતા થાય ૪. શંખઃ આ નાદથી શિર કંપે ૫. વણાઃ આ નાદથી તાળવું સૂવે, સુધારસ ઝરે ૬. તાલઃ અમૃતનું પાન, ઉપભોગ થાય ૭. વાંસળી ગુહ્ય પદાર્થનું જ્ઞાન થાય ૮. તબલા પરાવાણીનો-૪થી વાણીનો અનુભવ થાય ૯. ભેરી દિવ્યદૃષ્ટિ તથા અંતર્ધાન-અદૃશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થાય ૧૦. મેઘ: સાધક બ્રહ્મરૂપ થાય, પરમાત્મા થાય ૫૦૩૧ મણા મનું+ , નાજૂ ખામી, ઊણપ, ખોટ, ઓછપ, કમ, મંદતા ૫૦૩૨ ગાડી ઘોડાની આજીવિકાની કે વધુ પૈસા બનાવવાની ચિંતા; રેલ-મોટર-ઘોડાગાડીના ઉપાધિ અવાજનું પ્રદૂષણ ૫૦૩૩ જગતની લીલાને દુનિયાના ખેલને. જેમ જાદુનો ખેલ જોનારો જાદુને માણતો હોવા છતાં તે અવાસ્તવિક છે તેમ સમજીને તેમાં લિપ્ત થતો નથી તેમ જીવન્મુક્ત બધા વ્યવહારમાં સામેલ થતો હોવા છતાં લપાતો નથી પ૦૩૪ બેઠાં બેઠાં બેસી રહીને, શાંતિથી, ઠંડે કલેજે, કામ કર્યા વગર ૫૦૩૫ મફતમાં જોઇએ છીએ કિંમત આપ્યા-ચૂકવ્યા વિના, સાક્ષી ભાવે, દ્રષ્ટાભાવે, સ્થિતપ્રજ્ઞ થઇને પૃ.૨૪૬ પત્રાંક ૧૬૬ તા.૧૮-૧૧-૧૮૯૦ ૫૦૩૬ આગમ મામ્ | શાસ્ત્ર, સૂત્ર, સિદ્ધાંત; આખ પુરુષ પાસેથી આવેલું પ૦૩૭ માયિક સુખ માયા+ન ા લૌકિક-દુન્યવી-ભૌતિક-નાશવંત-મોહયુક્ત-સંસારનું સુખ ૫૦૩૮ અર્પણબુદ્ધિ સમર્પણ, શરણાગતિ, આપી દેવાની-ભેટ ધરવાની વૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy