SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૭૪ :: ૪૮૮૪ નિયતિઓ નિ+૧+ક્તિનું નિયમો, બંધારણ, નિયંત્રણો-પ્રતિબંધો, ભવિતવ્યતા; દૈવ, કિસ્મત, ધાર્મિક કર્તવ્યો, આત્મસંયમ, નિયત વાતો, પૂર્વકૃત કર્મના પરિણામ જે અનિવાર્ય છે; ઈશ્વરી કાયદાઓ, જડપ્રકૃતિઓ. જે કાર્ય અથવા પર્યાય-અવસ્થા જેનિમિત્ત દ્વારા જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી થાય છે તે કાર્ય તે નિમિત્ત દ્વારા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં તે પ્રકારથી થાય તેવી કાર્યવ્યવસ્થા તે નિયતિ. નિયત કર્મોદયના નિમિત્તની અપેક્ષાએ તેને દેવ, પ્રારબ્ધ કહે છે, નિયત કાળની અપેક્ષાએ તે કાળલબ્ધિ છે, નિયત ભાવની અપેક્ષાએ તે ભવિતવ્યતા છે. કર્તાભોક્તાભાવવાળા રાગીની બુદ્ધિમાં બધું અનિયત લાગે છે પણ સર્વજ્ઞનાં જ્ઞાનમાં સમસ્ત વિશ્વવ્યવસ્થા નિયત છે. ૪૮૮૫ ભગવાન મહાવીરદેવ આ શબ્દમાં ૧૦ અક્ષર, ઉપર પણ ૧+૨+૩+૪=૧૦ થાય છે. ૧૦,૯,૮,૭,૬,૪,૩,૨,૧ ૫ નો અંક – પંચમ ગતિ-પંચમ જ્ઞાનનો, અધ્યાહાર-બાકી પૃ.૨૩૦ પત્રાંક ૧૫૯ (4) રોજનીશી ૪૮૮૬ શ્રીમાન પુરુષોત્તમ આત્મિક શ્રી-શોભા-લક્ષ્મી જેમને છે તે કેવળજ્ઞાની, વિષ્ણુ અને તીર્થકરોને છાતીમાં શ્રી વત્સ ચિહ્ન છે તે; પુરુષોમાં ઉત્તમ, શુદ્ધ-બુદ્ધ-મુક્ત પુરુષ; સર્વનું મૂળભૂત તત્ત્વ, પરમાત્મા, શ્રીકૃષ્ણ, નારાયણ ૪૮૮૭ મૂર્તિમાન ! યથાર્થ, આબેહૂબ, પ્રત્યક્ષ શરીર-મૂર્તિવાળું ૪૮૮૮ ગુરુગમ નિશ્ચય ૪૮૮૯ અક્ષરધામ બ્રહ્મલોક, મોક્ષ ૪૮૯૦ બિરાજે છે. બિરાજમાન છે, વિરાજે છે, શોભે છે પત્રાંક ૧૫૮ કોને? ૪૮૯૧ શ્રીમાન્ પુરુષોત્તમ, શ્રી સદગુરુ અને સંત –ત્રણે એકરૂપ જ છે, સત્ વ સૌમ્ય રૂદ્રમ્ D માનીતું પર્વ પર્વ દ્વિતીય છાંદોગ્ય ઉપનિષદ્ ૬-૨-૧ ૪૮૯૨ ત્રણે કાળમાં જેનો બાધ-નિષેધ ન થાય તે. જેની જ્ઞાનથી અથવા બીજા કશાથી નિવૃત્તિ ન થાય તે ૪૮૯૩ ચિત્ ત્રણે કાળમાં જે સર્વને જાણે છે તે, અલુપ્ત પ્રકાશ, આત્મા ૪૮૯૪ આનંદ ત્રણે કાળમાં જે પરમ પ્રીતિનો વિષય હોય તે, પરમ પ્રેમાસ્પદ ૪૮૯૫ ભગવદુરૂપ આત્મરૂપ ૪૮૯૬ જગદાકાર જગતસ્વરૂપે, વિશ્વાકારે ૪૮૯૭ નિબંધ બાધ વિનાનું, બાધા-પીડા-હાનિ-કષ્ટ-ખંડન રહિત ४८८८ કુંડલાકાર કાનના એક ઘરેણાના આકારે-ઘાટે ૪૮૯૯ વિકાર વિ+ા ફેરફાર, પરિવર્તન, શારીરિક-માનસિક બગાડ. ૬ ભેદે - અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, વિપરિણામ, અપક્ષય, વિનાશ ૪૯) ટ્યુત I ભ્રષ્ટ, પતિત ૪૯૦૧ શ્રી હરિ શ્રી ભગવાન, શુદ્ધાત્મા, કેવળજ્ઞાની ૪૯૦૨ તિરોભાવે +સુ, તિરસ્મૂ અદેશ્ય રૂપે, ગુપ્ત રીતે, નાશ રૂપે ૪૯૦૩ સ્વરૂપલીલા સ્વભાવ-દેખાવ-આકારના નાટક, ખેલ, અવતારે કરેલાં કામ, સ્વઆશ્રિત દશા એ જાત્યંતર છે, રાગ અને અજીવ-જડની જાતથી જ્ઞાયક પ્રભુની જુદી જાતની લીલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy