SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉપકારી અરિહંતોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષનો માર્ગ કહ્યો છે. અધિગમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ સમ્યજ્ઞાન છે. જ્ઞાન પાંચ પ્રકારનું હોય મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાનમાં ચાર જ્ઞાનને મૂંગા કહેવામાં આવે છે. જ્યારે શ્રુતજ્ઞાન બોલતું જ્ઞાન છે. લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ તે જ્ઞાનદ્વારા જોયેલા અને જાણેલા ભાવોનું નિરૂપણ કરવા શ્રુતજ્ઞાનનો જ સહારો લેવો પડે છે. આ શ્રુત ચૌદ પ્રકારનું છે. તેમાં પ્રથમ પ્રકાર છે અક્ષરશ્રુત. સમગ્ર દ્વાદશાંગી અક્ષરશ્રુતમય છે તેના સમ્યગ્ બોધ માટે અક્ષરને કિંવા અક્ષર સમૂહરૂપ શબ્દને જાણવો અનિવાર્ય છે. શબ્દ અને અર્થ તો અવિનાભાવ સંબંધે સંપૃક્ત છે. સમ્યગ્ અર્થબોધ માટે પ્રથમ તો શબ્દને જ સમ્યગ્ રીતે તેના અવિકલ સ્વરૂપે જાણવો જોઈએ. જો શબ્દ જ તેના સ્વ-સ્વરૂપે જાણી લેવાય તો તેના જ માધ્યમથી શબ્દાતીત પદાર્થ સાથેનું અનુસંધાન સુગમ પડે છે. પરા’ને પામવાનો પ્રારંભ તો ‘વૈખરી'થી જ કરવો પડે છે, વૈખરી'થી શરૂ થયેલી યાત્રા જ ‘મધ્યમા’ ‘પશ્યન્તી’ને ઓળંગીને અંતે “પરા’માં પર્યવસિત થાય છે. માટે પ્રથમ શબ્દને જ સમ્યગ્ જ્ઞાત કરવો જોઈએ. = પુનઃ સંસ્કરણને આવકાર [ત્રીજી આવૃત્તિનો] ‘: શબ્દઃ સમ્યક્ જ્ઞાત: સભ્ય પ્રયુક્ત: સ્વńજોજે હ્રામધુ! મતિ !' એ ઋષિવાણીમાં પણ શ્રીઆચારાંગસૂત્રની ને ાં નાળફ સે સર્વાં નાળ'નો જ પડઘો સંભળાય છે. - કોશની ઉપકારકતા શુદ્ધ શબ્દ જ શુદ્ધ અર્થને આપી શકે. શુદ્ધ શાસ્ત્રાર્થબોધને માટે ભાષાબોધ અનિવાર્ય છે, અને ભાષાબોધ માટે વ્યાકરણ તથા કોશ બંને એકસરખાં જ ઉપકારક છે. વ્યાકરણથી વ્યુત્પત્તિલાભ થાય છે તો કોશશાનથી શબ્દવૈવિધ્ય અને શબ્દનો સમ્યગ્ વિન્યાસ કિંવા સમ્યગ્ વિનિયોગ, યથાયોગ્ય સ્થાને શબ્દનું સંયોજન વગેરે ઘણા બધા લાભ થાય છે. પ્રાપ્ત ભાષાશાનમાં બોધની અભિવૃદ્ધિ કોશના સતત વપરાશથી થાય છે. સ્વર-વર્ણ એકલા અથવા તેનો સમૂહ તે શબ્દ છે. એ સ્વર-વર્ણના ભેદે શબ્દભેદ અને શબ્દભેદે કેવા કેવા અર્થભેદ થાય છે, તેથી કેવા અનર્થ થાય છે તે કોઈ ‘મિદ્યતે પણ ભાષાના અભ્યાસીને અજાણ્યું નથી. એક સ્થળે આ સંદર્ભે યથાર્થ જ કહ્યું છે કે वर्णभेदेऽर्थस्तद्भेदे च क्रियाभिदा तद्भिदायामभीष्टार्थनाशोऽनर्थश्च निश्चितम् ।।' Jain Education International એટલે કોઈ પણ ભાષાના ગ્રંથોના પઠન-પાઠન-વાચન-લેખન-સર્જનમાં શબ્દાર્થને જાણવો આવશ્યક છે. એક શબ્દના અનેક અર્થ અને એક જ અર્થને દર્શાવનારા અનેક શબ્દ એ બંને રીતે શબ્દ-અર્થને જાણવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy